SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું. સુવેગે કરેલ બાહુબલિની સભાનું વર્ણન. ૧૬૧ સુવેગે કહ્યું-“દેવ ! તમારી જેવા અતુલ્ય પરાક્રમવાળા તે બાહુબલિનું અકુશળ કરવાને દૈવ પણ સમર્થ નથી. એ આપને ના ભાઈ છે એમ ધારી પ્રથમ મેં તેને સ્વામીની સેવા માટે આવવા વિનયપૂર્વક હિતકારી વચને કહ્યાં. ત્યાર પછી ઔષધની પેઠે તીવ્ર અને પરિણામે ઉપકારી એવાં અવચનીય વચને કહ્યું, પરંતુ મીઠા વચનેથી અને તીણું વચનથી પણ તેણે આપની સેવા સ્વીકારી નહીં, કેમકે સંનિપાતને વિકાર થાય ત્યારે ઔષધ શું કરી શકે ? તે બળવાન બાહઅલિ ગર્વવંત થઈ ત્રણ લોકને તૃણ તુલ્ય ગણે છે, અને સિંહની જેમ કેઈન પિતાને પ્રતિમલ્લ જાણતા નથી. આપના સુષેણે સેનાનીનું અને સૈન્યનું મેં વર્ણન કર્યું ત્યારે “એ શું ગણત્રીમાં છે?” એમ કહી દુગધથી મરડવાની જેમ તેણે પિતાની નાસિકા મરડી, જ્યારે આપે કહે પખંડવિજય મેં વર્ણવ્યું ત્યારે તે નહીં સાંભળતાં પોતાના ભુજદંડને જોવા લાગ્યો અને કહ્યું કે “પિતાજીએ આપેલા ભાગથી સંતુષ્ટ થઈને રહેલા અમારી ઉપેક્ષાથી જ ભરતે ભરતક્ષેત્રના છ ખંડ ગ્રહણ કર્યા છે.” સેવા કરવી તે દૂર રહી, પણ હાલ તો તે નિર્ભય થઈને ઉલટ વાઘણને દહાવા બોલાવે તેમ આપને રણને માટે બોલાવે છે. તમારે બ્રાતા એવો પરાક્રમી, માની અને મહાભુજ છે કે તે ગંધહસ્તીની જેમ અસહ્યા અને પરપરાક્રમને સહન કરતું નથી. તેની સભામાં ઇંદ્રના સામાનિક દેવતાઓની જેમ તેના સામંતરાજાઓ પણ પ્રચંડ પરાક્રમી હોવાથી તેના આશયથી ન્યૂન આશયવાળા નથી. તેના રાજકુમારે પણ રાજતેજના અત્યંત અભિમાની છે. તેઓની બુજામાં રણ કરવા માટે ખુજલી આવે છે, તેથી જાણે બાહુબલિથી પણ તેઓ દશગણા પરાક્રમી હોય તેવા જણાય છે. તેના અભિ માની મંત્રીઓ પણ તેની જેવા જ વિચારને અનુસરે છે, કેમકે જેવા સ્વામી હોય તે જ તેને પરિવાર પણ હોય છે. સતી સ્ત્રીઓ જેમ પરપુરુષને સહન કરતી નથી તેમ તેની અનુરાગી પ્રજા પણ દુનિયામાં બીજો રાજા છે એવું જાણતી નથી. કર ભરનારા, વેઠ કરનારા અને દેશના સઘળા લોકો પણ સેવકની જેમ પિતાને પ્રાણ આપીને તેનું પ્રિય કરવાની ઈચ્છા રાખે છે. સિંહની જેમ વનચર અને ગિરિચર સુભટ પણ તેને વશ થઈ તેની માનસિદ્ધિ કરવાને ઈચ્છે છે. હે સ્વામિન્ ! વિશેષ શું કહું? પણ તે મહાવીર દશનની ઉત્કંઠાથી નહિ પણ યુદ્ધની ઈચ્છાથી હમણાં તમને જેવાને ઈરછે છે. હવે આપને રુચે તેમ કરે; કારણ કે દૂત કે મંત્રી નથી પણ માત્ર સત્ય સંદેશાને જ કહેનારા છે.” એ પ્રમાણે સાંભળી ભરત (સૂત્રધાર)ની પેઠે સમકાળે વિસ્મય, કેપ, ક્ષમા અને હર્ષના દેખાવારૂપ નાટય કરી ભરતરાજા બોલ્યા–સુર, અસુર અને નરમાં એ બાહુબલિની તુલ્ય કેઈ નથી એવો બાળપણની ક્રીડામાં મેં સ્વતઃ અનુભવ કરે છે. ત્રણ જગતના સ્વામીને પુત્ર અને મારો નાનો ભાઈ એ બાહુબલિ, ત્રણ જગતને તૃણરૂપ માને તે સ્તુતિરૂપ નથી પણ વાસ્તવિક છે. એવા નાના ભાઈથી હું પણ પ્રશંસા પામવાને ગ્ય છું, કેમકે એક હાથ ના હોય અને બીજો મોટો હોય તે તે પણ શેભે નહીં. સિંહ જે બંધનને સહન કરે, અષ્ટાપદ જે વશ થાય, તો બાહુબલિ વશ થાય; અને એ વશ થાય ત્યારે તે પછી ન્યૂન પણ શું કહેવાય ? તેના દુર્વિનયને હું સહન કરીશ. કદાપિ તેમ કરવાથી લોકો મને અશક્ત કહે તો ભલે કહે. સર્વ વસ્તુઓ પુરૂષાર્થથી કે ધનથી LA - 21 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy