SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ નું પરમાત્માએ કહેલ સુલોચન ને પણ મેઘના વેરનું કારણ. ૩૦૯ નગરના અધ્યક્ષને આ પ્રમાણે આજ્ઞા કરી—“બાર વર્ષ સુધી આ નગરી દંડ દાણુ વિનાની, સુભટના પ્રવેશ રહિત, કર વિનાની અને મોટા ઉત્સવવાળી કરો.” આવી આજ્ઞાને નગરના અધ્યક્ષે ડિડિમની પેઠે પિતાના માણસોને હાથી ઉપર બેસારીને આખી નગરીમાં આઘોષણથી જાહેર કરી. આવી રીતે સ્વર્ગનગરીના વિલાસવૈભવને ચોરવાના વ્રતવાળી (અર્થાત્ તેના જેવી) વિનીતાનગરીમાં ષખંડ પૃથ્વીપતિ મહારાજા સગર ચક્રવતીને ચક્રવતી પદાભિષેકને સૂચવનાર મહાન ઉત્સવ બાર વર્ષ સુધી દરેક દુકાનમાં, દરેક મંદિરમાં અને દરેક રસ્તામાં પ્રવર્તે. ६ इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये द्वितीयपर्वणि सगरदिग्विजयचक्रवर्तित्वाभिषेकवर्णनो नाम चतुर्थः सर्गः ॥४॥ છ9999999999999999999995 666666666666666666686 5 સગર ૫ મી. * છે 0000000000000000000000 δδδδδδδδδδδδδδδδδδδδδδδς એકદા દેવતાઓથી નિરંતર સેવાતા ભગવાન શ્રી અજિતનાથ સ્વામી સાક્તનગરના * ઉધાનમાં આવીને સમવસર્યા. ઇંદ્રાદિક દેવ અને સગરાદિક રાજાઓ યથાયોગ્ય આસને બેઠા એટલે પ્રભુ ધર્મદેશના આપવા લાગ્યા. તે વખતે પિતાના વધને સંભારીને ક્રોધાયમાન થયેલા સહસ્ત્રલોચને તાત્ર્ય પર્વત ઉપર ગરુડ જેમ સ૫ને મારે તેમ પોતાના શત્રુ મેઘને મારી નાખ્યો. તેને પુત્ર ઘનવાહન ત્યાંથી નાસીને શરણની ઈચ્છાથી અહીં સમવસરણમાં આવ્યું. ભગવંતને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પ્રણામ કરીને વટેમાર્ગુ વૃક્ષ નીચે બેસે તેમ પ્રભુના ચરણ પાસે આવીને તે બેઠે. તેની પછવાડે જ “પાતાળમાંથી પણ ખેંચી કાઢીને, સ્વર્ગમાંથી પણ પાડી નાખીને અથવા બળવાનના શરણથી પણ છોડાવીને હું એને મારું' એમ બોલતે અને હથિયાર ઉગામતે સહસ્ત્રલોચન ત્યાં આવ્યું, અને તેણે સમવસરણમાં રહેલા ઘનવાહનને જે. પ્રભુના પ્રભાવથી તત્કાળ તેને કેપ શાંત થયે, તેણે હથિયાર છોડી દીધા અને પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી ગ્ય સ્થાને બેઠા. પછી સગરચક્રીએ પરમેશ્વરને પૂછયું- હે પ્રભુ ! પૂર્ણમેઘ અને સુચનને વેર થવાનું શું કારણ ભગવાન બોલ્યા-“પૂર્વે સૂર્યપુર નગરમાં ભાવન નામે એક કેટી દ્રવ્યને સવામી વણિક રહેતું હતું. તે શ્રેષ્ઠી એક વખતે પિતાનું સર્વ દ્રવ્ય પિતાના પુત્ર હરિદાસને સોંપી વેપારને માટે દેશાંતર ગયો. બાર વર્ષ સુધી પરદેશમાં રહી ઘણું ધન મેળવીને ભાવનશે પિતાને નગરે આવી નગરની બહાર રાત્રિવાસો રહ્યો. ત્યાં બધા પરિવારને મૂકીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy