SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ ઇંદ્રજાલ વિદ્યાની રાજાએ કરેલ ભત્સના. સગ ૬ કે જેડી બ્રાહ્મણનો અગ્રેસર તે બે હે રાજા ! મૂર્તિમંત જાણે જ્ઞાન હોય તેવા સદ્દગુરુની ઉપાસનાથી સારી રીતે આમ્નાય પ્રાપ્ત કરી છે જેણે એ હું નિમિત્તિક છું. હું આઠ અધિકરણના ગ્રંથ, ફળાદેશના ગ્રંથ, જાતક તથા ગણિતનાં ગ્રંથ પિતાના નામની જેમ જાણું છું. હે રાજા ! તપસિદ્ધ મુનિની જેમ ભૂત, ભવિષ્ય અને વર્તમાન અને અવ્યાહત રીતે હું કહી આપું છું. ત્યારે રાજાએ કહ્યું-“હે પ્રિય ! વર્તમાન સમયમાં તરતમાં જે કાંઈ નવીન થવાનું હોય તે કહો, કારણ કે જ્ઞાનનું ફળ તરત ખાત્રી કરી બતાવવી તે જ છે” ત્યારે બ્રાહ્મણે કહ્યું – “આજથી સાતમે દિવસે સમુદ્ર આ જગતને એકાણુંવ કરી પ્રલય પમાડશે.” આવું વચન સાંભળી રાજાના મનમાં વિસ્મય અને ભ એક સાથે થયા. એટલે તેણે બીજા નૈમિત્તિકેના મુખ સામું જોયું. રાજાએ ભ્રકુટીની સંજ્ઞાથી પૂછેલા અને બ્રાહ્મણની તેવી દુર્ઘટ વાણીથી રોષ પામેલા તે નૈમિત્તિકે ઉપહાસ સાથે કહેવા લાગ્યા-“હે સ્વામી ! આ કઈ ન જોષી થયેલ છે અથવા એના જ્યોતિષશાસ્ત્રો પણું નવાં થએલાં છે કે જેના પ્રમાણથી આ જોષી “જગત્ એકાર્ણવ થશે એમ શ્રવણને શ્રવ એવું વચન લે છે, પણ શું ગ્રહ, નક્ષત્ર અને તારા પણ નવા થયા છે કે જેઓની વક્રગતિને આધારે આ જેવી આ પ્રમાણે બોલે છે? જે તિજ્ઞાો છે તે સર્વે સર્વજ્ઞના શિષ્ય ગણધરની રચેલી દ્વાદશાંગી ઉપરથી જ બનેલા છે, તે પ્રમાણે વિચારતાં આવું અનુમાન થતું નથી. આ સૂર્યાદિક ગ્રહે જેઓ તે શાસ્ત્રના સંવાદને ભજે છે તેમના અનુમાનથી પણ અમે આવું માનતા નથી. જંબુદ્વીપમાં આવેલ લવણસમુદ્ર છે, તે તે કઈ વખતે પણ તમારી પેઠે મર્યાદાનું ઉલ્લંઘન કરતું નથી, તેથી કદાપિ આકાશમાંથી કે ભૂમિના મધ્યમાંથી ઉત્પન્ન થએલે કઈ ન સમુદ્ર આ વિશ્વને એકાઈવ કરે તે ભલે. આ તે કેઈ સાહસિક છે ? પિશાચાધિષિત છે? મત્ત છે ? ઉન્મત્ત છે ? સ્વભાવથી જ વાતુળ છે? અથવા અકાળે શાસ્ત્રને ભર્યો છે ? વા શું તેને અપસ્મારને વ્યાધિથયે છે? કે જેથી ઉછખલ થઈને તે અઘટતું બોલે છે? આપ મેરુની પેઠે સ્થિર છે અને પૃથ્વીની પેઠે સર્વ સહન કરનાર છે, જેથી દષિત મનુષ્ય સ્વછંદપણે પ્રગટ રીતે આવું કહી શકે છે. આવું વચન સાધારણ માણસની સામે પણ બોલાય નહીં તો કેપ અને પ્રસાદમાં શક્તિવંત એવા આપની પાસે તો કહેવાય જ કેમ ? આવાં દુર્વચ વચનને વક્તા ધીર છે કે આવું સાંભળીને જે કોપ કરે નહીં તેવા શ્રેતા ધીર છે ? કદાપિ આવાં વચન ઉપર સ્વામીને જે શ્રદ્ધા હોય તો ભલે શ્રદ્ધા રાખો, કારણ કે અત્યારે તે વચન પ્રતિપત્તિ(ખાત્રી) સિવાય કબૂલ કરવું પડે તેમ છે. કદાપિ પર્વત ઊડે, આકાશમાં પુપ ઊગે, અગ્નિ શીતળ થાય, વધ્યાને પુત્ર થાય, ગર્દભને શીંગડાં થાય, પાષાણુ જળ ઉપર તરે અને નારકીને વેદના ન હોય તે પણ આની વાણી પ્રમાણે થાય તેમ નથી.” બીજા નિમિત્તિયાઓનાં આવાં વાકયે સાંભળીને યુક્ત અને અયુક્ત જાણતા છતાં પણ રાજા નવા નૈમિત્તિકની સન્મુખ કૌતુકથી જેવા લાગ્યા. પછી તે નિમિત્તિક ઉપહાસ સહિત વાણીથી જાણે પ્રવચને પ્રેર્યો હોય તેમ આધાર સાથે આ પ્રમાણે છેલ્યો-હે રાજા ! તમારે આ નર્મમંત્રીઓ (મશ્કરા) છે અથવા વસંત ઋતુમાં વિનેદ કરાવનારા છે કે ગ્રામપંડિત (મૂખ) છે ? હે પ્રભુ ! આપની સભામાં જે આવા સભાસદે હોય તે ચતુરાઈ નિરાશ્રય થઈને હણાઈ જશે. અરે ! વિશ્વમાં ચતુર એવા તમારે કેસરીસિંહને શિયાળની સાથે હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy