________________
પર્વ ૧ લું. ભાવી તીર્થકરાનું સ્વરૂપ.
૧૯૭ ભગવાને કહ્યું-“હે ચક્રી ! આ ભરતખંડમાં મારી પછી બીજા ત્રેવીસ અહંન્ત થશે અને તારા સિવાય બીજા અગિયાર ચક્રવત્તી થશે, તેમાં વિશિમા અને બાવીસમા તીર્થકરે ગૌતમગાત્રી થશે અને બીજા કાશ્યપગોત્રી થશે તથા તે સર્વ મોક્ષગામી થશે. અયોધ્યામાં જિતશત્રુ રાજા અને વિજયા રાણીના પુત્ર બીજા અજિત નામે તીર્થકર થશે, તેમનું તેર લક્ષ પૂર્વનું આયુષ, સુવર્ણના જેવી કાંતિ અને સાડાચારશે ધનુષની કાયા થશે અને તેઓ પૂર્વાગે ઊણુ લક્ષ પૂર્વના દીક્ષા પર્યાયવાળા થશે. મારા અને અજિતનાથના નિર્વાણુકાળમાં પચાસ લાખ કોટિ સાગરોપમનું અંતર છે. શ્રાવતી નગરીમાં જિતારી રાજા અને સેનારાણીના પુત્ર ત્રીજા સંભવ નામે તીર્થકર થશે; તેમને સુવર્ણના જે વર્ણ, સાઠ લાખ પૂર્વનું આયુષ અને ચારોં ધનુષ ઊંચું શરીર થશે. તેઓ ચાર પૂર્વાગે હીન લાખ પૂર્વને દીક્ષા પર્યાય પાળશે અને અજિતનાથ તથા તેમના નિર્વાણ વચ્ચે ત્રીશ લાખ ક્રોડ સાગરેપમનું અંતર થશે. વિનીતાપુરીમાં સંવરરાજા અને સિદ્ધાર્થી રાણીના પુત્ર ચોથા અભિનંદન નામે તીર્થકર થશે; તેમનું પચાસ લાખ પૂર્વનું આયુષ, સાડાત્રણસેં ધનુષ. ની કાયા અને સુવર્ણ જે વર્ણ થશે. તેમને દીક્ષા પર્યાય આઠ પૂર્વાગે ન્યૂન લાખ પૂર્વને થશે અને દશ લાખ ક્રોડ સાગરોપમનું અંતર થશે. તે જ નગરીમાં મેઘરાજા અને મંગલારાણીના પુત્ર સુમતિ નામે પાંચમા તીર્થંકર થશે; તેમને સુવર્ણ જે વર્ણ, ચાલીશ લક્ષ પૂર્વ આયુષ અને ત્રણસેં ધનુષની કાયા થશે. વતપર્યાય દ્વાદશ પૂર્વાગે ઊણ લાખ પૂર્વને થશે અને અંતર નવ લાખ કટિ સાગરોપમનું થશે. કૌશાંબી નગરીમાં વરરાજા અને સુસીમા દેવીના પુત્ર પદ્મપ્રભ નામે છઠ્ઠા તીર્થકર થશે; તેમને રક્ત વર્ણ, ત્રીશ લક્ષ પૂર્વ આયુષ અને અઢશે ધનુષની કાયા થશે. એમને વતપર્યાય સેળ પૂર્વાગે ન્યૂન લાખ પૂર્વને અને અંતર નેવું હજાર કોટી સાગરોપમનું થશે. વારાણસી નગરીમાં પ્રતિષ્ઠ રાજા અને પૃથ્વી રાણીના પુત્ર સુપાશ્વ નામે સાતમા તીર્થંકર થશે; તેમની સુવર્ણ જેવી કાંતિ વિશ લક્ષ પૂર્વ આયુષ અને બશે ધનુષની કાયા થશે. એમને વ્રતપર્યાય વિશ પૂર્વાગે
ન્યૂન લાખ પૂર્વ અને નવ હજાર કેટી સાગરોપમનું અંતર થશે. ચંદ્રાનન નગરમાં મહાસેન રાજા અને લક્ષમણું દેવીના પુત્ર ચંદ્રપ્રભ નામે આઠમા તીર્થંકર થશે; તેમને શ્વેત વર્ણ, દશ લક્ષ પૂર્વ આયુષ અને દેહસે ધનુષની કાયા થશે. તથા વ્રતપર્યાય ચોવીશ પૂર્વીગે હીન લક્ષ પૂર્વ અને નવશે કેટી સાગરોપમનું અંતર થશે. કાર્કદી નગરીમાં સુગ્રીવ રાજા અને રામાદેવીના પુત્ર સુવિધિ નામે નવમા તીર્થંકર થશે, તેમને વેત વર્ણ બે લક્ષ પૂર્વ આયુષ અને એક સે ધનુષની કાયા થશે. વ્રતપર્યાય અઠ્યાવીશ પૂર્વાગે હીન લક્ષ પૂર્વ અને નેવું કટી સાગરોપમનું અંતર થશે. ભદ્દિલપુરમાં દઢરથ રાજા અને નંદા દેવીના પુત્ર શીતવી નામે દશમા તીર્થંકર થશે; તેમને સુવર્ણના જે વર્ણ, લક્ષ પૂર્વનું આયુષ, નેવું ધનુષની કાયા, પચીશ હજાર પૂર્વને વ્રતપર્યાય અને નવ કેટી સાગરોપમનું અંતર થશે. સિંહપુરમાં વિશ્વગુરાજા અને વિષ્ણુદેવીના પુત્ર શ્રેયાંસ નામે અગિયારમા તીર્થંકર થશે; તેમની સુવર્ણ જેવી કાંતિ, એંશી ધનુષની કાયા, રાશી લક્ષ વર્ષનું આયુષ, એકવીશ લાખ વર્ષને વ્રતપર્યાય તથા છવ્વીશ હજાર અને છાસઠ લાખ વર્ષે તથા સો સાગરોપમે ન્યૂન એક ક્રોડ સાગરોપમનું અંતર થશે. ચંપાપુરીમાં વસુ
૧. ચોરાશી લાખ વર્ષ તે પૂર્વાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org