________________
૧૯૮ ભાવી તીર્થકરેનું વર્ણન.
સગ ૬ ઠ્ઠો. પૂજ્ય રાજા અને જયાદેવીના પુત્ર વાસુપૂજ્ય નામે બારમા તીર્થંકર થશે તેમને રક્ત વર્ણ,
તેર લાખ વર્ષનું આયુષ્ય અને સીત્તેર ધનુષ પ્રમાણુ કાયા થશે, એમને ચેપન લાખ વર્ષને દીક્ષા પર્યાય અને ચોપન સાગરોપમનું અંતર થશે. કાંપિલ્ય નામે નગરમાં કૃતવર્મા રાજા અને શ્યામાદેવીના પુત્ર વિમલ નામના તેરમા તીર્થંકર થશે, તેમનું સાઠ લાખ વર્ષનું આયુષ, સુવર્ણના જેવો વર્ણ અને સાઠ ધનુષની કાયા થશે. તેમને વ્રતમાં પંદર લક્ષ વર્ષ વ્યતીત થશે અને વાસુપૂજ્ય તથા તેમના મેક્ષમાં ત્રીશ સાગરોપમનું અંતર થશે. અધ્યામાં સિંહસેન રાજા અને સુયશાદેવીના પુત્ર અનંત નામે ભગવાન ચૌદમા તીર્થકર થશે, તેમની સુવર્ણના જેવી કાંતિ, ત્રીશ લાખ વર્ષ આયુષ અને પચાસ ધનુષ ઉન્નત કાયા થશે. એમને સાડાસાત લાખ વર્ષને વતપર્યાય તથા વિમળનાથ અને તેમના મેક્ષ વચ્ચે નવ સાગરોપમનું અંતર થશે. રત્નપુરમાં ભાનુરાજા અને સુવ્રતા દેવીના પુત્ર ધર્મ નામે પંદરમા તીર્થંકર થશે તેમને સુવર્ણ જેવો વર્ણ, દશ લાખ વર્ષનું આયુષ્ય અને પીસ્તાલીશ ધનુષની કાયા થશે. એમને અઢી લાખ વર્ષને વતપર્યાય અને અનંતનાથ તથા તેમના મેક્ષ વચ્ચે ચાર સાગરોપમનું અંતર થશે. ગજપૂર નગરમાં વિશ્વસેન રાજા અને અચિરાદેવીના પુત્ર શાંતિ નામે સેળમા તીર્થંકર થશે, તેમને સુવર્ણ સદશ વર્ણ, લાખ વર્ષનું આયુષ્ય, ચાળીશ ધનુષની કાયા, પચીશ હજાર વર્ષને વ્રતપર્યાય અને પોણાપલ્યોપમે ન્યૂન ત્રણ સાગરોપમનું અંતર થશે. તેજ ગજપૂરમાં શરરાજા અને શ્રીદેવી રાણીના પુત્ર કુંથુ નામના સત્તરમા તીર્થંકર થશે; તેમને સુવર્ણ જે વર્ણ, પંચાણું હજાર વર્ષનું આયુષ્ય અને પાત્રીય ધનુષની કાયા થશે. એમને વ્રતપર્યાય –વીશ હજાર અને સાડા સાતસો વર્ષને અને શાંતિનાથ તથા તેમના મેક્ષમાં અદ્ધ પલ્યોપમનું અંતર થશે. તે જ ગજપૂર નગરમાં સુદર્શન રાજા અને દેવી રાણીના અર નામે પુત્ર અઢારમા તીર્થંકર થશે, તેમની સુવર્ણ જેવી કાંતિ, ચોરાશી હજાર વર્ષનું આયુષ્ય અને ત્રીશ ધનુષની કાયા થશે, એમને બતપર્યાય એકવીશ હજાર વર્ષ અને કુંથુનાથ તથા તેમના નિર્વાણુમાં એક હજાર કેડ વર્ષે ન્યૂન પોપમના ચેથા ભાગનું અંતર થશે. મિથિલા નગરીમાં કુંભરાજા અને પ્રભાવતી દેવીના પુત્રી મલ્લિનાથ નામે ઓગણીશમાં તીર્થકર થશે; તેમને નીલ વર્ણ, પંચાવન હજાર વર્ષનું આયુષ્ય અને પચીશ ધનુષની કાયા થશે. એમને વ્રતપર્યાય ચેપન હજાર અને નવ વર્ષ તથા મિક્ષમાં એક હજાર કેટી વર્ષનું અંતર થશે. રાજગૃહ નગરમાં સુમિત્ર રાજા અને પદ્યાદેવીના પુત્ર સુત્રત નામે વીસમા તીર્થંકર થશે, તેમને કૃષ્ણ વર્ણ, ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય અને વીશ ધનુષની કાયા થશે; એમને બતપર્યાય સાડાસાત હજાર વર્ષ અને મોક્ષમાં ચેપન લાખ વર્ષનું અંતર થશે. મિથિલા નગરીમાં વિજય રાજા અને વપ્રાદેવીના પુત્ર નમિ નામે એકવીશમા તીર્થકર સુવર્ણ જેવા વર્ણવાળા, દશ હજાર વર્ષના આયુષ્યવાળા અને પંદર ધનુષ ઉન્નત કાયાવાળા થશે, એમને વતપર્યાય અઢી હજાર વર્ષ અને મુનિસુવ્રત તથા તેમના મોક્ષમાં છ લાખ વર્ષનું અંતર થશે. શૌર્યપુરમાં સમુદ્રવિજ્ય રાજા અને શિવાદેવીના પુત્ર નેમિ નામે બાવીસમા તીર્થંકર થશે; તેમને શ્યામ વર્ણ, હજાર વર્ષનું આયુષ્ય અને દશ ધનુષ. ની કાયા થશે. એમને વ્રતપર્યાય સાત વર્ષ અને નમિનાથ તથા તેમના મોક્ષમાં પાંચ લાખ વર્ષનું અંતર થશે. વારાણસી (કાશી) નગરીમાં અશ્વસેન રાજા અને વાયારાણીના પુત્ર પાશ્વનાથ નામે ત્રેવીસમા તીર્થંકર થશે; તેમને નીલ વર્ણ, એ વર્ષનું આયુષ્ય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org