________________
પર્વ ૧ લું. પહેલા કુલકર વિમલવાહન.
૫૧ સુખ થાય તેવી રીતે આલિંગન કરી તેની ઈચ્છા નહીં છતાં પણ પિતાના સ્કંધ ઉપર બેસાડ્યો. પરસ્પર દશનના અભ્યાસથી તે બંને મિત્રોને થડા વખત અગાઉ કરેલા કાર્યની જેમ પૂર્વ જન્મનું સ્મરણ થયું. તે વખતે ચાર દાંતવાળા હસ્તીના સ્કંધ ઉપર બેઠેલા સાગરચંદ્રને વિસ્મયથી ઉત્તાન લેનવાળા બીજા યુગલીઆઓ ઈદ્રની જેમ જેવા લાગ્યા. શંખ, ડોલર પુષ્પ અને ચંદ્ર જેવા વિમલ હાથી ઉપર તે બેંઠ હતું, તેથી યુગલીઆઓ તેને વિસલવાહન એવા નામથી બોલાવવા લાગ્યા. જાતિસ્મરણવડે સર્વ પ્રકારની નીતિને જાણનારો, વિમલ હસ્તીના વાહનવાળે અને પ્રકૃતિથી સ્વરૂપવાનું–તે સર્વથી અધિક થયો. કેટલે એક કાળ વ્યતીત થયા પછી ચારિત્રબ્રણ યતિઓની પેઠે કલ્પવૃક્ષને પ્રભાવ મંદ થવા લાગે. જાણે દુવે ફેરવીને બીજા આણ્યાં હોય તેમ બધાંગ કલ્પવૃક્ષે થેડું અને વિરસ માં વિલંબ આપવા લાગ્યા. ભૂતાંગ કલ્પવૃક્ષે જાણે આપીએ કે નહીં, એમ વિચાર કરતાં હોય અને પરવશ થયા હોય તેમ યાચના કરતાં પણ વિલંબે પાત્રો આપવા લાગ્યાં. તુર્યાગ વૃક્ષ જાણે વેઠથી તિરસ્કાર કરી લાવેલા ગંધર્વો હોય તેમ જોઈએ તેવું સંગીત રચતા નહતા. વારંવાર પ્રાર્થના કરેલા દીપશિખા અને જ્યોતિષ્ક કલ્પવૃક્ષ જેમ દિવસે દીવાની શિખા પ્રકાશ ન કરે તેમ તાદશ પ્રકાશ કરતા નહોતા. ચિત્રાંગવૃક્ષો પણ દુર્વિનયી સેવકની જેમ ઈચ્છાનુસાર તત્કાળ પુષ્પમાળાઓ આપતા નહતા. ચિત્રરસ વૃક્ષે દાનની ઈચ્છા ક્ષીણ થયેલા સત્રીની જેમ ચાર પ્રકારનું વિચિત્ર રસવાળું ભેજન અગાઉ પ્રમાણે આપતા નહતા. મયંગ વૃક્ષો જાણે ફરીથી કેમ પ્રાપ્ત થશે, એવી ચિંતામાં આકુલ થઈ ગયા હોય તેમ અગાઉ પ્રમાણે આભૂષણે આપતા નહોતા. વ્યુત્પત્તિ શક્તિની મંદતાવાળા કવિઓ જેમ સારી કવિતા મંદતાથી કરી શકે તેમ ગેહાકાર વૃક્ષ ઘર આપવામાં મંદતા કરવા લાગ્યા, અને નઠારા રહેવડે અવગ્રહ થયેલ મેઘ જેમ થોડા થોડા જળને આપે તેમ અનગ્ન વૃક્ષે વસ્ત્ર આપવામાં ખલના પામવા લાગ્યા. કાળના તેવા અનુભાવથી જુગલીઆઓને પણ દેહના અવયની જેમ કલ્પવૃક્ષો ઉપર વિશેષ મમતા થવા લાગી. એક યુગલીઆએ સ્વીકાર કરેલા કલ્પવૃક્ષને બીજે યુગલીક આશ્રય કરે તો પ્રથમ સ્વીકાર કરનારને મેટે પરાભવ થવા લાગ્યો, તેથી પરસ્પર તે પરાભવ સહન કરવાને અસમર્થ યુગલીઆઓએ પિતાથી અધિક એવા વિમલવાહનને સ્વામીપણે અંગીકાર કર્યા. જાતિસ્મરણથી નીતિજ્ઞ વિમલવાહને વૃદ્ધ પુરુષ જેમ પોતાના શેત્રીઓને દ્રવ્ય વહેંચી આપે તેમ યુગલીઆઓને કલ્પવૃક્ષ વહેંચી આપ્યા. જે કંઈ બીજાના કલ્પવૃક્ષની ઈચ્છાએ મર્યાદાને ત્યાગ કરે તે તેને શિક્ષા કરવાને માટે તેણે હાકાર નીતિ પ્રગટ કરી. સમુદ્રની ભરતીનું જળ જેમ મર્યાદા ઉલ્લંઘે નહીં, તેમ “હા ! તેં દુષ્કૃત્ય કર્યું ” એવા શબ્દથી શિક્ષા કરેલા યુગલીઆએ તેની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નહતા. “દંડારિકને ઘાત સહન કરે સારે પણ હાકાર શખવડે કરેલો તિરસ્કાર સારો નહીં.' એમ તે ચુગલીઆઓ માનવા લાગ્યા. તે વિમલવાહનનું છ માસ આયુષ અવશેષ રહ્યું એટલે તેની ચંદ્રયેશા નામે સ્ત્રીથી એક યુગ્મને જન્મ થયો. તે જેડલું અસંખ્ય પૂર્વના આયુષ્યવાળું, પ્રથમ સંસ્થાન અને પ્રથમ સંઘયણવાળું, શ્યામ વર્ણનું અને આઠસે ધનુષ પ્રમાણુ ઊંચા શરીરવાળું હતું. માતાપિતાએ તેના ચક્ષુમાન અને ચંદ્રકાંતા એવાં નામ પાડ્યાં. સાથે
૧ સદાવ્રત નારાની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org