SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પારણુ નિમિત્તે પ્રભુનું હસ્તિનાપુરમાં આગમન સર્ગ ૩ જે નમિ અને વિનમિ રાજાએ આઠ આઠ વિભાગ ગ્રહણ કર્યા. પિતપતાની નિકાયમાં પિતાની કાયાની પેઠે ભકિતથી તેઓએ વિદ્યાધિપતિ દેવતાનું સ્થાપન કર્યું. નિત્ય વૃષભસ્વામીની મૂત્તિની પૂજા કરનારા તેઓ ધર્મને બાધા ન આવે એવી રીતે કાળ નિર્ગમન કરતાં દેવતા સદેશ ભેગ ભોગવવા લાગ્યા. જાણે બીજા શક ને ઇશાન ઇદ્રો હોય તેમ તેઓ બંને કંઈ કઈ વખત જબુદ્વીપની જગતિના જળકટકને વિષે કાંતાઓ સહિત ક્રીડા કરતા હતા, કેઈ વખત સુમેરુ પર્વત ઉપરના નંદનાદિક વનમાં પવનની પેઠે ઈચ્છાપૂર્વક આનંદ: સહિત વિહાર કરતા હતા, કેઈ વખતે શ્રાવકની સંપત્તિનું એ જ ફળ છે એમ ધારી નંદીશ્વરાદિ તીર્થોમાં શાશ્વત પ્રતિમાનું અર્ચન કરવાને જતા હતા, કોઈ વખતે વિદેહાદિ ક્ષેત્રમાં શ્રી અહંતના સમવસરણની અંદર જઈને પ્રભુની વાણુરૂપ અમૃતનું પાન કરતા હતા અને હરણ જેમ કાન ઊંચા કરીને ગાયન સાંભળે તેમ કઈ વખતે ચારણમુનિઓ પાસેથી તેઓ ધર્મદેશના સાંભળતા હતા. સમકિત અને અક્ષીણ ભંડારને ધારણ કરનારા તેઓ વિદ્યાધરોથી આવૃત્ત થઈને ત્રણ વર્ગ (ધર્મ, અર્થ અને કાગ)ને બાધા ન આવે તેવી રીતે રાજ્ય કરતા હતા. કચ્છ અને મહાક૭ જેઓ રાજતાપસ થયા હતા તેઓ ગંગા નદીના દક્ષિણ તટ ઉપર મૃગની પિઠે વનચર થઈને ફરતા હતા અને જાણે જગમ વૃક્ષે હોય તેમ વહકલ વત્રથી તેઓ શરીરનું આચ્છાદન કરતા હતા. વમન કરેલા અન્નની પેઠે ગૃહસ્થાશ્રમીના કારને તેઓ સ્પર્શ પણ કરતા નહોતા. ચતુર્થ અને છઠું વિગેરે તપવડે ધાતુનું શેષણ થવાથી ઘાણું કૃશ થયેલું તેમનું શરીર ખાલી પડેલી ધમણની ઉપમાને ધારણ કરતું હતું. પારણાને દિવસે પણ સડી ગયેલાં અને ભૂમિ ઉપર પડી ગયેલાં પાંદડાં અને ફળાદિકનું અશન કરી ભગવાનનું હૃદયમાં ધ્યાન કરતા ત્યાં જ રહ્યા હતા. ભગવાન રાષભસ્વામી આર્ય અનાર્ય દેશમાં મૌનપણે વિચરતા હતા. એક વર્ષ પર્યત નિરાહારપણે રહેલા પ્રભુએ વર્ષ પ્રાંતે વિચાર્યું કે “દીપક જેમ તેલવડે જ બળે છે, અને વૃક્ષ જેમ બળથી જ ટકે છે તેમ પ્રાણીઓના શરીર આહારથી જ રહે છે. તે આહાર પણ બેંતા પર દેષ રહિત હોય તે સાધુએ માધુકરી વૃત્તિથી ભિક્ષા વડે એગ્ય અવસરે ગ્રહણ કરવો યુકત છે. ગયેલા દિવસની પેઠે હજી પણ આહાર નહીં લેતાં હું અભિગ્રહ કરીને રહીશ તે મારું શરીર તે રહેશે; પરંતુ જેમ આ ચાર હજાર મુનિઓ, ભેજન નહીં મળવાથી પીડિત થઈ ભગ્ન થયા તેમ બીજા મુનિઓ ભંગ પામશે.” આ વિચાર હદયમાં ધારીને પ્રભુ ભિક્ષા માટે સર્વ નગરમાં મંડનરૂપ ગજપુર નગરે આવ્યા. તે નગરમાં બાહુબલીના પુત્ર સેમપ્રભ રાજાના શ્રેયાંસ નામે કુમારે તે સમયે સ્વપ્નમાં એવું જોયું કે ચોતરફ કાંઈ શ્યામ થયેલા એવા સુવર્ણગિરિ મેરુ)ને મેં દૂધના ઘડાથી અભિષેક કરી ઉજજવળ કર્યો. સુબુદ્ધિ નામના શેઠે એવું સ્વપ્ન જોયું કે “સૂર્યથી એવેલા સહસ્ત્ર કિરણે શ્રેયાંસકુમારે પાછા સૂર્યમાં આરોપણ કર્યા અને તેથી સૂર્ય અતિ પ્રકાશ માન થયે.” સોમયશા રાજાએ એવું સ્વપ્ન જોયું કે “ઘણું શત્રુઓએ તરફ રૂંધેલા ૧ મધુકર-ભ્રમર જેમ અનેક પુ ઉપર બેસી જરા જરા રસ ચુસી પિતાની તપ્તી કરે પણ પુને કલામણું ન ઉપજાવે તેમ મુનિ પણ અનેક ઘરેથી છેડે થેડે આહાર ગ્રહણ કરે. ગૃહસ્થને પીડાકારી ન થાય તેવી વૃત્તિને માધુકરી વૃત્તિ સમજવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy