SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧લું. અઠ્ઠાણું બંધુઓનું પરમાત્મા સમીપે આગમન ૧૪૯ ત્યાં પોતાના સર્વ સ્વજનેને જોવાની ઈચ્છાવાળા મહારાજાને અધિકારીઓએ જે આવ્યા તેને બતાવ્યા અને ન આવ્યા તેમને સંભારી આપ્યા. પછી પોતાના ભાઈઓ જેઓ અભિષેક ઉત્સવમાં પણ આવ્યા નહોતા તેમને બોલાવવાને ભરતરાજાએ એક એક દ્વત મેક. દૂતોએ જઈ તેમને કહ્યું – તમે રાજ્યની ઈચ્છા કરતા હે તો ભરત રાજાની સેવા કરે. દૂતેના કહેવાથી તેઓ સર્વે વિચાર કરી બોલ્યા- “પિતાએ અમને તથા ભરતને રાજ્ય વહેંચી આપેલું છે તે ભારતની સેવા કરવાથી તે અમને અધિક શું કરશે ? શું તે કાળ આવ્યે કાળને રોકી શકશે ? શું દેહને પકડનારી જરારાક્ષસીને તે નિગ્રહ કરશે ? શું પીડાકારી વ્યાધિરૂપી વ્યાધાને મારી શકશે ? અથવા શું ઉત્તરોત્તર વધતી જતી તૃષ્ણને ચૂર્ણ કરશે ? જો આવી જાતનું સેવાનું ફળ આપવાને ભરત સમર્થન હોય તો સર્વસામાન્ય મનુષ્યપણુમાં કોણ કેને સેવવા ગ્ય છે ? તેને ઘણું રાજ્ય હવા છતાં પણ તેટલાથી અસંતોષી હોવાને લીધે પિતાના બળથી જે અમારા રાજ્ય ગ્રહણ કરવાની ઈચ્છા કરે તે અમે પણ એક પિતાના જ પુત્રો છીએ, તેથી હું તે ! અમે પિતાજીને વિદિત કર્યા સિવાય તમારે સ્વામી કે જે અમારે માટે ભાઈ છે. તેની સાથે યુદ્ધ કરવાને ઉત્સાહ ધરતા નથી. એ પ્રમાણે દૂતોને કહી ઋષભદેવજીના તે (૯૮) પુત્રો અષ્ટાપદ પર્વત ઉપર સમવસરણની અંદર બિરાજેલા ત્રાષભસ્વામીની પાસે ગયા. ત્યાં પ્રથમ ત્રણ પ્રદક્ષિણા કરી પરમેશ્વરને તેમણે પ્રણામ કર્યા. પછી મસ્તકે અંજલિ જેડી તેઓ નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. હે પ્રભુ ! દેવતાઓ પણ તમારા ગુણને જાણી શકતા નથી તે તમારી સ્તુતિ કરવાને બીજું કે સમર્થ થાય ? તથાપિ બાળકની જેવી ચપળતાવાળા અમે તમારી સ્તુતિ કરીએ છીએ. જેઓ હંમેશાં તમને નમસ્કાર કરે છે તેઓ તપસ્વીથી પણ અધિક છે અને જેઓ તમારી સેવા કરે છે તેઓ યોગીથી પણ અધિક છે. તે વિશ્વને પ્રકાશ -- કરનાર સૂર્ય ! પ્રતિદિવસ નમસ્કાર કરનારા જે પુરુષના મસ્તકમાં તમારા ચરણનખનાં કિરણે આભૂષણરૂપ થાય છે તે પુરુષોને ધન્ય છે ! હે જગત્પતિ ! તમે કોઈનું કાંઈ પણ સામ વચનથી કે બળથી ગ્રહણ કરતા નથી. તથાપિ તમે ક્યચક્રવતી છે. તે સ્વામિન ! સર્વ જળાશયોના જળમાં ચંદ્રના પ્રતિબિંબની જેમ તમે એક જ સર્વ જગતના ચિત્તમાં રહેલા છે. હે દેવ ! તમારી સ્તુતિ કરનાર પુરુષ સર્વને સ્તુતિ કરવા યુગ્ય થાય છે, તમને પૂજનાર સર્વને પૂજવા ગ્ય થાય છે અને તમને નમસ્કાર કરનાર સર્વને નમસ્કાર કરવા ગ્ય થાય છે, તેથી તમારી ભક્તિ મોટા ફળવાળી કહેવાય છે. દુઃખરૂપી દાવાનળથી તપ્ત થયેલા જનમાં તમે મેઘ સમાન છે અને મોહાંધકારથી મૂઢ થયેલા જનોને તમે દીપક સમાન છે. માર્ગમાં છાયા વૃક્ષની જેમ રાંકના, સમર્થના, મૂર્ખના અને ગુણીજનના એક સરખા ઉપકારી છે.” આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી ભ્રમરની પેઠે પ્રભુના ચરણકમળમાં પિતાની દષ્ટિ રાખી સર્વ એકઠા થઈ વિજ્ઞપ્તિ કરવા લાગ્યા–“હે સ્વામિન! આપે મને અને ભારતને એગ્યતા પ્રમાણે જુદા જુદા દેશના રાજ્ય વહેંચી આપેલાં છે. અમે તે તે રાજ્યથી સંતુષ્ટ થઈને રહીએ છીએ, કારણ કે સ્વામીએ બતાવેલી મર્યાદા વિનયી લેકને અનુલ્લંધ્ય છે, પરંતુ હે ભગવાન્ ! અમારા મોટા ભાઈ ભરત પિતાના રાજ્યથી અને હરણ કરેલા બીજાનાં રાજ્યોથી પણ જળથી વડવાનળની જેમ હજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy