SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ પર્વ ૧લું દૃષ્ટિયુદ્ધમાં ભરત મહારાજાને પરાજય. બાંધી. કિરણથી જેમ સૂર્ય શોભે અને લતાઓથી જેમ વૃક્ષ શેભે, તેમ એવી એક હજાર શંખલાથી મહારાજા ભવા લાગ્યા. પછી તેઓએ સર્વ સૈનિકોને કહ્યું- હે વીશ! બળદ જેમ શકટને ખેંચે તેમ તમે બળ અને વાહન સહિત નિર્ભયપણે મને ખેંચે. તમારા સર્વના એકત્ર બળથી ખેંચીને મને આ ખાડામાં પાડી નાખો. મારી ભુજાના બળથી પરીક્ષા કરવા માટે તમારે “સ્વામીની અવજ્ઞા થશે એમ વિચારી છળ ન કરે. મેં આવું દુઃસ્વપ્ન જોયું છે તેથી તેને તમે નાશ કરે; કારણ કે સ્વપ્નને પોતે જ સાર્થક કરનારથી સ્વપ્ન નિષ્ફળ થાય છે. આવી રીતે ચાકીએ વારંવાર આદેશ કરેલા સૈનિકોએ તેમ કરવું માંડમાંડ સ્વીકાર્યું; કારણ કે સ્વામીની આજ્ઞા બળવાનું છે પછી દેવ અને અસુરએ જેમ મંદરાચળ પર્વતને ખેંચાવાના નેત્રા(દોરડા) રૂપ થયેલા સર્પોને ખેંચ્યા હતા, તેમ સર્વ સૈનિકો ચકીની ભુજાએ બાંધેલી શૃંખલા ખેંચવા લાગ્યા. ચક્કીની ભુજા સાથેની લાંબી શૃંખલાઓમાં તેઓ લગ્ન થયા, એટલે ઊંચા વૃક્ષના શાખાઝમાં રહેલા વાંદરાની જેવા તેઓ શોભવા લાગ્યા. પર્વતને ભેદનારા હાથીઓની જેમ પિતાને ખેંચનારા સૈનિકની ચક્રવતીએ કૌતુક જોવા માટે થોડીવાર ઉપેક્ષા કરો. પછી મહારાજાએ તે હાથ પિતાની છાતી સાથે અથડા એટલે હાથ ખેંચવાથી પંકિતબંધ બાંધેલી ઘટીમાલાની જેમ તેઓ સર્વ એક સાથે પડી ગયા. તે વખતે ખજુરરુપ ફળથી ખજુરનું વૃક્ષ શેલે તેમ લટક્તા એવા સૈનિકેથી ચક્રવતીની ભુજા ભવા લાગી. પિતાના સ્વામીના એવા બળથી હર્ષ પામેલા સૈનિકોએ તેમની ભુજાની શૃંખલાઓને પૂર્વે કરેલી દુશંકાની જેમ તત છોડી દીધી. પછી ગાયન કરનાર માણસ જેમ પ્રથમ બેલેલા ઉદ્ગ્રાહને ફરીથી ગ્રહણ કરે, તેમ ચક્રવતી હાથી ઉપર બેસી રણભૂમિમાં આવ્યા. ગંગા અને યમુનાની વચમાં જેમ વેદિકાને ભાગ શોભે તેમ બંને સેનાની મધ્યમાં વિપૂલ ભૂમિતળ શોભતું હતું. તે વખતે જગતને સંહાર અટકવાથી હર્ષ પામીને જાણે કોઈએ પેરેલ હોય તેમ પવન પૃથ્વીની રજને ધીમે ધીમે કર કરવા લાગ્યું. સમવસરણની ભૂમિની જેમ તે સણભૂમિ ઉપર ઉચિતને જાણનારા દેવતાઓ સુગંધી જળની વૃષ્ટિ કરવા લાગ્યા અને મંત્રિક પુરુષો મંડળની ભૂમિમાં વરસાવે તેમ વિકસિત પુષે તે રણભૂમિમાં તેઓએ વરસાવ્યાં. પછી કુંજરની જેમ ગર્જના કરતા બંને રાજકુંવરએ હસ્તી ઉપરથી ઉતરી રણભૂમિમાં પ્રવેશ કર્યો. તે વખતે મહાપરાક્રમવાળા અને લીલાથી ચાલનારા તેઓ પગલે પગલે કુમેદ્રને પ્રાણસંશય પમાડવા લાગ્યા. - તેમણે પ્રથમ દણિયુદ્ધ કરવું એવી પ્રતિજ્ઞા કરી અને જાણે બીજા શક ને ઈશાન ઈદ્ર હોય તેમ અનિમેષ નેત્ર કરી તેઓ સામસામા ઊભા રહ્યા. રકતનેત્રવાળા બંને વીરે સન્મુખ રહીને એક બીજાના મુખ સામું જોતા હતા. તે વખતે સાયંકાળે સામસામા રહેલા સૂર્ય, ચંદ્રની જેવા તેઓ શુભતા હતા. ધ્યાન કરનારા રોગીઓની જેમ ઘણા વખત સુધી નિશ્ચળ લેચન કરીને બંને વરે સ્થિર રહ્યા. છેવટે સૂર્યના કિરણથી આકાંત થયેલા નીલકમલની પેઠે ઋષભસ્વામીના જ્યેષ્ઠ પુત્ર ભરતનાં નેત્ર મીંચાઈ ગયાં અને છ ખંડ. ભરતને જય કરવાથી થયેલી મોટી કીનિ મહારાજા ભરતનાં નેત્રોએ પાણી મૂકવાની પેઠે અશ્રુજળના મિષથી મૂકી દીધી હોય તેમ જણાયું. પ્રાતઃકાળે વૃક્ષો જે તેમ મસ્તક ધુણાવતા દેવતાઓએ તે વખતે બાહુબલિ ઉપર પુષ્પવૃષ્ટિ કરી. સૂર્યોદય વખતે પાડીઓની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy