________________
મન ચરિત્ર લે તેણીએ
ખડમાં ગરમાણ થયું છે કણ ને
પર્વ ૧ લું સ્વયંપ્રભાને વિયેગ
- ૩૩ એ ઉપરથી “આ માયાવી છે એમ પંડિતાએ જાણ્યું, એટલે તેણીએ ઉપહાસ્યથી કહ્યુંવત્સ ! તારા કહેવા પ્રમાણે આ તારું પૂર્વજન્મનું ચરિત્ર છે. લલિતાંગ દેવને જીવ તું છે. અને તારી પત્ની સ્વયંપ્રભા હમણું નંદીગ્રામમાં કર્મષથી પંગુ થઈને અવતરેલી છે, તેણને જાતિસ્મરણ થયું છે તેથી પિતાનું ચરિત્ર આ પટમાં આલેખીને જ્યારે હું ધાતકી ખંડમાં ગઈ હતી ત્યારે તેણીએ મને આપ્યું હતું તે પંગુ સ્ત્રીની દયા આવવાથી મેં તને શોધી કાઢયો, માટે હવે મારી સાથે ચાલ, હું તને ધાતકીખંડમાં તેની પાસે લઈ જાઉં. હે પુત્ર! એ ગરીબ બિચારી તારા વિયેગથી દુઃખવડે જીવે છે, માટે ત્યાં જઈને તારા પૂર્વજન્મની પ્રાણવલ્લભાને આશ્વાસન આપ.” એમ કહી પંડિતા મૌન રહી, એટલે તેના સમાન વયસ્ય મિત્રોએ ઉપહાસ્યપૂર્વક કહ્યું–‘મિત્ર ! તમને સ્ત્રીરત્નની પ્રાપ્તિ થઈ તેથી તમારા પુણ્યનો ઉદય થયો જણાય છે, માટે ત્યાં જઈને તે પંગુ સ્ત્રીને મળે અને હંમેશાં તેનું પોષણ કરે? મિત્રોનું એવી રીતે ઉપહાસ્ય સાંભળી દુૌંતકુમાર વિલ થયે અને વેચેલી વસ્તુમાં અવશિષ્ટ વસ્તુ રહે તે થઈને ત્યાંથી ચાલ્યો ગયો.
થોડા વખત પછી તે જગ્યાએ લેહાગલપુરથી આવેલે વજજ કુમાર આવ્યું. તેણે ચિત્રમાં આલેખેલું ચરિત્ર જોયું અને તેથી તે મૂચ્છ પામે. પંખાઓથી તેને પવન નાખે અને જળથી સિંચન કર્યું એટલે તે ઊઠડ્યો. પછી જાણે સ્વગથી આવ્યો હોય તેમ તેને જાતિસ્મરણ થયું. એ વખતે હે કુમાર ! પટનો આલેખ જોઈ તમને કેમ મૂચ્છ આવી ?' એમ પંડિતાએ પૂછ્યું, એટલે વાજંઘ નીચે પ્રમાણે કહેવા લાગ્યું- હે ભદ્રે ! સ્ત્રી સહિત મારા પૂર્વજન્મનું વૃત્તાંત આ ચિત્રમાં આલેખેલું છે તે જોઈને હું મૂચ્છ પામ્યો. આ શ્રીમાન ઇશાન કર્યું છે, તેમાં આ શ્રીપ્રભ વિમાન છે, આ હું લલિતાંગ દેવ છું અને આ મારી દેવી સ્વયંપ્રભા છે. ધાતકીખંડમાં નંદીગ્રામને વિષે આ ઘરની અંદર મહાદરિદ્રી પુરુષની આ નિર્નામિકા નામે પુત્રી છે. તે અહીં ગંધારતિલક નામના પર્વત ઉપર આરૂઢ થઈ છે અને તેણે આ યુગંધર મુનિની પાસે અનશન વ્રત ગ્રહણ કરેલું છે. અહીં મારામાં આસક્ત એવી તે સ્ત્રીને હું આત્મદર્શન કરાવવાને આવેલું છું અને પછી તે આ ઠેકાણે મૃત્યુ પામીને સ્વયંપ્રભા નામે મારી દેવીપણે ઉત્પન્ન થઈ છે. અહીં હું નંદીશ્વર દ્વીપમાં જિનેશ્વરના બિંબનું અર્ચન કરવામાં તત્પર થયે છું અને ત્યાંથી બીજા તીર્થોમાં જતાં અહીં એવી ગયો છું. એકાકિની, દીન અને રાંક જેવી થયેલી આ સ્વયંપ્રભા અહીં આવેલી છે એમ હું માનું છું અને તે જ મારી પૂર્વભવની પ્રિયા છે. તે સ્ત્રી અહીં જ છે અને તેણીએ જ આ જાતિસ્મરણથી લખેલું છે એમ હું માનું છું, કારણ કે અનુભવ વિનાનો બીજે કઈ માણસ આ પ્રમાણે જાણું લખી શકે નહીં.” સવ સ્થળ બતાવીને એ એમ કહી રહ્યો એટલે “તમારું કહેવું યથાસ્થિત છે. એમ કહી પંડિતા શ્રીમતીની પાસે આવી અને હદયને શય રહિત કરવામાં ઔષધરૂપ તે આખ્યાન તેને કહી બતાવ્યું. મેઘના શબ્દોથી વિક્રર પર્વતની ભૂમિ રત્નવડે અંકુરિત થાય તેમ શ્રીમતી પિતાના પ્યારા પતિનો વૃત્તાંત સાંભળવાથી રોમાંચિત થઈ. પછી તેણે પંડિતાના મુખથી પોતાના પિતાને વિજ્ઞપ્તિ કરાવી. અસ્વતંત્રપણું એ કુળસ્ત્રીઓને સ્વાભાવિક ધર્મ છે. મયૂર જેમ મેઘના શબ્દથી
૧ લંગડી, A - 5
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org