SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ સુવેગની વિચારણા. સર્ગ ૫ મ. ગોશંગને નાદ સાંભળી નિકુંજમાંથી હજારે કિરાતલોકો દોડીને આવવા લાગ્યા. તે શૂરવીર કિરાતેમાંના કોઈ વાઘના પુંછડાની ત્વચાથી, કોઈ મોરના પીછાંથી અને કોઈ લતાઓથી વેગવડે પિતાનાં કેશપાસ બાંધવા લાગ્યા. કેઈ સપની ત્વચાથી, કેઈ વૃક્ષની ત્વચાથી અને કેઈ ની ત્વચાથી પહેરેલા મૃગચર્મ ને બાંધવા લાગ્યા. કપિએની પેઠે ઠેકતા તેઓ હાથમાં પાષાણું અને ધનુષ લઈને સ્વામીભક્ત શ્વાનની પેઠે પિતાના સ્વામીને વીંટાઈ વળવા લાગ્યા. તેઓ પરસ્પર બેલતા હતા કે ભરતની એકેક અક્ષૌહિણી સેનાને ચૂર્ણ કરી આપણે મહારાજા બાહુબલિના પ્રસાદને બદલે આપીશું.' આવી રીતને તેઓને સકેપ આરંભ જેઈને સુવેગ મનમાં વિવેકબુદ્ધિથી વિચાર કરવા લાગે કે- અહે ! આ બાહુબલિને વશ થયેલા તેના દેશના લોકો જાણે પિતાના પિતાનું વિશે હાય તેમ રણકર્મમાં કેવી ત્વરા કરે છે ! બાહુબલિના સૈન્યની પહેલાં રણની ઈચ્છાવાળા આ કિરાત લોકો પણ આ તરફ આવનારા અમારા સિન્યને હણવાને ઉત્સાહ કરે છે. હું એ કઈ માણસ અહીં જેતે નથી કે જે યુદ્ધને માટે તૈયાર થતું ન હોય તેમ એ પણ કેઈ નથી કે જે બાહુબલિને વિષે રાણી ન હોય ! આ બહલી દેશમાં હળધારી ખેડૂતો પણ શૂરવીર અને સ્વામીભક્ત છે. આ દેશને એ પ્રભાવ હશે કે બાહુબલિમાં એ ગુણ હશે ? કદાપિ સામંત વિગેરે પાળાઓ તે મૂલ્યથી ખરીદ થઈ શકે, પણ બાહુબલિને તે સર્વ પૃથ્વી તેના ગુણથી વેચાણ થઈ પત્નીરૂપ થયેલી છે; માટે અગ્નિની પાસે તૃણસમૂહની જેમ બાહુબલિની આવી સેના પાસે ચક્રીની મોટી સેનાને પણ હું નાની માનું છું. આ મહાવીર બાહુબલિની આગળ ચક્રીને પણ અષ્ટાપદની પાસે હાથીને નાના બાળકની જેમ જૂન જાણું છું. જો કે બળવાનપણમાં પૃથ્વીમાં ચક્રવતી અને સ્વર્ગમાં ઇંદ્ર વિખ્યાત છે, પરંતુ તે બંનેને અંતરવત્તિ હોય અથવા બંનેથી ઊર્વવત્તિ (અધિક હોય એ આ ઋષભદેવજીને લઘુપુત્ર જણાય છે. આ બાહુબલિની ચપેટિકાના ઘાત આગળ ચકીનું ચક્ર અને ઇંદ્રનું વજ પણ નિષ્ફળ છે એમ હું માનું છું. આ બળવાન બાહબલિને વિરાળે તે રીંછને કાને પકડ્યા જેવું અને સપને મુષ્ટિથી પકડ્યા જેવું થયું છે. વ્યાઘ જેમ એક મૃગને લઈ સંતુષ્ટ રહે તેમ આટલા ભૂમિમંડળને ગ્રહણ કરી સંતુષ્ટ રહેલ બાહુબલિને તરછોડી વ્યર્થ શત્રુરૂપ કર્યો છે. અનેક રાજાઓની સેવાથી મહારાજાને શું અપૂર્ણ હતું કે વાહનને માટે કેશરીસિંહને બોલાવવાની જેમ આ બાહુબલિને સેવા કરવા બેલાવ્યો ? સ્વામીના હિતને માનનારા મંત્રીઓને અને મને પણ ધિક્કાર છે કે જેમણે આ કાર્યમાં શત્રુની પેઠે તેમની ઉપેક્ષા કરી. “સુવેગે જઈ ભરતને વિગ્રહ કરાવ્યું એમ મારે માટે લોકો બોલશે. અરે ! ગુણને દૂષિત કરનારા આ દૂતપણાને ધિક્કાર છે !” રસ્તામાં નિરંતર આ પ્રમાણે વિચારતે નીતિજ્ઞ સુવેગ કેટલેક દિવસે અધ્યા નગરીમાં આવી પહોંચે. દ્વારપાળ તેને સભામાં લઈ ગયો. તે પ્રણામ કરી અંજલિ જેડીને બેઠે એટલે ચક્રવતીએ તેને આદર સહિત પૂછયું સુવેગ ! મારા નાના ભાઈ બાહુબલિ કુશળ છે ? કેમકે તું વેગથી આવ્યું તેથી હું ક્ષોભ પામું છું; અથવા તેણે તરછોડેલ તું ત્વરાથી આવ્યો છે ? કેમકે તે મારા બળ વાન જાતાની એ વીરવૃત્તિ યુક્ત છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy