________________
પર્વ ૧ લું
ભાવી ચક્રવતીઓનું વર્ણન. નવ હાથની કાયા થશે. એમને વ્રતપર્યાય સીત્તેર વર્ષ અને મેક્ષમાં ચાસી હજાર અને સાડા સાતશે વર્ષનું અંતર થશે. ક્ષત્રિયકુંડ ગામમાં સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા દેવીના પુત્ર મહાવીર નામે એવી શમા તીર્થંકર થશે તેમને સુવર્ણ જે વર્ણ, તેર વર્ષનું આયુષ્ય અને સાત હાથની કાયા થશે. એમને વતપર્યાય બેંતાળીસ વર્ષ અને પાર્શ્વ નાથને મોક્ષ તથા તેમના મેક્ષ વચ્ચે અંતર અઢી વર્ષનું થશે.
ચક્રવર્તીઓ સર્વે કાશ્યપગોત્રી અને સુવર્ણન જેવી કાંતિવાળા થશે; તેમાં આઠ. ચક્રીઓ મોક્ષે જનારા છે, બે સ્વર્ગે જનારા છે ને બે નરકે જનારા છે. તમે જેમ મારા વખતમાં થયા તેમ અધ્યા નગરીમાં અજિતનાથના વખતમાં સગર નામે બીજા ચક્રવતી થશે. તે સુમિત્ર રાજા અને યશેમતી રાણીના પુત્ર, તેમની સાડા ચારશે ધનુષની કાયા અને બેંતેર લક્ષપૂર્વનું આયુષ્ય થશે. શ્રાવતી નગરીમાં સમુદ્રવિજય રાજા અને ભદ્રારાણીના પુત્ર મઘવા નામે ત્રીજા ચક્રી થશે, તેમની સાડીબેંતાલીશ ધનુષની કાયા અને પાંચ લાખ વર્ષનું આયુષ્ય થશે. હસ્તીનાપુરમાં અશ્વસેન રાજા અને સહદેવી રાણીના પુત્ર સનકુમાર નામે ચોથા ચકી, ત્રણ લક્ષ વર્ષના આયુષ્યવાળા અને સાડીએકતાળીશ ધનુષની કાયાવાળા થશે. ધર્મનાથ અને શાંતિનાથના અંતરમાં એ બે ચક્રીઓ ત્રીજા દેવકેમાં જનારા થશે. શાંતિ, કુંથુ અને અર એ ત્રણ અહીં જ ચક્રવતી પણ થશે. ત્યારપછી હસ્તીનાપુરમાં કૃતવીર્ય રાજા અને તારા રાણીના પુત્ર સુલૂમ નામે આઠમા ચક્રવસ્તી થશે, તેમનું સાઠ હજાર વર્ષનું આયુષ્ય અને અઠયાવીશ ધનુષની કાયા થશે. તેઓ અરનાથ અને મલ્લિનાથના અંતરમાં થશે અને સાતમી નરકે જશે. તે પછી વારાણસીમાં પવોત્તર રાજા અને વાલા રાણીના પુત્ર પદ નામે નવમા ચક્રવત્તી થશે, તેમનું ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય અને વિશ ધનુષની કાયા થશે. કાંપિલ્ય નગરમાં મહાહરિ રાજા અને મેરા દેવીના પુત્ર હરિફેણ નામના દશમા ચક્રી દશ હજાર વર્ષના આયુષ્યવાળા અને પંદર ધનુષની કાયાવાળા થશે. એ બંને ચકવરી મુનિસુવ્રત અને નમિનાથ અર્હતના સમયમાં થશે. પછી રાજગૃહ નગરમાં વિય રાજા અને વપ્રા દેવીના પુત્ર જય નામે અગિયારમાં ચક્રવત્તી થશે, તેમનું ત્રણ હજાર વર્ષનું આયુષ્ય અને બાર ધનુષની કાયા થશે. તે નમિનાથ અને નેમિનાથના અંતરમાં થશે. તે ત્રણે ચકી મેક્ષે જશે. છેલ્લા કાંપિલ્યનગરમાં બ્રા રાજા અને ચુલની રાણીના પુત્ર બ્રહ્મદત્ત નામે બારમા ચક્રવત્તી નેમિનાથ અને પાર્શ્વનાથના અંતરમાં થશે. તેમનું સાતશે વર્ષનું આયુષ્ય અને સાત ધનુષની કાયા થશે. તે રૌદ્ર ધ્યાનમાં તત્પર રહી સાતમી નરકભૂમિમાં જશે.'
ઉપરને વિષચ કહી, ભરતે પ્રભુને કાંઈ પૂછયું નહોતું, તથાપિ પ્રભુ બોલ્યા-ચક્રવસ્તીથી અરધા પરાક્રમવાળા અને ત્રણ ખંડ પૃથ્વીને ભેગવનારા નવ વાસુદેવ કૃષ્ણ વર્ણવાળા થશે. તેમાંના એક આઠમા વાસુદેવ કશ્યપગાત્રી અને બાકીના આઠ ગૌતમ ગોત્રી થશે. તેમના સા૫ત્ન ભ્રાતાઓ (બાપ એક અને મા જૂદી) બળદેવ પણ નવ હોય છે અને તેઓ શ્વેતવણું હોય છે. તેમાં પ્રથમ પોતનપુર નગરમાં ત્રિપૃષ્ટ નામે વાસુદેવ, પ્રજાપતિ રાજા અને મૃગાવતી રાણીના પુત્ર એંસી ધનુષની કાયાવાળા થશે. શ્રેયાંસ જિનેશ્વર પૃથ્વીમાં વિચરતા હશે તે વખતે ચોરાસી લાખ વર્ષનું આયુષ્ય ભેગવી તે છેલ્લી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org