SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું સેળ નિકાયની સ્થાપના કુસુમપુરી, સયંતી, શકપુર, યંતી, વૈજયંતી, વિજયા, ક્ષેમંકરી, ચંદ્રભાસપુર, રવિભાસપુર, સપ્તભૂતલાવાસ, સુવિચિત્ર, મહાન્નપુર, ચિત્રકૂટ, ત્રિકૂટ વૈશ્રવણકૂટ, શશિપુર, રવિપુર, વિમુખી, વાહની, સુમુખી, નિત્યદ્યોતિની અને રથનપુરચક્રવાલ એવાં તે નગર અને નગરી. એના નામ રાખ્યાં. એ પચાસ નગરની મધ્યમાં આવેલ (રથનું પુરચક્રવાલ) નગરમાં નમિએ નિવાસ કર્યો. ધરના શાસનથી ઉત્તર શ્રેણિમાં તેવી જ રીતે વિનમિએ તત્કાળ સાઠ નગર વસાવ્યા. અજુની, વાચ્છી, વૈરિસંહારિણી, કેલાશવાણી, વિશુદ્વીપ, કિલિકિલ, ચારચૂડામણી, ચંદ્રભાભૂષણ, વંશવત્ , કુસુમસૂલ, હંષગભ, મેઘક, શંકર, લક્ષમીહસ્ય, ચામર, વિમલ, અસુમત્કૃત, શિવમંદીર, વસુમતી, સર્વસિદ્ધસ્તુત, સર્વશત્રુંજય, કેતુમાલાંક, ઇંદ્રકાંત, મહાનંદન, અશે, વીતશેક, વિશોકસુખલોક, અલકતિલક, નભસ્તિલક, મંદિર, કુમુદકુદ, ગગનવલ્લભ, યુવતીતિલક, અવનીતિલક, સગંધર્વ, મુક્તાહાર, અનિમિષવિષ્ટ૫, અગ્નિજવાલા, ગુરૂવાલા, શ્રીનિકેતપુર, નયશ્રીનિવાસ, રત્નકુલિશ, વસિષ્ણાશ્રય, દ્રવિણજય, સભદ્રક, ભદ્રાશયપુર, ફેનશિખર, ગોક્ષીરવરશિખર, વૈર્યક્ષભશિખર, ગિરિશિખર, ધરણી, વાણી, સુદર્શનપુર, દુર્ગ, દુદ્ધ, મહેંદ્રવિજય, સુગંધિની, સુરત, નાગપુર, અને રત્નપુર એ નામનાં સાઠ નગર અને નગીઓની મધ્યમાં પ્રધાનરુપે રહેલાં ગગનવલ્લભ નામના નગરમાં ધરણંદ્રની આજ્ઞાથી વિનમિએ નિવાસ કર્યો. વિદ્યાધરની મહત અદ્ધિવાળી તે બંને શ્રેણિ જાણે તેની ઉપર રહેલ વ્યંતરની શ્રેણિના પ્રતિબિંબ હોય તેવી શુભતી હતી. તેઓએ બીજાં અનેક ગામ અને શાખાનગર(પર) કર્યા અને સ્થાનયોગ્યતા પ્રમાણે કેટલાએક જન પદ પણ સ્થાપ્યાં. જે જે જનપદથી લાવીને ત્યાં માણસોને વસાવ્યાં તે તે નામથી ત્યાં દેશ કર્યો. એ સર્વ નગરમાં હદયની પેઠે સભાની અંદર નમિ તથા વિનમિએ નાભિનંદનને સ્થાપિત કર્યા. વિદ્યાધર વિદ્યાથી મંદ થઈને દુર્વિનયી ન થાય તે માટે ધરણે એવી મર્યાદા સ્થાપના કરી કે “જે દુર્મદવાળા પુરુષે જિનેશ્વર, જિનચૈત્ય, ચરમશરીરી અને કાયેત્સ રહેલા કેઈપણ મુનિને પરાજય કે ઉલ્લંઘન કરશે તેઓને લક્ષમી જેમ આલસ્વયુકત પુરુષોને તજે તેમ વિદ્યાઓ તત્કાળ તજી દેશે. વળી જે વિદ્યાધર પિતાની સ્ત્રીને મારી નાંખશે અને ઇચ્છા ન કરનારી પરસ્ત્રી સાથે રમશે તેને પણ વિદ્યાઓ તત્કાળ છેડી દેશે.” નાગપતિએ એ મર્યાદા ઊંચે સ્વરે કહી સંભળાવીને તે યાવચંદ્રદીવાકર રહે તેટલા માટે તેને રત્નભિત્તિની પ્રશસ્તિમાં લેખિત કરી. પછી નામિવિનમિને બંનેને વિદ્યાધરના રાજાપણે પ્રસાદ સહિત સ્થાપિત કરી બીજી કેટલીક વ્યવસ્થા કરી નાગપતિ અંતર્ધાન થયા. પિતાપિતાની વિદ્યાઓના નામથી વિદ્યાધરની સેળ નિકાય (જાતિ) થઈ. તેમાં ગૌરી વિદ્યાથી ગીરેય થયા, મનુ વિદ્યાથી મનુ થયા, ગાંધારી વિદ્યાથી ગાંધાર થયા, માનવી વિદ્યાથી માનવ થયા, કૌશિકી વિવાથી કૌશિકી થયા, ભૂમિતુંડ વિદ્યાથી ભૂમિતુંડક થયા, મૂલવીર્ય વિદ્યાથી મૂલવીર્થક થયા, શંકુકા વિદ્યાથી શંકુક થયા, પાંડુકી વિદ્યાથી પાંડુક થયા, પાર્વતી વિદ્યાથી પાર્વત થયા, વંશાલયા વિદ્યાથી વંશાલય થયા, પાંસુમૂલ વિદ્યાથી પાંસુમૂલક થયા અને વૃક્ષમૂલ વિદ્યાથી વૃક્ષમૂલક થયા. એ સેળ નિકાયના બે ભાગ કરીને A - 13 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy