SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું. ગંગાદેવીને સાધી તેને ત્યાં રહેવું. ૧૩૯ પામી. વદનરૂપી ચંદ્રને અનુસરનારા મનહર તારાગણ હોય તેવા તેણે સર્વાગે મુક્તામય આભૂષણે પહેર્યા હતાં. કેળની અંદરની ત્વચા જેવાં તેણે વસ્ત્ર પહેર્યા હતાં. તે જાણે તેના પ્રવાહ જળ તે રૂપે પરિણામ પામ્યા હોય તેવા જણાતા હતા. જેમાંચરૂપી કંચુકીથી તેના સ્તન ઉપરની કંચુકી તડાતડ ફાટતી હતી અને જાણે સ્વયંવરની માળા હોય તેવી ધવળદૃષ્ટિને તે ફેંકતી હતી. આવી સ્થિતિ પામેલી ગંગાદેવીએ ક્રીડા કરવાની ઈચ્છાથી પ્રેમભરિત ગદ્ગદ્ વાણીવડે ભરતરાયની અત્યંત પ્રાર્થના કરી અને પોતાના પતિગૃહમાં તેમને લઈ ગઈ. ત્યાં તેની સાથે વિવિધ ભેગને ભેગવતાં મહારાજાએ એક દિવસની પેઠે સહસ્ત્ર વર્ષ વ્યતીત કર્યા. પછી કઈ રીતે દેવીને સમજાવી, તેની આજ્ઞા લઈ ત્યાંથી નીકળ્યા અને પિતાના પ્રબળ સૈન્ય સાથે ખંડઅપાતા ગુફા તરફ ચાલ્યા. ' કેશરીસિંહ જેમ એક વનથી બીજે વન જાય તેમ અખંડ પરાક્રમવાળા ચકી તે સ્થાનથી ખંડપ્રપાતા ગુફા સમીપે પહોંચ્યા. ગુફાથી થોડે દૂર એ બલિષ્ઠ રાજાએ પોતાના સૈન્યને નિવાસ કરાવ્યો. ત્યાં તે ગુફાના અધિષ્ઠાયક નાટયમાલ દેવને મનમાં ધારણ કરી અષ્ઠમ તપ કર્યો, તેથી તે દેવનું આસન કંપ્યું. અવધિજ્ઞાનવડે ભરતચકીને આવેલા જાણી દેવાદાર જેમ લેણદાર પાસે આવે તેમ તે ભેટ લઈને સામે આવ્યું. મહત ભકિતવાળા તે દેવે પખંડ ભૂમિના આભૂષણરૂપ મહારાજાને આભૂષણે અર્પણ કર્યા અને સેવા અંગીકાર કરી. નાટય કરેલા નટની પેઠે નાટયમાલ દેવને વિવેકયુકત ચક્રીએ પ્રસન્ન થઈને વિદાય કર્યો અને પછી પારણું કરી તે દેવને અષ્ટાધિકા ઉત્સવ કર્યો. હવે ચક્રીએ સુષેણુ સેનાનીને આજ્ઞા કરી કે ખંડપ્રપાત ગુફા ઉઘાડો. સેનાપતિએ મંત્રીની પેઠે નાયમાલ દેવને મનમાં ધારી અષ્ટમ કરી પૌષધાલયમાં પૌષધવ્રત ગ્રહણ કર્યું. અષ્ટમને અંતે પૌષધાગારથી નીકળી પ્રતિષ્ઠામાં જેમ શ્રેષ્ઠ આચાર્ય બલિવિધાન કરે તેમ બલિવિધાન કર્યું. પછી પ્રાયશ્ચિત્ત અને કૌતુક મંગળ કરી, મોટા મૂલ્યવાળાં ડાં વસ્ત્રો ધારણ કરી હાથમાં ધૂપધાણું ગ્રહણ કર્યું. ગુફા પાસે જઈ જોતાં જ પ્રથમ નમસ્કાર કરી તેના બારણુની પૂજા કરી અને ત્યાં અષ્ટમંગળક આલેખ્યા. ત્યાર પછી કપાટ ઉઘાડવાને માટે સાત આઠ પગલાં પાછા ચાલી જાણે તે બારણની સુવર્ણમય કુંચી હોય તેવા દંડરત્નને ગ્રહણ કર્યું અને બારણું ઉપર તે વડે પ્રહાર કર્યો. સૂર્યના કિરણવડે કમલકેશ ખુલી જાય તેમ દંડરત્નના આઘાતથી તે બંને દ્વાર ઉઘડી ગયાં, ગુફાદ્વાર ઉઘડયાના સમાચાર ચક્રીને નિવેદન કર્યા એટલે હસ્તીન્કંધ ઉપર આરૂઢ થઈ હસ્તીના દક્ષિણ કુંભસ્થળ ઉપર ઊંચે સ્થાનકે મણિરત્ન મૂકીને તેમણે ગુફામાં પ્રવેશ કર્યો. સૈન્ય અનુસરેલા ભરત રાજા અંધકારને નાશ કરવાને માટે પૂર્વવત્ કાંકિણીરત્નથી મંડળને આલેખતા ગુફામાં ચાલ્યા જેમ બે સખીઓ ત્રીજી સખીને મળે તેમ એ ગુફાની પશ્ચિમ બાજુની ભીંતમાંથી નીકળીને પૂર્વ ભિત્તિની નીચે થઈ ઉન્મસા અને નિમગ્ના નામની બે નદીઓ ગંગાને મળે છે ત્યાં આવી, પૂર્વની પેઠે તે નદીની ઉપર પાર કરી ચક્રી સેનાની સાથે તે નદીઓ ઉતર્યા. સૈન્યરૂપ શલ્યથી આતુર થયેલા વૈતાઢયે પ્રેરણા કરી હોય તેમ ગુફાનાં દક્ષિણદ્વાર તત્કાળ સ્વયમેવ ઉઘડી ગયાં. એટલે કેશરસિંહની પેઠે નરકેશરી ગુફા બહાર નીકળે અને ગંગાના પશ્ચિમ તટ ઉપર તેમણે પડાવ નાંખ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy