SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું. ભગવંતને રાજ્યાભિષેક સુવર્ણની વેદિકા કરીને અતિપાંકબલા શિલાની જેમ તેની ઉપર એક સિંહાસન રચ્યું અને પૂર્વ દિશાના અધિપતિ–તેમણે સ્વસ્તિવાચક(ગોર)ની પેઠે દેવે લાવેલા તીર્થજળથી પ્રભુને રાજ્યાભિષેક કર્યો. પછી ઈ નિર્મળપણથી જાણે ચંદ્રના સુંદર તેજમય હોય તેવા દિવ્ય વસ્ત્રો સ્વામીને ધારણ કરાવ્યા અને ત્રણ જગતના મુગટરૂપ સ્વામીના અંગ પર મુગટ વગેરે રત્નાલંકાર એગ્ય સ્થાને પહેરાવ્યાં. એટલામાં યુગલીઆઓ અંજિનીના પત્રમાં જળ લઈને આવ્યા. તેઓ પ્રભુને ભૂષિત જોઈ જાણે અર્થ ધરી રહ્યાં હોય તેમ ઊભા રહ્યા. દિવ્ય વસ્ત્ર અને અલંકારથી અલંકૃત થયેલા પ્રભુના મસ્તક ઉપર આ જળ, નાખવું ઘટે નહિ, એમ વિચારીને તેઓએ તેમના ચરણ ઉપર તે જળ ક્ષેપડ્યું. તેથી આ સર્વે યુગ્મધમીઓ સારી રીતે વિનીત થયા છે એમ જાણી તેઓને રહેવાને માટે વિનીતા નામે નગરી નિર્માણ કરવા કુબેરને આજ્ઞા કરી ઈદ્ર સ્વસ્થાનકે ગયા. કુબેરે બાર જન લાંબી નવ જન વિસ્તારવાળી વિનીતા નગરી રચી અને તેનું નામ અયોધ્યા એવું બીજું નામ પણ રાખ્યું. યક્ષપતિ કુબેરે તે નગરીને અક્ષય એવા વસ્ત્ર, નેપથ્ય અને ધનધાન્યથી ભરપૂર કરી. તે નગરીમાં હીરા, ઈન્દ્રનીલ મણિ અને વૈદુર્ય મણિની મોટી હવેલીઓ પિતાના કબુર કિરણથી આકાશમાં ભીંત સિવાય પણ ચિત્રવિચિત્ર ક્રિયાઓ કરતી હતી અને મેરુ પર્વતના શિખર જેવી સુવર્ણની ઊંચી હવેલીએ વજાના મિષથી ચોતરફ પત્રલંબનની લીલાને વિસ્તારતી હતી. તે નગરીના કિલ્લા ઉપર માણેકના કાંગરાઓની શ્રેણ હતી, તે વિદ્યાધરની સુંદરીઓને યત્ન સિવાય દર્પણરૂપ થઈ પડી હતી. તે નગરીને વિષે ઘરના આંગણામાં મેતીના સાથીઆ પૂરેલા હતા, તેથી તેમાંનાં મોતી વડે બાલિકાઓ સ્વેચ્છાથી પાંચીકે રમવાની ક્રીડા કરતી હતી. તે નગરીના ઉદ્યાનમાંહેના ઊંચા વૃક્ષો ઉપર અહનિશ અથડાતા ખેચરીઓના વિમાને ક્ષણવાર પક્ષિઓનાં માળાને દેખાવ આપતા હતા. ત્યાં અટારીઓમાં અને હવેલીઓમાં પડેલા મેટા રત્નરાશીને જોઈ તેવા શિખરવાળા રેહણાચલની શંકા થતી હતી. ત્યાં ગૃહવાપિકાઓ જલક્રીડાને વિષે રક્ત સુંદરીઓના મેતી હાર ત્રુટી જવાથી તામ્રપણું સરિતાની શોભાને ધારણ કરતી હતી. ત્યાં એવા તે ધનાઢય લકે વસતા હતા કે જેમાંથી એક વ્યાપારીના પુત્રને જોઈને પણ જાણે ધનદ પોતે જ વ્યાપાર કરવાને આવેલ હોય એમ જણાતું હતું. ત્યાં રાત્રીએ ચંદ્રકાંતમણિની ભી તેમાંથી ઝરતા એવા જળ વડે શેરીઓની રજ સર્વત્ર શાંત થતી હતી. એ નગરી અમૃત જેવા જળવાળા લાખો વાવ, કૂવા અને સરવરેથી નવીન અમૃતના કંડવાળા નાગલોક જેવી શોભતી હતી. જન્મથી વશ લક્ષ પૂર્વે ગયા ત્યારે પ્રભુ પ્રજાને પાળવા માટે તે નગરના રાજા થયા. મંત્રોમાં કારની જેમ સર્વ રાજાઓમાં પ્રથમ રાજા એવા ઋષભપ્રભુ પોતાના અપત્યની પેઠે પ્રજાને પાળવા લાગ્યા. તેમણે અસપુરૂષોને શિક્ષા આપવાને વિષે અને પુરુષોને પાળવાને વિષે ઉદ્યમ કરનારા અને જાણે પિતાના અંગીભૂત હોય તેવા મંત્રીઓ નીમ્યા. ઈન્દ્રના લોકપાળની જેમ મહારાજા રાષભદેવે પોતાના રાજ્યમાં ચારી વિગેરેથી રક્ષા ૧ મેરુ પર્વત ઉપરની તીર્થકર ભગવાનને જન્માભિષેક કરવાની શિલા. ૨ કમલિની. ૩ વિનયવાળા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy