SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવંતને થયેલી સંતતી સર્ગ ૨ જે. સ્વર્ગપતિ ઈન્દ્ર પણ રવસ્થાને ગયા. સ્વામીએ બતાવેલી વિવાહની રીતિ ત્યારથી લેકમાં પ્રવતી, કેમકે મોટા લોકોની સ્થિતિ પરને માટે જ હોય છે. હવે અનાસક્ત એવા પ્રભુ બંને પત્નીઓ સાથે ભોગ ભેગવવા લાગ્યા કેમકે તે સિવાય પૂર્વના શાતા વેદનીય કર્મને ક્ષય પણ થતો નથી. વિવાહામંતર પ્રભુએ તે પત્નીઓની સાથે જરા ન્યૂન છ લક્ષ પૂર્વ સુધી વિલાસ કર્યો. તે સમયે બાહુ અને પીઠના જીવ સર્વાર્થસિદ્ધ વિમાનથી ચવીને સુમંગલાની કુક્ષિમાં યુવમરૂપે ઉત્પન્ન થયા અને સુબાહુ તથા મહાપીઠના જીવ પણ તે જ સર્વાર્થસિદ્ધ વિમાનથી ઍવીને તેવી જ રીતે સુનંદાની કુક્ષિમાં ઉત્પન્ન થયા. સુમંગલાએ મરુદેવાની પેઠે ગર્ભના માહાભ્યને સૂચવનારા ચતુર્દશ મહાસ્વપ્નો જોયા. દેવીએ પ્રભુને તે સ્વપ્ન નિવેદિત કર્યા એટલે પ્રભુએ કહ્યું- “તમારે ચક્રવતી પુત્ર થશે.' સમય આવતાં પૂર્વ દિશા જેમ સૂર્ય અને સંધ્યાને જન્મ આપે તેમ સુમંગલાએ પિતાની કાંતિથી દિશાઓને પ્રકાશ કરનારા ભારત અને બ્રાહ્મી- એ બે અપત્યને જન્મ આપ્યો અને વર્ષાઋતુ જેમ મેઘ અને વિદ્યુતને જન્મ આપે તેમ સુનંદાએ સુંદર આકૃતિવાળા બાહુબલિ અને સુંદરીને જન્મ આપ્યો. પછી સુમંગલાએ વિદર પર્વતની ભૂમિ જેમ રત્નોને ઉત્પન્ન કરે તેમ અનુક્રમે પુત્રના ઓગણપચાસ જેડલા (૯૮ પુત્ર) ને ઉત્પન્ન કર્યા–જન્મ આપ્યો. વિધ્યાદ્રિમાં હાથીના બાળકોની પેઠે મહાપરાક્રમી અને ઉત્સાહી એવા તે બાળકે આમતેમ રમતા અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. જેમ ઘણી શાખાએથી મોટું વૃક્ષ શેભે તેમ તે અપત્યથી તરફ વિંટાયેલા ઋષભસ્વામીશોભવા લાગ્યા. તે સમયે પ્રાત:કાળે જેમ દીપકનું તેજ હણાઈ જાય તેમ કાળદેષથી કલ્પવૃક્ષોને પ્રભાવ હણવા (એ છે થવા) લાગ્યો. અશ્વસ્થ નામના વૃક્ષમાં જેમ લાખના કણ ઉત્પન્ન થાય, તેમ જુગલીઓમાં ક્રોધાદિક કષાયે શનૈઃ શનૈઃ ઉત્પન્ન થવા લાગ્યા અને સર્ષ જેમ ત્રણ પ્રકારના પ્રયત્નવિશેષને ન ગણે તેમ જુગલીઆઓ હાકાર, માકાર અને ધિક્કાર એ ત્રણ પ્રકારની નીતિનું ઉલ્લંઘન કરવા લાગ્યા. તેથી જુગલીઆઓએ એકઠા થઈ પ્રભુ પાસે આવી અસમંજસ બનતા સર્વ બનાવે નિવેદન કર્યા. તે સાંભળીને ત્રણ જ્ઞાન ધરાવનારા-જાતીસ્મરણુવાન પ્રભુએ કહ્યું-લકમાં જેઓ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે તેઓને શિક્ષા કરનારા રાજા હોય છે, તેને પ્રથમ ઊંચા આસન ઉપર બેસારી અભિષેક કરવામાં આવે છે. તેમજ તે ચતરંગ સૈન્યવાળા અને અખંડિત શાસનવાળો હોય છે. ત્યારે તેઓએ કહ્યું- સ્વામિન ! તમે અમારા રાજા થાઓ; અમારી ઉપેક્ષા તમારે કરવી ન જોઈએ, કેમકે અમારામાં આપની સદશ બીજે કે જોવામાં આવતું નથી.” પ્રભુએ કહ્યું-“તમે ઉત્તમ એવા નાભિ કુળકર પાસે જઈને પ્રાર્થના કરે, તે તમને રાજા આપશે. તેઓએ તે પ્રમાણે નાભિ કુલકરની પાસે જઈ યાચના કરી એટલે કુળકરમાં અગ્રણી એવા નાભિએ કહ્યું- ઋષભ તમારે રાજા થાઓ.” પછી સર્વ જુગલીઆઓ હર્ષ પામી પ્રભુની પાસે આવીને કહેવા લાગ્યા–“નાભિ કુળકરે તમને જ અમારા રાજ ઠરાવ્યા છે.” એમ કહી સર્વે યુગ્મધમીએ સ્વામીને અભિષેક કરવા માટે જળ લેવા ગયા. તે વખતે સ્વર્ગપતિ ઈન્દ્રનું સિંહાસન કંપ્યું. અવધિજ્ઞાનથી પ્રભુને રાજ્યાભિષેક સમય જાણું તે જેમ એક ગૃહમાંથી બીજા ગૃહમાં જાય તેમ ક્ષણવારમાં ત્યાં આવ્યો. પછી સૌધર્મકલપના ઈન્દ્ર Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy