SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ ભસ્તરાયે કરેલ સર્વ તીર્થકરોની સ્તુતિ. સગ ૬ છે. છે એવા મહાત્માઓને પણ તમે પ્રત્યક્ષ જ છે. હે પરમેશ્વર !જેવી રીતે મમતા રહિત એવા તમે આ સર્વ સંસારનો ત્યાગ કર્યો તેવી રીતે હવે કદાપિ મારા મનને ત્યાગ કરશે નહીં.” એવી રીતે આદીશ્વર ભગવંતની સ્તુતિ કર્યા પછી બીજા પ્રત્યેક જિદ્રોને નમસ્કાર કરી પ્રત્યેક તીર્થકરની તેણે આવી રીતે સ્તુતિ કરવા માંડી. વિષય કષાયથી અજિત, વિજયા માતાની કુક્ષિમાં માણિક્યરૂપ અને જિતશત્રુ રાજાના પુત્ર હે જગસ્વામી અજિતનાથ ! તમે જય પામે. સંસારરૂપી આકાશનું અતિક્રમણ કરવામાં સૂર્યરૂપ, શ્રી સેનાદેવીના ઉદરથી ઉત્પન્ન થયેલા અને જિતારી રાજાના પુત્ર એવા હે સંભવનાથ ! તમને હું નમસ્કાર કરું છું: સંવર રાજાના વંશમાં આભૂષણરૂપ, સિદ્ધાર્થી દેવીરૂપી પૂર્વ દિશામાં સૂર્ય સમાન અને વિશ્વને આનંદદાયી એવા હે અભિનંદનામી ! તમે અમને પવિત્ર કરે. મેઘરાજાના વંશરૂપી વનમાં મેઘ સમાન અને મંગળામાતારૂપી મેઘમલામાં મેતીરૂપ એવા હે સુમતિનાથ હું તમને નમસ્કાર કરું છું. ધર્મશજારૂપી સમુદ્રને ચંદ્ર સમાન અને સુસીમાદેવીરૂપી ગંગા નદીમાં કમલ સમાન એવા હે પદ્મપ્રભુ ! તમને હું નમસ્કાર કરું છું. શ્રી પ્રતિષ્ઠ રાજાના કુળરૂપી ગૃહના પ્રતિષ્ઠાથંભરૂપ અને પૃથ્વી માતારૂપ મલયાચળમાં ચંદન સમાન છે સુપાર્શ્વનાથ ! મારી રક્ષા કરે. મહસેન રાજાના વંશરૂપી આકાશમાં ચંદ્ર સમાન અને લક્ષમણ દેવીની કુક્ષિરૂપી સરેવરમાં હંસ સમાન એવા હે ચંદ્રપ્રભુ ! તમે અમારી રક્ષા કરે. સુગ્રીવ રાજાના પુત્ર અને શ્રી રામાદેવીરૂપ નંદનવનની ભૂમિમાં કલ્પવૃક્ષરૂપ એવા હે સુવિધિનાથ ! અમારું શીઘ કલ્યાણ કરે. દઢરથ રાજાના પુત્ર, નંદાદેવીના હૃદયના આનંદરૂપ અને જગતને આહ્લાદ કરવામાં ચદ્ર સમાન એવા છે શીતળસ્વામી ! તમે અમને હર્ષકારી થાઓ. - શ્રી વિષ્ણુદેવીના પુત્ર, વિષ્ણુ રાજાના વંશમાં મોતી સમાન અને મોક્ષરૂપ લક્ષમીના ભર્તાર એવા હે શ્રેયાંસપ્રભુ ! તમે કલ્યાણ માટે થાઓ. - વસુપૂજ્ય રાજાના પુત્ર, યાદેવીરૂપ વિદ્વર પર્વતની ભૂમિમાં રનરૂપ અને જગતને પૂજ્ય એવા હે વાસુપૂજ્ય ! તમે મેક્ષલક્ષમીને આપે. કૃતવર્મ રાજાના પુત્ર અને શ્યામાદેવીરૂપ શમી વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલ અગ્નિ સમાન એવા હૈ વિમલસ્વામી ! તમે અમારું મન નિર્મળ કરે, સિંહસેન રાજાના કુળમાં મંગળદીપક સમાન અને સુયશાદેવીના પુત્ર હે અનંતભગવાન! તમે અનંત સુખ આપો. સુત્રતાદેવીરૂપ ઉદયાચળની તટીમાં સૂર્યરૂપ અને ભાનુ રાજાના પુત્ર એવા હે ધર્મ નાથ પ્રભુ ! તમે ધર્મને વિષે મારી બુદ્ધિ સ્થાપન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy