________________
પર્વ ૧ લું. વ્યાધિગ્રસ્ત ગુણાકર મુનિને મેળાપ.
उ4 પેઠે ગ્રહણ કરવા માત્રથી અંધકાર (અજ્ઞાન)નો છેદ કરે છે, માટે અહીંથી નગરમાં જઈ પુત્રને રાજ્ય આપી, હંસ જેમ હંસની ગતિને આશ્રય કરે તેમ હું પિતાની ગતિને આશ્રય કરીશ.” પછી જાણે એક મન હેાય તેમ વ્રત ગ્રહણમાં પણ વાદ કરનારી શ્રીમતીની સાથે તે પિતાના લોહાર્ગલ નગરમાં આવ્યા. ત્યાં રાજ્યના લાભથી તેના પુત્રે ધનવડે અમાત્યમંડળને ખુટવ્યું હતું. જળની પેઠે ધનથી કેણુ ન ભેદાય ? પ્રાતઃકાળે પિતાને વત ગ્રહણ કરવું છે અને પુત્રને રાજ્ય આપવું છે એ ચિંતામાં રાત્રે શ્રીમતી અને રાજા સૂઈ ગયા. તે સમયે સુખે સૂતેલ તે દંપતીને મારી નાખવાને રાજપુત્રે વિષધૂમ્ર કર્યો. ઘરમાં ઉઠેલા અગ્નિની પેઠે તેને વારવાને કાણુ સમર્થ થઈ શકે ? જાણે પ્રાણને આકર્ષણ કરવાના આંકડા હોય એવા તે વિષધૂમ્રને ધુમાડે નાસિકામાં પેસવાથી રાજા-રાણ તત્કાળ મૃત્યુ પામ્યા.
તે દંપતી ત્યાંથી ઉત્તરકુરુક્ષેત્રમાં યુગ્મરૂપે ઉત્પન્ન થયા. “એક ચિંતાથી મરણ પામેલાની એક સરખી જ ગતિ થાય છે. એ ક્ષેત્રને આયુષ્ય પૂર્ણ કરી, મૃત્યુ પામી તેઓ સૌધર્મ દેવલોકે નેહવાળા દેવતા થયા. ઘણુ કાળ સુધી દેવ સંબંધી ભેગ ભેગવી આયુષ્ય પૂર્ણ થયે આતપથી જેમ બરફની ગ્રંથિ ગળે તેમ વાજંઘનો જીવ ત્યાંથી ચ્યવીને જંબુદ્વીપના વિદેહ ક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને વિષે સુવિધિ વૈદ્યને ઘેર જીવાનંદ નામે પુત્રરૂપે ઉત્પન્ન થયા. તે વખતે જાણે શરીરધારી ધર્મના ચાર ભેદ હોય તેવા બીજા ચાર બાળકો ઉત્પન્ન થયા. તેઓમાં પ્રથમ ઈશાનચંદ્ર રાજાની કનકાવતી નામે સ્ત્રીથી મહીધર નામે પુત્ર થયે, બીજે સુનાશીર નામે મંત્રીની લમી નામની સ્ત્રીથી જાણે લક્ષ્મીપુત્ર હોય તે સુબુદ્ધિ નામે પુત્ર થયે, ત્રીજે સાગરદત્ત નામના સાર્થવાહની અભયમતી નામની સ્ત્રીથી પૂર્ણભદ્ર નામે પુત્ર થયું અને એથે ધનશ્રેષ્ઠીની શીલમતી નામની સ્ત્રીથી જાણે શીલપુંજ હોય તે ગુણાકર નામે પુત્ર છે. બાળકને રાખનારી સ્ત્રીઓએ પ્રયત્નથી રાત્રી–દિવસ રક્ષા કરાતા તેઓ અંગના સર્વ અવયવે જેમ સાથે વધે તેમ માથે વધવા લાગ્યા. હમેશાં સાથે ક્રીડા કરનારા તેઓ વૃક્ષે જેમ મેઘનું જળ ગ્રહણ કરે તેમ સર્વ કલાકલાપને સાથે જ ગ્રહણ કરવા લાગ્યા. શ્રીમતીને જીવ પણ દેવલોકથી ચ્યવી તે જ નગરમાં ઈશ્વરદત્ત શેઠને કેશવ નામે પુત્ર થયે. પાંચ કરણ અને છઠ્ઠા અંત કરણની પેઠે વિગ રહિત એવા તેઓ છ મિત્ર થયા, તેમાં સુવિધિ વૈદ્યને પુત્ર જીવાનંદ ઔષધિ અને રસવીર્યના વિપાકથી પિતાના પિતા સંબંધી અષ્ટાંગ આયુર્વેદ જાણનાર થયે. હસ્તીમાં એરાવત અને નવગ્રહમાં સૂર્યની જેમ પ્રાજ્ઞ અને નિર્દોષ વિદ્યાવાળે તે સર્વ વૈદ્યોમાં અગ્રણે થયે. તે છ મિત્રે જાણે સદર હેય તેમ નિરંતર સાથે રમતા હતા અને પરસ્પર એક બીજાને ઘેર એકઠા થતા હતા. એક વખતે વૈદ્યપુત્ર જીવાનંદને ઘરે તેઓ બેઠા હતા, તેવામાં એક સાધુ વહરવાને આવ્યા. તે સાધુ પૃથ્વીપાળ રાજાના ગુણાકર નામે પુત્ર હતા અને તેણે મળની જેમ રાજ્ય છેડી શમસામ્રાજ્ય ( ચારિત્ર) ગ્રહણ કર્યું હતું. ગ્રીષ્મઋતુના આતપથી જેમ નદીઓ કૃશ થઈ જાય તેમ તપવડે તેઓ કૃશ થઈ ગયા હતા. અકાળે અને અપથ્ય ભૂજન કરવાથી તેઓને કૃમિકૃષ્ટ વ્યાધિ થયો હત-સર્વાગે કૃમિકૃષ્ટથી વ્યાપ્ત થયા હતા, તે પણ તે મહાત્મા કોઈ વખત ઔષધની યાચના કરતા નહોતા. મુમુક્ષુ જનો કાયા ઉપર અનપેક્ષાવાન જ હોય છે.
૧ ઇન્દ્રિયો. ૨ પિતા પાસેથી જાણેલા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org