SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ રાજ્યાભિષેક મહત્સવ સગ ૪ થી અનેક પ્રકારના રસવાળા આહારનું ભોજન કર્યું. પછી યેગી જેમ ગમાં કાળ નિગમન કરે તેમ રાજાએ નવરસ નાટકથી અને મનહર સંગીતથી કેટલાક કાળ નિગમન કર્યો. એક વખતે સુરનરોએ આવી વિજ્ઞપ્તિ કરી કે –“મહારાજ તમે વિદ્યાધરપતિઓ સહિત ષટખંડ પૃથ્વી સાધી છે તેથી હે ઇદ્ર જેવા પરાક્રમવાળા ! હવે અમને આશા આપ એટલે અમે તમારો સ્વચ્છેદપણે મહારાજ્યાભિષેક કરીએ. મહારાજાએ આજ્ઞા આપી એટલે દેવતાઓએ નગરની બહાર ઈશાન કુણે સુધર્માસભાને એક ખંડ હોય તે મંડપ રચ્યું. તેઓ કહો, નદીઓ, સમુદ્ર અને બીજા તીર્થોનાં જળ, ઔષધિ અને મુસ્તિકા લાવ્યા. મહારાજાએ પૌષધાલયમાં જઈ અષ્ટમ તપ કર્યો, કારણ કે તપથી મેળવેલું રાજ્ય તપવડે જ સુખમય રહે છે. અષ્ટમ તપ પૂર્ણ થયે અંતાપુર અને પરિવારથી આવૃત થઈ. હાથી ઉપર બેસી ચક્રી તે દિવ્ય મંડપે પધાર્યા. પછી અંતઃપુર અને હજારે નાટક સાથે તેમણે ઊંચે પ્રકારે રચેલા અભિષેકમંડ૫માં પ્રવેશ કર્યો, ત્યાં સ્નાનપીઠમાં સિંહાસન ઉપર આરૂઢ થયા તે વખતે હાથી પર્વતના શિખર ઉપર આરૂઢ થયા જેવો દેખાવ થયો. જાણે ઇદ્રની પ્રીતિને લીધે હોય તેમ તેઓ પ્રાચી (પૂર્વ) દિશા તરફ મુખ કરીને રત્નસિંહાસન ઉપર બેઠા. જાણે થોડાક હોય તેમ બત્રીસ હજાર રાજાઓ ઉત્તર તરફના પગ થીએ થઈને સ્થાનપીઠ ઉપર ચડ્યા અને ચક્રવતીની નજીક ભદ્રાસને ઉપર, દેવતાઓ જેમ ઇદ્રની સામે અંજલિ જોડે તેમ અંજલિ જેડીને બેઠા. સેનાપતિ, ગૃહપતિ, વદ્ધકિ પુરોહિત અને શ્રેષ્ઠી વિગેરે દક્ષિણ પાનશ્રેણીથી સ્નાનપીઠ ઉપર આરૂઢ થયા. જાણે ચકીને વિજ્ઞપ્તિ કરવાને ઈચ્છતા હોય તેમ પિતાને યોગ્ય આસને ઉપર તેઓ અંજલિ જેડીને બેઠા. પછી આદિદેવને અભિષેક કરવાને માટે ઇદ્રો આવે તેમ આ નરદેવને અભિપેક કરવાને તેમના અભિગિક દેવતાઓ નજીક આવ્યા. જળપૂર્ણ હોવાથી મેઘ જેવા, જાણે ચકલાક પક્ષીઓ હોય તેવા મુખભાગ ઉપર કમલવાળા અને અંદરથી જળ પડવા સમયે વાજિંત્રના નાદને અનુસરનારા શબ્દોવાળા સ્વાભાવિક અને વકીય રત્નકલશથી તેઓ સર્વે મહારાજાને અભિષેક કરવા લાગ્યા. પછી જાણે પિતાના નેત્રો હોય તેવા જળભરિત કુંભથી બત્રીસ હજાર રાજાઓએ તેમને શુભ મુહુતે અભિષેક કર્યો. અને પિતાને મસ્તકે કમલકેશ જેવી અંજલિ જોડી “તમે જય પામે, તમે વિજય પામે એમ બેલી ચકીને વધાવવા લાગ્યા. ત્યાર પછી સેનાપતિ અને શ્રેષ્ઠી વિગેરે જળથી અભિષેક કરી, તે જળની જેવા ઉજજવળ વાકયથી સ્તુતિ કરવા લાગ્યા. પછી તેઓએ પવિત્ર, રૂવાટા વાળા, કમળ અને ગંધકષાયી વસથી માણિકયની જેમ ચીકીના અંગનું માર્જન કર્યું, તથા ઐરિકધાત(ગુરુ)થી સુવર્ણની જેમ કાંતિને પિષણ કરનારા દેશીષચંદનના રસથી મહારાજાના અંગને વિલેપન કર્યું. દેવતાઓએ ઈન્દ્ર આપેલે અષભસ્વામીને મુગટ તે અભિષિક્ત અને રાજાઓમાં અગ્રેસર ચક્રવતીના મસ્તક ઉપર આજેપણ કર્યો તેમના મુખ ચંદ્રની પાસે રહેલા ચિત્રો અને સ્વાતિ નક્ષત્રો હોય તેવાં રત્નકુંડળો બંને કર્ણમાં પહેરાવ્યાં; સૂત્રથી પરાવ્યા વિના સમકાળે હારરૂપ એક મેતી જ ઉત્પન્ન થયેલ હોય તે છીપના મતીને એક હાર તેમના કંઠમાં નાંખે; જાણે સર્વ અલંકારેના હારરૂપ રાજાને યુવરાજ હોય તે એક સુંદર અર્ધહાર તેમના ઉપસ્થળ ઉપર આપણુ કર્યોજાણે કાંતિવાન અશકના સંપુટ હોય તેવા ઉજજવળ કાંતિથી શોભતાં બે દેવદૂષ્ય વસ્ત્રો રાજાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy