SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ જું. રાજાએ ઈંદ્રજાલિકને પૂછેલા પ્રશ્નો. ૩૨૭ સર્વ કારીગરીમાં જાણે પ્રત્યક્ષ વિશ્વકર્મા હોય તે છું, ગાયન વિગેરે કળાઓમાં જાણે પુરુષરૂપે સાક્ષાત્ સરસ્વતી હોય તે છું, રત્નાદિકના વ્યવહારમાં જાણે વ્યવહારીઓને પિતા હોય તેવો છું, વાચાલ પણથી ચારણભાને જાણે ઉપાધ્યાય હાય તે છું અને નદી વિગેરેમાં તરવું એ કળાને લેશ તે મારે શી ગણત્રીમાં છે? પણ હાલ તે ઇંદ્રજાળના પ્રયોગને અર્થે હું તમારી પાસે આવ્યું છે. હું તમને તત્કાળ એક ઉદ્યાનધી પંક્તિ બતાવી શકું છું અને તેમાં વસંતાદિ ઋતુને પણ ફરફેર કરવાને હું સમર્થ છું. આકાશમાં ગંધર્વનગરનું સંગીત પ્રગટ કરું અને પાછા ક્ષણવારમાં-નિમેષમાત્રમાં દશ્ય અને અદશ્ય થઈ જાઉં. હું ખેરના અંગારા સાથવાની જેમ ખાઈ જાઉં, તપેલા લોઢાના તેમને સોપારીની જેમ ચાવી જાઉં અને એક રીતે અથવા અનેક રીતે જળચર, સ્થળચર કે ખેચરના રૂપ પરની ઈચ્છાથી ધારણ કર્યું. હું ઇચ્છિત પદાર્થને દૂરથી પણ લાવી શકું છું, પદાર્થોના વર્ણને તત્કાળ ફેરવી શકું છું અને બીજા પણ ઘણું આશ્ચર્યકારી કામો બતાવવાને સમર્થ છું; માટે હે રાજા ! તમે આ મારે કળાભ્યાસ જેઈને સફળ કરો.” એવી રીતે ગર્જના કરીને રહેલા મેઘની જેમ પ્રતિજ્ઞા કરીને રહેલા તે પુરુષને રાજાએ આ પ્રમાણે કહ્યું –“અરે કળાશ પુરુષ ! ઉંદર પકડવાને માટે જેમ મૂળમાંથી પર્વત ખેદે, મસ્યાદિકને પકડવાને જેમ મોટું સરોવર શેષ, કાષ્ઠને માટે જેમ આમ્રવનને છેદી નાખે, ચુનાની મુષ્ટિને માટે જેમ ચંદ્રકાંત મણિને બાણે, ત્રણના પાટાને માટે જેમ દેવદૂષ્ય વસ્ત્રને ફાડે, ખીલીને માટે જેમ મેટું દેવાલય તોડે તેમ શુદ્ધ સ્ફટિક મણિ જે અને પરમાર્થ મેળવવાની યેગ્યતાવાળે આ આત્મા તમે અપવિદ્યા મેળવવામાં કદર્શિત કરેલે જણાય છે. સંનિપાત રેગવાળાની જેમ તમારી આવી અપવિદ્યા જેનાર પુરુષની બુદ્ધિને પણ બ્રશ કરે છે. તમે યાચક છે માટે ઈચ્છા પ્રમાણે દ્રવ્ય ગ્રહણ કરે; કારણ કે અમારા કુળમાં કોઈની આશાને ભંગ થતું નથી.” એવી રીતે રાજાએ કઠોરતાથી કહેલો ઉત્તર સાંભળી તે નિરંતરને માની પુરુષ રેષને ગેપવીને આ પ્રમાણે છેલ્વે હું શું આંધળો છું, લૂલે છું વા દૂઠો છું વા નપુંસક છું વા કેઈ બીજી રીતે દયાપાત્ર છું કે મારે ગુણ બતાવ્યા સિવાય અને ચમત્કૃતિ પમાડયા સિવાય દાન દેવામાં કલ્પવૃક્ષ સમાન તમારી પાસેથી દાન ગ્રહણ કરું ? આપને નમસ્કાર છે. હું વળી અહીંથી બીજે જઈશ.” એમ કહી તે ઉઠો. પિતાની ઉપર કૃપણુતારૂપ દોષના આરેપણથી ભય પામેલા રાજાએ માણસો પાસે તેને ઊભે રખા, તે પણ તે સભાગૃહમાંથી નીકળી ગયે. “સ્વામીએ દ્રવ્ય આપવા માંડ્યું તે પણ તે કેપથી લેતું નથી, તેથી આપને શું વાંક ? આપ તે દાતાર જ છે.” એવી રીતે કહીને રાજાને થયેલી લજજા તેના સેવક પુરુષોએ હરી લીધી. તે જ પુરુષ ફરીને એક દિવસ બ્રાહ્મણને વેષ લઈ અને હાથમાં લેટ લઈ તે રાજાના દ્વાર આગળ આવીને ઊભો રહ્યો. પૂર્વની રીતે જ દ્વારપાળે રાજાને વિજ્ઞપ્તિ કરી, કારણ કે દ્વારે આવેલા પુરુષોની રાજાને ખબર આપવી તે તેને ધર્મ છે. રાજાની આજ્ઞાથી છડીદારે સત્કાર સંબંધી કાર્યના અધિકારી પુરુષોની સાથે તેને પ્રવેશ કરાવ્યું. તે ઊંચે હાથ કરી રાજાની પાસે ઊભે રહીને આશીર્વાદાત્મક આર્યવેદના મંત્રો પદક્રમ પ્રમાણે બેલ્યા. મંત્ર ભણી રહ્યા પછી છડીદારે બતાવેલા આસન ઉપર રાજાની પ્રસાદાર્થ દષ્ટિથી જેવાયેલે તે બેઠે. રાજાએ પૂછયું-“તમે કોણ છે અને કેમ આવ્યા છે ?' ત્યારે અંજલિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy