SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ અઠ્ઠાણું ભાઈઓને પરમાત્માને બોધ સગ ૪ થે. સંતોષ પામતા નથી. જેમ બીજા રાજાઓનાં રાજ્ય તેણે ખેંચી લીધાં, તેમ અમારાં રાજ્યને પણ ખુંચવી લેવાને તે ઈચ્છે છે. એ ભરત રાજા અપર રાજાઓની પેઠે અમારી પાસે પણ પોતાના દૂત મોકલી આજ્ઞા કરે છે કે તમે રાજ્યને છેડી દે અથવા મારી સેવા કરે. હે પ્રભુ ! પિતાને માટે માનનારા ભારતના વચનમાત્રથી અમે નપુંસકની જેમ તાતે આપેલા રાજ્યને કેમ છોડી દઈએ ? તેમજ અધિક ઋદ્ધિમાં ઈચ્છારહિત એવા અમે તેની સેવા પણ કેમ કરીએ ? જે અતૃત માણસ હોય તે જ માનને નાશ કરનારી પર સેવા અંગીકાર કરે છે. રાજ્ય છોડવું નહી અને સેવા કરવી નહીં ત્યારે યુદ્ધ કરવું એ સ્વત સિદ્ધ થાય છે; તથાપિ આપને પૂછયા સિવાય અમે કાંઈ પણ કરવાને સમર્થ નથી.” પુત્રોની આવી વિજ્ઞપ્તિ સાંભળી જેમના નિર્મળ કેવળજ્ઞાનમાં સર્વ જગત સંક્રાંત. થયેલું છે એવા કૃપાળુ ભગવાન આદીશ્વરે તેઓને આ પ્રમાણે આજ્ઞા કરી-“હે વત્સ ! પુરુષત્રતધારી વીર પુરુષોએ તે અત્યંત પ્રેહ કરનારા વેરીવર્ગની સાથે જ યુદ્ધ કરવું જોઈએ. રાગ, દ્વેષ, મોહ અને કષાયે જીવોને સેંકડે જન્માંતરમાં પણ અનર્થ આપનારા શત્રુઓ છે. રાગ સદગતિએ. જવામાં લોઢાની શંખલા સમાન બંધનકારક છે, દ્વેષ નારકાવાસમાં નિવાસ કરવાને બળવાન માનરૂપ છે, મેહ સંસાર સમુદ્રની ઘુમરીમાં નાખવાને પણ રૂપ છે અને કષાય અગ્નિની જેમ પિતાના આશ્રિત જનોનું દહન કરે છે, તે માટે અવિનાશી ઉપાયરૂપ અાથી નિરંતર યુદ્ધ કરીને પુરુષોએ તે વૈરીને જીતવા અને સત્યશરણભૂત ધર્મની સેવા કરવી, જેથી શાશ્વત આનંદમય પદની પ્રાપ્તિ સુલભ થાય. આ રાજ્યલક્ષમી અનેક નિમાં પાતર કરાવનારી, અતિ પીડા આપનારી, અભિમાનરૂપ ફળવાળી અને નાશવંત છે. હે પુત્ર ! પૂર્વે સ્વર્ગના સુખથી પણ તમારી તૃષ્ણ પૂરી થઈ નથી તે અંગારા કરનારની પેઠે મનુષ્ય સંબંધી ભેગથી તે તે કેમ જ પૂરી થાય ? અંગારા કરનારનો સંબંધ આ પ્રમા કઈ અંગારા કરનાર પુરુષ જળની મસક લઈને નિર્જળ અરણ્યમાં અંગાર કરવાને માટે ગયે. ત્યાં મધ્યાહૂના અને અંગારાના તાપથી ઉત્પન્ન થયેલી તૃષાથી તે આક્રાંત થયો તેથી સાથે લાવેલી મસકનું સર્વ જળ પી ગયે; તોપણ તેની તૃષા શાંત થઈ નહીં, એટલે તે સૂઈ ગયે. સ્વપ્નમાં જાણે તે ઘેર ગયે અને ઘરની અંદર રહેલા કલશ, ગોળા અને ગાગર વિગેરેનું સર્વ જળ પી ગયે, તથાપિ અગ્નિને તેલની પેઠે તેની તૃષા શાંત થઈ નહીં એટલે એણે વાવ, કુવા અને સરોવરનું જળ પીને શેષણ કર્યું, તેવી જ રીતે સરિતા અને સમુદ્રનું જળપાન કરી તેનું પણ શેષણ કર્યું, તે પણ નારકીના જીની તૃષાવેદનાની જેમ તેની તૃષા ત્રુટી નહીં. પછી મરુદેશના કૂપમાં જઈને રજજુથી દર્ભને પળે બધી જળને માટે તેમાં નાંખે આખ્ત માણસ શું ન કરે ? કૂવામાં જળ બહુ ડું હતું તેથી દર્ભને પૂળે કૂવામાંથી કાઢતાં મધ્યમાં જ જળ ઝમી ગયું. તે પણ ભિક્ષુક તેલનું પિતું નેવીને ખાય તેની પેઠે તે તેને નીચવીને પીવા લાગે; પણ જે તૃષા સમુદ્રના જળથી પણ ત્રુટી નહીં તે પૂળાના નીચેવેલા જળથી કેમ તૂટે ? ૧ પણ-પ્રતિજ્ઞા (મહે એવી પ્રતિજ્ઞા કરી છે કે સર્વ પ્રાણીઓને સંસારરૂપ ઘુમરીમાં નાખવા). ૨ પાડનારી. ૩ કોયલા. ૪ નદી. ૫ મારવાડના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy