SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ જુ અરિદમાચાર્યની દેશના. ૨૨૯ નિશ્ચળ નેત્રોવડે દૂરથી નગરલેકેએ અદષ્ટપૂર્વની પેઠે તે જેવાતે હતો. જાણે મંત્રબળથી આકર્ષણ કર્યા હોય વા કામણ કર્યા હોય અને વાણીથી બંધાઈ ગયા હોય તેવા સર્વ લેકેથી તે ઘણી રીતે અનુસરતા હતા. એવી રીતે પુણ્યના ધામરૂપ તે રાજા અરિંદમાચાર્યના ચરણકમળથી પવિત્ર થયેલા ઉદ્યાન સમીપે આવ્યો, એટલે શિબિકામાંથી ઉતરીને પગે ચાલતા તેણે તપસ્વીઓના મનની પેઠે ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. પછી રાજાએ ભુજા પરથી પૃથ્વીના ભારની પેઠે સર્વ આભૂષણે ઉતાર્યા. કામદેવના શાસનની પેઠે તેણે મસ્તક ઉપર ચિરકાળથી ધારણ કરેલી માળાને છેડી દીધી. પછી આચાર્યના વામપા રહી ચૈત્યવંદન કરી આચાર્ય આપેલાં રજોહરણાદિ મુનિચિહ્નને તેણે ધારણ કર્યા. હું સર્વ સાવદ્યોગનું પ્રત્યાખ્યાન કરું છું” એમ કહી પાંચ મુષ્ટિવડે કેશને લગ્ન કર્યો. તત્કાળ ગ્રહણ કરેલા વ્રતીલિંગથી જાણે બાળપણથી જ વ્રતધારી હોય તે તે મોટા મનવાળે રાજા શોભવા લાગ્યો. પછી પ્રદક્ષિણાપૂર્વક ગુરુને વંદના કરી અને ગુરુએ ધર્મદેશના આપવા માંડી. “આ અપાર સંસારમાં સમુદ્રની અંદર દક્ષિણવત્ત શંખની જેમ મનુષ્ય જન્મ કવચિત્ પ્રાપ્ત થાય છે. કદાપિ મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય તો પણ બોધિબીજ પ્રાપ્ત “થવું બહુ દુર્લભ છે. કદાપિ તે પ્રાપ્ત થાય પણ મહાવત (ચારિત્ર)ના યોગ તે “પુણ્યગથી જ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી વર્ષાઋતુ સંબંધી મેઘ પ્રાપ્ત ન થાય ત્યાં “સુધી જ પૃથ્વી ઉપર સૂર્યને સંતાપ થાય છે, જ્યાં સુધી કેસરીસિંહ ન આવે ત્યાં સુધી જ હાથીઓથી વનને ભંગ થાય છે, જ્યાં સુધી સૂર્યને ઉદય ન થાય ત્યાં સુધી જ જગત અંધકારથી અંધ રહે છે, જ્યાં સુધી પક્ષીઓને રાજા ગરૂડ ન હોય ત્યાં “સુધી જ પ્રાણીઓને સપને ભય લાગે છે અને જ્યાં સુધી કલ્પવૃક્ષ મળે નહિ ત્યાં “સુધી જ પ્રાણુઓને દારિદ્રય રહે છે, તેમજ જ્યાં સુધી મહાવ્રત પ્રાપ્ત કર્યું નથી “ત્યાં સુધી જ પ્રાણીઓને સંસારને ભય લાગે છે. આરોગ્ય, રૂપ, લાવણ્ય, દીર્ઘ આયુષ, મટી સમૃદ્ધિ, હુકમ, ઐશ્વર્ય, પ્રતાપીપણું, સામ્રાજ્ય, ચક્રવત્તીપણું, દેવપણું, સામા“નિકપણું, ઈન્દ્રપણું, અહમિંદ્રપણું, સિદ્ધતા અને તીર્થંકરપણું એ સર્વ આ મહાવ્રતનું બજ ફળ છે. એક દિવસ પણ નિર્મોહ થઈને વ્રત પાળનાર માણસ કદાપિ જે તે ભવે મોક્ષ “ન પામે તે પણ સ્વર્ગગામી તા અવશ્ય થાય છે, તે જે મહાભાગ તૃણની પેઠે સવ લક્ષમીને છેડી દીક્ષા ગ્રહણ કરી ચિરકાળ ચારિત્ર પાળે છે તેની તે શી વાત ?” એવી રીતે અરિંદમ મહામુનિએ દેશના આપી અન્યત્ર વિહાર કર્યો, કારણ કે મુનિઓ એક ઠેકાણે રહેતા નથી. પછી ગ્રામ, પુર, અરણ્ય, આકર અને દ્રણ વિગેરેમાં વિમલવાહન મુનિએ ગુરુની સાથે છાયાની પેઠે વિહાર કર્યો. સૂર્યની કાંતિથી સવ લેક આક્રાંત થયા પછી જીવરક્ષાને માટે માર્ગે યુગમાત્ર દષ્ટિ આપી ઇર્યામાં વિચક્ષણ એવા તે ઋષિ વિહાર કરતા હતા (ઈસમિતિ), ભાષા સમિતિમાં ચતુર એવા તે મુનિ નિરવદ્ય, મિત અને સર્વજનને હિતકારી વાણું બેલતા હતા (ભાષાસમિતિ), એષણનિપુણ એવા એ મહામુનિ બેંતાલીશ ભિક્ષાદે અદ્રષિત એવા પિંડને પારણના દિવસે ગ્રહણ કરતા હતા (એષણસમિતિ), ગ્રહણ કરવામાં ચતુર એવા તે મુનિ આસન વિગેરેને જોઈ, યત્નથી તેની પ્રતિલેખના કરી લેતા-મૂકતા હતા (આદાનનિક્ષેપણુસમિતિ) અને સર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy