________________
૩૪
શ્રીમતીનું પાણિગ્રહણ
સર્ગ ૧ લે. ખુશી થાય તેમ પંડિતાની વાણીથી વસેન રાજા ખુશી થયા અને પછી તરત જ વાજંઘ કુમારને બોલાવીને તેણે કહ્યું-“મારી પુત્રી શ્રીમતી પૂર્વજન્મની પેઠે આ ભવમાં પણ તમારી ગૃહિણી થાઓ.” વાઘે તે કબૂલ કર્યું, એટલે વજસેન ચક્રવતીએ, સમુદ્ર જેમ વિપશુને લક્ષમી પરણાવે તેમ પિતાની પુત્રી શ્રીમતીનું તેની સાથે પાણિગ્રહણ કરાવ્યું. પછી ચંદ્ર અને ચાંદીની પેઠે જોડાયેલા તે સ્ત્રી-ભર્તાર ઉજજ્વળ રેશમી વસ્ત્ર ધારણ કરીને નૃપતિની આજ્ઞા લઈ લેહાગલપુરે ગયા. ત્યાં સુવર્ણ જંઘ રાજાએ પુત્રને યોગ્ય જાણી રાજ્ય ઉપર બેસાડ્યો અને પોતે દીક્ષા ગ્રહણ કરી.
અહીં વસેન ચક્રવતીએ પિતાના પુત્ર પુષ્કરપાળને રાજ્યલક્ષમી આપી દીક્ષા અંગીકાર કરી અને તેઓ તીર્થકર થયા. પિતાની પ્રિયા શ્રીમતીની સાથે વિલાસ જોગવતા વજંઘ રાજાએ, હાથી જેમ કમળને વહન કરે તેમ રાજ્યને વહન કર્યું. ગંગા અને સાગરની પેઠે વિયેગને નહી પામતાં-નિરંતર ભેગસુખ ભેગવતાં તે દંપતીને એક પુત્ર ઉત્પન્ન થયે. એવામાં સર્પના ભારાની ઉપમાને સેવન કરનારા અને મહાક્રોધી એવા સીમાના સામંત રાજાઓ પુષ્કરપાળ કુમારથી વિરુદ્ધ થયા. સર્પની પેઠે તેઓને વશ કરવાને તેણે વજ જંઘ રાજાને બોલાવ્યા અને તે બળવાન રાજા તેને મદદ કરવા ચાલ્યો. ઈંદ્રની સાથે ઈંદ્રાણી ચાલે તેમ અચળ ભકિતવાળી શ્રીમતી પણ તેની સાથે ચાલી. અર્ધમાગે ગયા ત્યાં અમાવાસ્યાની રાત્રિએ પણ ચંદ્રિકાના ભ્રમને આપનારું એક મોટું શકિટનું વન તેમના જવામાં આવ્યું. “આ વનમાં દૃષ્ટિવિષ સર્ષ રહે છે એમ પાંથાએ કહ્યું એટલે તે બીજે માગે ચાલ્યા, કારણ કે નીતિન પુરુષો પ્રસ્તુતાથમાં જ તત્પર હોય છે. અનુક્રમે પુંડરીકની ઉપમાવાળા વજકંધ પુંડરીકિણી નગરીમાં આવ્યા અને તેના બળથી પુષ્કરપાળને સર્વ સામંત વશ થયા. વિધિજ્ઞ પુષ્કરપાળે વડિલની માફક વાજે ઘ રાજાને ઘણું સત્કાર કર્યો.
અન્યદા શ્રીમતીના બંધુની આજ્ઞા લઈને, લક્ષ્મીની સાથે જેમ લક્ષમીપતિ ચાલે તેમ વજંઘ રાજા શ્રીમતીની સાથે ત્યાંથી પોતાના નગર તરફ ચાલ્યા. શત્રુઓને નાશ કરનાર તે રાજ જ્યારે શરકટ વન નજીક આવ્યો ત્યારે માર્ગના કુશળ પુરુષોએ તેને કહ્યું-હમણું આ વનમાં બે યુનિઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેથી દેવતાઓના આવવાના ઉદ્યોતથી તે દષ્ટિવિષ સર્ષ નિર્વિષ થયે છે તે સાગરસેન અને સુનિસેન નામના બે મુનિઓ સૂર્ય– ચંદ્રની પેઠે હજી પણ અહીં જ વિદ્યમાન છે અને તેઓ સહેદર છે. એવું જાણી રાજા અત્યંત ખુશી થશે અને વિષ્ણુ જેમ સમુદ્રમાં નિવાસ કરે તેમ તેણે તે વનમાં નિવાસ કર્યો. દેવતાઓના પર્ષદાથી વીંટાયેલા અને દેશના આપતા તે બંને મુનિઓને ભક્તિભાવથી જાણે નમ્ર થઈ ગયું હોય તેમ રાજાએ સ્ત્રી સહિત વંદના કરી. દેશનાંતે રાજાએ અન્ન, પાણી, વસ્ત્ર અને ઉપકરણદિકથી મુનિને પ્રતિલાવ્યા. પછી ચિત્તમાં વિચાર કર્યો-“અહો ! સહદ ભાવમાં સમાન એવા આ બંને નિષ્કષાય, નિર્મમ અને પરિગ્રહવાતિ મુનિઓને ધન્ય છે ! હું એ નથી તેથી અધ છુ ! વ્રતને ગ્રહણ કરનાર પિતાના પિતાના સન્માર્ગને અનુસરનારા તેઓ ઔરસ પુત્ર છે અને હું તે તેમ ન કરવાથી વેચાતા લીધેલા પુત્ર જેવો છું. એમ છતાં હવે પણ જે વ્રત ગ્રહણ કરું તે તે અયુક્ત નથી, કારણ કે દીક્ષા, દીપિકાની
. રરાથી ઉત્પન્ન થએલા. ૨. દીવીના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org