________________
૨૦૦
ભાવી વાસુદેવે તેમજ બલદેવેનું વર્ણન. સગ ૬ હો. નરકમાં જશે. દ્વારકા નગરીમાં બ્રહ્મ રાજા અને પધા દેવીને પુત્ર દ્વિપૂર્ણ નામે બીજા વાસુદેવ થશે. તેમની સીત્તેર ધનુષની કાયા અને બહોતેર લાખ વર્ષનું આયુષ થશે; તે વાસુપૂજય જિનેશ્વરના વિહાર સમયમાં થઈને અંતે છઠ્ઠી નરકભૂમિમાં જશે. દ્વારકામાં ભદ્ર રાજા અને પૃથ્વીદેવીના પુત્ર સ્વયંભૂ નામે ત્રીજા વાસુદેવ સાઠ ધનુષની કાયાવાળા, સાઠ લાખ વર્ષના આયુષ્યવાળા અને વિમલપ્રભુને વંદન કરનારા થશે. તે અંતે આયુષ પૂર્ણ કરી છઠ્ઠી નરકભૂમિમાં જશે. તે જ નગરીમાં પુરુષોત્તમ નામે ચોથા વાસુદેવ સેમરાજા અને સીતાદેવીના પુત્ર થશે, તેમની પચાસ ધનુષની કાયા થશે. તેઓ અનંતનાથ પ્રભુના સમયમાં ત્રીશ લાખ વર્ષનું આયુષ પૂર્ણ કરી અંતે છઠ્ઠી નરકભૂમિમાં જશે. અશ્વપુર નગરમાં શિવરાજ અને અમૃતાદેવીના પુત્ર પુરુષસિંહ નામે પાંચમા વાસુદેવ ચાલીશ ધનષની કાયા અને દશ લાખ વર્ષના આયુષવાળા થશે. ધર્મનાથ જિનેશ્વરના સમયમાં આયુષને પૂર્ણ કરીને તે છઠ્ઠી નરકભૂમિમાં જશે. ચક્રપુરીમાં મહાશિર રાજા અને લક્ષમીવતીના પુત્ર પુરુષપુંડરીક નામે છઠ્ઠા વાસુદેવ થશે; તેમની ઓગણત્રીશ ધનુષની કાયા અને પાંસઠ હજાર વર્ષનું આયુષ થશે. અરનાથ અને મલ્લિનાથના અંતરમાં આયુષ પૂર્ણ કરી તે છઠ્ઠી નરકમાં જશે. કાશી નગરમાં અગ્નિસિંહ રાજા અને શેષવતી રાણીના પુત્ર દત્ત નામે સાતમા વાસુદેવ છવીશ ધનુષની કાયા અને છપ્પન હજાર વર્ષના આયુષવાળા થશે અને તેઓ પણ અરનાથ તથા મલ્લિનાથના અંતરમાં જ આયુષ પૂર્ણ કરી પાંચમી નરકભૂમિમાં જશે. અયોધ્યા(રાજગૃહ)માં દશરથ રાજા અને સુમિત્રા રાણીના પુત્ર લક્ષ્મણ(નારાયણ)નામે આઠમા વાસુદેવ થશે; તેમની સોળ ધનુષની કાયા અને બાર હજાર વર્ષનું આયુષ થશે. મુનિસુવ્રત અને નમિનાથ તીર્થંકરના અંતરમાં આયુષ પૂર્ણ કરીને ચોથી નરકભૂમિમાં જશે. મથુરાનગરીમાં વસુદેવ અને દેવકીજીના પુત્ર કૃષ્ણ નામે નવમા વાસુદેવ દશ ધનુષની કાયા અને એક હજાર વર્ષના આયુષવાળા થશે. નેમિનાથના સમયમાં મૃત્યુ પામીને તેઓ ત્રીજી નકભૂમિમાં જશે.
ભદ્રા નામની માતાથી અચળ નામે પહેલા બળદેવ* પંચાસી લાખ વર્ષના આયુષવાળા થશે. સુભદ્રા માતાથી વિજય નામે બીજા બળદેવ થશે, તેમનું પંચોતેર લાખ વર્ષનું આયુષ થશે. સુપ્રભા માતાથી ભદ્ર નામે ત્રીજા બળદેવ પાંસઠ લાખ વર્ષના આયુષવાળા થશે. 'સુદર્શના માતાથી સુપ્રભ નામે ચોથા બળદેવ પંચાવન લાખ વર્ષના આયુષવાળા થશે. વિજયા માતાથી સુદર્શન નામે પાંચમા બળદેવ સત્તર લાખ વર્ષના આયુષવાળા થશે.. વૈજયંતી માતાથી આનંદ નામે છઠ્ઠી બળદેવ પંચાશી હજાર વર્ષના આયુષવાળા થશે. જયંતી માતાથી ના નામે સાતમાં બળદેવ પચાસ હ આયુષવાળા થશે. અપરાજિતા (કૌશલ્યા) માતાથી પદ (રામચંદ્ર) નામે આઠમા બળદેવ પંદર હજાર વર્ષના આયુષવાળા થશે. રોહિણું માતાથી રામ (બળભદ્ર) નામે નવમા બળદેવ બારશે વર્ષના આયુષવાળા થશે. તે નવ બળદેવામાં આઠ મોક્ષે જશે અને નવમા રામ (બળભદ્ર) નામે બળદેવ બ્રહ્મ નામે પાંચમા દેવલેમાં જશે, અને ત્યાંથી એવી આવતી ઉત્સર્પિણમાં આ જ ભરતક્ષેત્રમાં અવતરી, કૃણુ નામના પ્રભુના તીર્થમાં
* વાસુદેવના પિતા તે જ બળદેવના પિતા જાણવા અને તેની કાયા પણ વાસુલની કાયા પ્રમાણે સમજવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org