SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ભરત મહારાજાના સુભટનું ચિન્તવન સર્ગ ૫ મે. ઘરે રહેનારી પુત્રવતી સ્ત્રીની પેઠે આપણે ફેગટ બાહુબલિનું દ્રવ્ય લીધું અને અરણ્યવૃક્ષનાં પુછપની સુગંધની જેમ આપણું બાહદંડનું વીર્ય વ્યર્થ ગયું ! નપુંસક પુરૂષે કરેલા સ્ત્રીઓના સંગ્રહની જેમ આપણે શસ્ત્રસંગ્રહ નકામે થયો અને પોપટે કરેલા શાસ્ત્રાભ્યાસની જેમ આપણે શાસ્ત્રાભ્યાસ વ્યર્થ ગયે ! તાપસેના પુત્રોએ મેળવેલું કામશાસ્ત્રનું પરિજ્ઞાન જેમ નિષ્ફળ થાય છે, તેમ આપણે ગ્રહણ કરેલું પદાતિપણું નિષ્ફળ થયું ! હતબુદ્ધિવાળા આપણે હાથીઓને મારાભ્યાસ કરાવ્યો અને ઘોડાઓને શ્રમજય કરાવ્યો તે વ્યર્થ કરા! શરઋતુના મેઘની જેમ આપણે ફેગટ વિકટ કટાક્ષ કર્યા ! સામગ્રીદશકની જેમ આપણી તયારીઓ વ્યર્થ થઈ અને યુદ્ધદેહદ નહીં પૂરાવાથી આપણું અહંકાર ધારણ કરવાપણું નિષ્ફળ થયું.” આવી રીતે ચિંતવતા તેઓ બેદરૂપ ઝેરથી ગર્ભિત થઈ ફત્કાર કરનારા સર્પોની જેમ સીત્કાર કરતા પાછા ફર્યા. ક્ષાત્રવતપી દ્રવ્યવાળા ભરતરાજાએ પણ સમુદ્ર જેમ ભરતીને પાછી વાળે તેમ પિતાની સેનાને પાછી વાળી. પરાક્રમી ચક્રવતી એ પાછા વાળેલા સૈનિકે પગલે પગલે એકઠા થઈને વિચાર કરવા લાગ્યા કે-“આપણા સ્વામિ ભારતે મંત્રીના મિષથી વૈરીની જેવા કયા મંત્રીના વિચારથી બે બાહુથી જ થનારુ વંદ્વ યુદ્ધ માન્ય કર્યું ? છાશના ભેજનની જેમ સ્વામીએ એ સંગ્રામ કબૂલ કર્યું ત્યારે હવે આપણું શું કામ રહ્યું ! છ ખંડ ભરતક્ષેત્રના રાજાઓ સાથેના રણ સંગ્રામમાં શું આપણે કોઈને પણ આક્રાંત કર્યો નથી, કે જેથી આજે આપણને યુદ્ધથી વારે છે? જ્યારે પિતાના સુભટે નાસી જાય, છતાય કે મરાઈ જાય ત્યારે જ સ્વામીએ યુદ્ધ કરવું જોઈએ, કારણું કે રણની ગતિ વિચિત્ર છે. જે એક બાહુબલિ સિવાય બીજો કોઈ શત્રુ હોત તો યુદ્ધમાં કદાપિ આપણે આપણા સ્વામીના જય વિશે સંશય લાવીએ નહીં; પણ બળવંત બાહબલિ સાથે યુદ્ધમાં વિજય કરવાની ઈદ્રને પણ શંકા થાય તે બીજે શું માત્ર ?! મોટી નદીના પૂરની જેમ દુસહ વેગવાળા તે બાહુબલિ સાથે પ્રથમ યુદ્ધ કરવું તે સ્વામીને ઘટે નહીં. પ્રથમ અમે યુદ્ધ કર્યા પછી જ સ્વામીને યુદ્ધમાં જવું યુક્ત છે; કેમકે પ્રથમ અદમ પુરૂષોએ દમન કરેલા અશ્વ ઉપર જ બેસાય છે. આવી રીતે માંહમાહે વાતો કરતા પિતાના વીર પુરુષોને જેઈ ઈગિતાકારથી તેમના ભાવને જાણે ચક્રીએ તેમને લાવી કહ્યું- હે વીર પુરુષો ! અંધરારને નાશ કરવામાં જેમ સૂર્યના કિરણે અગ્રેસર છે, તેમ શત્રુઓને નાશ કરવાને તમે મારા અગ્રેસર છે. અગાધ ખાઈમાં પડીને હાથી જેમ કિલ્લા સુધી આવી શકે નહીં, તેમ તમે યોદ્ધા છતાં કોઈ શત્રુ મારી ઉપર આવ્યું નથી. અગાઉ કોઈ વખત તમે મારું યુદ્ધ જોયું નથી તેથી તમને વ્યર્થ શંકા થાય છે. કારણ કે ભકિત અસ્થાને પણ ભયની શંકા કરાવે છે; માટે હે વીરસુભટે તમે સૌ એકઠા થઈ મારી ભુજાનું બળ જુઓ, જેથી રોગના ક્ષયથી ઔષધ સંબંધી શંકા નાશ પામે તેમ તત્કાળ તમારી શંકા નાશ પામશે, એમ કહી ચક્રીએ સેવકપુરુષો પાસે ઘણે વિસ્તીર્ણ અને ગંભીર ખાડો ખેદા. પછી દક્ષિણ સમુદ્રના તીર ઉપર જેમ સહ્ય પર્વત રહે તેમ તે ખાડાના તટ ઉપર ભરતેશ્વર બેઠા અને વડના વૃક્ષને લટક્તી લાંબા વડવાઈઓની જેમ ભરતેશ્વરે પોતાના ડાબા હાથ ઉપર મજબૂત સાંકળે ઉપરાઉપરી ૧. સંગ્રામ કરવાને–સંામમાં સ્થિર રહેવાને અભ્યાસ. ૨ ઘોડાઓને ચાલ શિખવનારા-ઉસ્તાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy