SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું બાહુબલિને સુવેગને જવાબ. " ૧૫૭ અમારા નાના ભાઈઓ પિતાને અનુસર્યા છે. તેમના રાજ્ય ગ્રહણ કરવાથી છળ જોનારા તારા સ્વામીની બચેષ્ટા હવે પ્રગટ થઈ છે. એવી જ રીતે અને એ જ સ્નેહ બતાવવા માટે એ ભરતે વાણીના પ્રપંચમાં વિશેષ પ્રકારે વિચક્ષણ એવા તને મારી પાસે એક છે. એ નાના ભાઈઓએ દીક્ષા લઈ પિતાનાં રાજ્યનું દાન કરી જે હર્ષ તેને ઉત્પન્ન . કર્યો છે તે હર્ષ એ રાજ્યલુબ્ધને મારા આવવાથી થશે ? નહીં થાય. તેમને હું વજાથી કઠોર છું; પરંતુ થોડા વૈભવવાળ છતાં ભાઈને તિરસ્કાર કરવાના ભયથી હું તેની ત્રાદ્ધિ ગ્રહણ કરતું નથી. તે પુષ્પથી કમળ છે પણ માયાવી છે, કે જેણે અવ વાદથી ભય પામેલા પિતાના નાના ભાઈ એનાં રાજ્ય જાતે ગ્રહણ કર્યા. તે દૂત ! ભાઈ ઓના રાજ્યને ગ્રહણ કરનારા તે ભારતની અમે ઉપેક્ષા કરી તેથી નિર્ભયમાં પણ નિર્ભય એવા અમે શેના ! ગુરુ જનમાં વિનય રાખો એ પ્રશસ્ત છે, પણ જો ગુરુ પોતે ગુરૂ થાય તે પણ ગુરુના ગુણથી રહિત એવા ગુરુજનમાં વિનય રાખવે એ તો ઉલટું લજજાસ્પદ છે. ગર્વવાળા, કાર્ય અકાર્યને નહીં જાણનારા અને ઉત્માગામી એવા ગુરુજનને પણું ત્યાગ જ કરવો જોઈએ. અમે શુ તેના અશ્વાદિક લઈ લીધા છે કે તેનાં નગરાદિક ભગ્ન કર્યા છે કે જેથી અમારા અવિનયને એ સર્વસહ રાજાએ સહન કર્યો એમ તું કહે છે. જેનેના પ્રતિકારને માટે અમે તેવા કાર્યમાં પ્રવર્તતા નથી, માટે વિચારીને કાર્ય કરનારા સપુરુષે શું ખલ પુરુષનાં વચનથી દૂષિત થાય છે ? આટલો વખત અમે આવ્યા નહીં તેથી નિસ્પૃહ થઈને તેઓ કઈ ઠેકાણે ચાલ્યા ગયા તે આજ હવે અમે તે ચક્રીની પાસે આવીએ ! ભૂતની પેઠે છળને શોધનાર તે સર્વત્ર અપ્રમત્ત અને અબ્ધ એવા અમારી કઈ ભૂલને ગ્રહણ કરશે ? તેમને કઈ દેશ કે બીજું કાંઈ પણ અમે ગ્રહણ કર્યું નથી. વળી એ ભરતેશ્વર અમારા સ્વામી શી રીતે થાય ? મારા અને તેમના ભગવાન કષભદેવ જ સ્વામી છે, તે અમે બંનેને પરસ્પરમાં સ્વામીસંબંધ કેમ ઘટે ? તેજના કારણરૂપ હું ત્યાં આવવાથી તેઓનું તેજ કેમ રહેશે ? કારણ કે સૂર્યને ઉદય થયે અગ્નિ તેજસ્વી રહેતું નથી. અસમર્થ રાજાએ પિતે સ્વામી છતાં પણ તેને સ્વામી ગણી તેની સેવા કરે; કેમકે એવા રાંક રાજાઓના નિગ્રહ અને અનુગ્રહ કરવામાં એ સમર્થ છે. ભ્રાતૃસ્નેહના પક્ષે પણ જે હું તેની સેવા કરું તે તે ચક્રવતીપણુને સંબંધ જ ગણાય; કેમકે લેકનાં મુખ બંધાતાં નથી. હું તેમને નિર્ભય બ્રાતા છું અને તે આજ્ઞા કરવા ગ્ય છે; પણ જાતિપણાના સ્નેહનું તેમાં શું કામ છે ? એક જાતિ એવા વાથી અથવા વજનું વિદારણ નથી થતું શું ? સુર, અસુર અને નાની ઉપાસનાથી તે ભલે પ્રસન્ન થાઓ, પણ તેમાં મારે શું ? કેમકે સજજ રથ પણ માગે ચાલવાને સમર્થ થાય છે, ઉન્માર્ગે તે ભાંગી જાય છે. ઇંદ્ર પિતાજીને ભક્ત છે, તેથી તેને પિતાજીને જ્યેષ્ઠ પુત્ર ગણું પિતાના અર્ધ આસન ઉપર બેસારે તે તેથી શું તે ગર્વ પામે છે ? એ ભરતરૂપ સમુદ્રમાં સૈન્ય સહિત બીજા રાજાઓ સાથુઆના ચૂર્ણની મુષ્ટિ જેવા થાય છે તે ખરું, પણ તેજથી દુસહ એ હું તે તે સમુદ્રમાં વડવાનળ જે છું. સૂર્યના તેજમાં બીજાં તેજ માત્ર લય થઈ જાય, તેમ ભરતરાજા પિતાનાં અધ, હસ્તી, પાયદલ અને સેનાપતિ સુદ્ધાં મારામાં લય થઈ જાય. બાળપણમાં હાથીની જેમ મેં તેને પગેથી પકડીને - ૧ બગલા જેવી ચેષ્ટા ( માયાવી પણું ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy