________________
२२८ વિમલવાહનની પુત્રને હિતશિક્ષા.
સર્ગ ૧ લે. આ પૃથ્વી પાળવી; કારણ કે ભાગી પુરુષને સ્ત્રીઓની પેઠે અલુબ્ધ પુરુષને લક્ષ્મી હમેશાં અનુગત રહે છે. ગ્રીષ્મઋતુના સૂર્યની પેઠે અતિ પ્રચંડપણું ધારણ કરીને કદાપિ આ પૃથ્વીને તું દુઃસહ કરથી આક્રાંત કરીશ નહીં. જરા પણ અગ્નિથી દગ્ધ થયેલું ઉત્તમ વસ્ત્ર જેમ ત્યજી દેવાય છે તેમ એક વખત પણ અન્યાય કરનારા પોતાના માણસને તું ત્યજી દેજે. મૃગયા, ધૂત અને મધુપાન એ સર્વથા બંધ કરાવજે; કારણ કે તપસ્વીના તપને ભાગી જેમ રાજા થાય છે તેમ પ્રજાનાં સર્વ પાપનો ભાગી પણ રાજા થાય છે. કામક્રોધાદિક અંતર શત્રુઓને તું જય કરજે; કારણ કે તેઓને જય કર્યા સિવાય બાહ્ય શત્રુઓને જીત્યા હોય તે ન જીત્યા બરાબર છે. દક્ષિણ નાયક જેમ ઘણી પત્નીઓનું યથાકાળે સેવન કરે તેમ તું ધર્મ, અર્થ અને કામનું પરસ્પર આ બધાથી યોગ્ય અવસરે સેવન કરજે. જેવી રીતે તેને સમય આવતાં ચોથા પુરુષાર્થ (મોક્ષ) માં તારે ઉત્સાહ ન હણાય તેવી રીતે તે ત્રણ પુરુષાર્થને તું સાધજે.”
એવી રીતે કહી વિમલવાહન ભૂપાળ મૌન રહ્યો, એટલે કુમારે “તથતિ એમ કહી તે શિક્ષા અંગીકાર કરી. પછી સિંહાસનથી ઊઠી પૂર્વની પેઠે વિનીત એવા રાજકુમારે, વ્રતને માટે તૈયાર થવાને ઈછતા એવા પોતાના પિતાને હસ્તાવલંબન આપ્યું. એવી રીતે છડીદારથી પણ પોતાના આત્માને અ૫ માનનારા પુત્રે જેને હસ્તાવલંબન આપ્યું છે એવા તે રાજા ઘણું કળશેથી ભૂષિત નાનગૃહમાં દાખલ થયા. ત્યાં જાણે મેઘની ધારા હોય તેવી મકરમુખી સુવર્ણ ઝારીઓમાંથી નીકળતા જળવડે તેણે સ્નાન કર્યું. કમળ હિરાગળ વસ્ત્રથી અંગને લુંછી સર્વાગે ગોશીષચંદનનું વિલેપન કર્યું. ગુંથી જાણનાર પુરુષોએ નીલ કમળના જે શ્યામ અને પુષ્પગર્ભ એ રાજાને કેશપાશ ચંદ્રગર્ભિત મેઘની પેઠે શેભિત કર્યો. વિશાળ, નિર્મળ સ્વચ્છ અને પિતાની જેવા મનહર ગુણવાળા બે દિવ્ય અને મંગળિક વસ્ત્રો તેણે ધારણ કર્યા. પછી સર્વ રાજાઓમાં મુગટ સમાન તે રાજાએ કુમારે લાવેલા માણિજ્ય અને સુવર્ણના મુગટને મસ્તક ઉપર ધારણ કર્યો. ગુણ રૂપી આભૂષણને ધારણ કરનાર તે રાજાએ હાર, બાજુબંધ અને કુંડળ વિગેરે બીજાં આભૂષણે પહેર્યા, જાણે બીજે કલ્પવૃક્ષ હોય એવા તે રાજાએ રત્ન, કાંચન, રૂ, વસ્ત્ર અને બીજું જે કાંઈ યાચકેએ માગ્યું તે દાનમાં આપ્યું. પછી જેમ પુષ્પક વિમાનમાં બેસે તેમ નરકુંજર એવા તે વિમલવાહન રાજા સો પુરુષેએ વહન કરવા ગ્ય શિબિકામાં આરૂઢ થયા, જાણે સાક્ષાત્ ત્રણ રત્નોએ આવીને તેને સેવ્યો હોય તેમ વેત છત્ર અને બે ચામરો તેને સેવવા લાગ્યા. જાણે મળેલા બે મિત્રો હોય તેમ ચારણ-ભાટને કોલાહલ અને વાજિંત્રોનો તારશખ પુરુષને હર્ષ આપવા લાગ્યું. ગ્રહોથી જેમ ગ્રહપતિ શેભે તેમ પાછળ, આગળ અને બંને પડખે રહેલા શ્રીમાન્ સામંત રાજાઓથી તે શોભવા લાગ્યો. નમેલા ડીંટવાળા કમળની જેમ વળેલી ગ્રીવાવાળા અને આજ્ઞાને ઈચ્છનારા દ્વારપાળની પેઠે રાજકુમાર આગળ ચાલવા લાગ્યા. સંપૂર્ણ જળકુંભને ગ્રહણ કરનારી નગરસ્ત્રીઓ પગલે પગલે મંગળ કરી અનુક્રમે તેને જોવા લાગી. વિચિત્ર પ્રકારના માંચડાઓથી વ્યાસ, પતાકાની પંક્તિઓથી ભારવાળા અને યક્ષકઈમે પંકિત થયેલા રાજમાર્ગને પવિત્ર કરતે તે ચાલવા લાગે. દરેક માંચડે ગંધર્વ વર્ગના જેવા સંગીતપૂર્વક અન્ય અન્ય વનિતાએ કરેલા આરાત્રિક મંગળને ગ્રહણ કરતો હતો. જાણે ચિત્રમાં આલેખેલા હોય તેવા પ્રફુલ્લિત અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org