SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું લલિતાંગ દેવને પ્રતિહારે કહેલ સ્વરૂપ ૨૫ “હે નાથ ! આપના જેવા સ્વામીથી આજ અમે ધન્ય થયા છીએ અને સનાથે થયા છીએ, તેથી નમ્ર સેવકે ઉપર આપ અમૃતતુલ્ય દૃષ્ટિથી પ્રસાદ કરે છે સ્વામિન ! સર્વ ઈચ્છિતને આપનારું, અવિનાશી લક્ષ્મીવાળું અને સર્વ સુખનું સ્થાન એવું આ ઈશાન નામે દ્વિતીય દેવલેક છે. આ દેવલોકમાં જે વિમાનને હમણું આપ અલંકૃત કરે છે તે શ્રીપ્રભ નામે પુષ્પગે પ્રાપ્ત કર્યું છે. આપની સભાના મંડનરૂપ આ સર્વે સામાનિક દેવતાઓ છે, જેથી તમે એક છે તે પણ જાણે અનેક છે એવું આ વિમાનમાં દેખાય છે. હે સ્વામિન્ ! મંત્રના સ્થાનરૂપ એવા આ તેત્રીશ પુરોહિત દેવતાઓ છે અને તેઓ આપની આજ્ઞાની ઈચ્છા કરે છે, માટે તેમને સમયોચિત આદેશ કરે. આનંદ કરવામાં પ્રધાનપણું કરનારા આ પર્ષદાના દેવતાઓ છે, જેઓ લીલાવિલાસની ગેષ્ઠીમાં આપના મનને રમાડશે. નિરંતર બખ્તરના પહેરનારા, છત્રીશ પ્રકારનાં તીણ શાને ધારણ કરનારા અને સ્વામીની રક્ષા કરવામાં ચતુર એવા આ તમારા આત્મરક્ષક દેવતાઓ છે. આપના નગરની (વિમાનની) રક્ષા કરનારા આ લેકપાલ દેવતાઓ છે, સૈન્યના ધુરંધર એવા આ સેનાપતિઓ છે અને આ પૌરવાસી તથા દેશવાસી જેવા પ્રકીર્ણક દેવતાઓ આપની પ્રરપ છે. તેઓ સવેર આપની આજ્ઞાને નિર્માલ્ય તરીકે પણ પિતાના મસ્તક ઉપર ધારણ કરશે. આ આભિગિક દેવતાઓ આપની દાસરૂપે સેવા કરનારા છે અને આ કિબિષક દેવતાઓ સર્વ પ્રકારનાં મલિન કાર્ય કરનારા છે. સુંદર રમણીઓથી રમણિક આંગણું વાળા, મનને પ્રસન્ન કરનારા અને રત્નથી રચેલા આ તમારા પ્રાસાદે છે, સુવર્ણકમળની ખાણુરૂપ આ રત્નમય વાપિકાઓ છે, રત્નના અને સુવર્ણના શિખરવાળા આ તમારા કીડાપર્વ છે. હર્ષકારી અને સ્વચ્છ જળવાળી આ ક્રીડાનદીઓ છે, નિત્ય પુષ્પ ફળને આપનારા આ કીડાઉઘાને છે અને પિતાની કાંતિવડે દિશાઓના મુખને પ્રકાશિત કરનાર જાણે સૂર્યમંડળ હોય એવો સુવર્ણ અને માણિજ્યથી રચેલો આ તમારે સભામંડપ છે. ચામર, આદર્શ અને પંખા જેઓના હાથમાં છે એવી આ વારાંગનાઓ તમારી સેવામાં જ મહોત્સવને માનનારી છે અને ચાર પ્રકારનાં વાદ્યમાં ચતુર એ આ ગંધર્વવર્ગ આપની ! પાસે સંગીત કરવાને સજજ થઈ રહ્યો છે.” આ પ્રમાણે પ્રતિહારીએ કહ્યા પછી દીધો છે ઉગ જેણે એવા તે લલિતાંગ દેવને અવધિજ્ઞાનથી જેમ આગલા દિવસની વાતનું સમરણ થાય તેમ પૂર્વ જન્મનું સ્મરણ થયું. “અહો ! પૂર્વે હું વિદ્યાધરને સ્વામી હતે. મને ધર્મમિત્ર એવા સ્વયંભુદ્ધ મંત્રીએ જનંદ્ર ધર્મને બોધ કર્યો હતો, તેથી દીક્ષા લઈને મેં અનશન કર્યું હતું. તેનું આ ફળ પ્રાપ્ત થયું છે. અહા ધર્મને અચિંત્ય પ્રભાવ છે ! એવી રીતે પૂર્વજન્મનું સ્મરણ કરી તત્કાળ ત્યાંથી ઊઠી છડીદારે જેને હાથને ટેકો આપે છે એવા તે દેવે સિંહાસન અલ. કત કર્યું. તે સમયે જ્યધ્વનિ કુરી રહ્યો. દેવતાઓએ તેમને અભિષેક કર્યો, ચામરે વીઝાવા લાગ્યા અને ગાંધર્વો મધુર અને મંગળગીત ગાવા લાગ્યા. પછી ભક્તિવડે ભાવિત મનવાળા તે લલિતાંગ દેવે ત્યાંથી ઊઠી ચૈત્યમાં જઈ શાશ્વતી અહસ્ત્રતિમાઓની પૂજા કરી અને દેવતાઓના ત્રણ ગ્રામના ઉદ્ગારથી મધુર અને મંગળમય ગાયનની સાથે વિવિધ તેત્રોથી જિનેશ્વરની સ્તુતિ કરી. પછી તેણે જ્ઞાનદીપક પુસ્તક વાંચ્યા અને મંડપના સ્તંભ ઉપર ડાબલામાં રહેલા અરિહંતના અસ્થિનું અર્ચન કર્યું. A - 4 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy