________________
૨૦ ૮e ક્ષણિકવાદનું નિરસન.
સગ ૧ લે. ઉપર મૂત્રાદિકનું લેપન થાય છે એ દષ્ટાંત પણ અસત છે, કેમકે પાષાણ અચેતન છે તે તેને સુખદુઃખાદિને અનુભવ જ શેનો હેય? માટે આ દેહથી ભિન્ન એ પરલેકવાન આત્મા છે અને ધર્મ અધર્મ છે કારણ જેનું એ પરલોક પણ છે એમ સિદ્ધ થાય છે. અગ્નિના તાપથી જેમ માખણ ઓગળી જાય છે તેમ સ્ત્રીના આલિંગનથી મનુષ્યોને વિવેક સવ પ્રકારે નાશ પામે છે. અનર્ગોળ અને ઘણું રસવાળા આહારના પુદ્ગલને ભાગવનાર માણસ, ઉન્મત્ત પશુની પેઠે ઉચિત કર્મને જાણતો જ નથી. ચંદન, અગરૂ, કસ્તુરી અને ઘનસાર વગેરેની સુગંધીથી સર્પાદિકની પેઠે કામદેવ મનુષ્યનું આક્રમણ કરે છે. વાડમાં ભરાયેલા વસ્ત્રના છેડાથી જેમ માણસની ગતિ ખલના પામે છે તેમ સ્ત્રી વગેરેના રૂપમાં સંલગ્ન થયેલા ચક્ષુથી પુરુષ સ્તુલિત થઈ જાય છે. ધૂત માણસની મૈત્રીની જેમ થોડીવાર સુખ આપવાથી વારંવારે મેહ પમાડતા સંગીત હમેશાં કુશળને માટે થતા નથી, માટે હે
પાપના મિત્રો, ધર્મના વિરોધી અને નરકને આકર્ષણ કરવાના પાસરૂપ વિષયને દૂરથી જ છેડી દે. એક સેવ્ય થાય છે અને એક સેવક થાય છે, એક યાચક થાય છે અને એક દાતા થાય છે, એક વાહન થાય છે અને બીજે તેની ઉપર બેસનાર થાય છે, એક અભય માગે છે અને એક અભયદાન આપનાર થાય છે, એ વગેરેથી આ લોકમાં ધર્મ–અધર્મનું મહેસું ફળ જણાય છે. તે જોતાં પણ જે માણસ માને નહી તેવા બુદ્ધિવાનનું કલ્યાણ થાઓ ! ! વધારે શું કહીએ ? હે રાજન ! આપે અસત્ વાણીની પેઠે દુઃખ આપનાર અધર્મને ત્યાગ કરે અને સત્ વાણીની પેઠે સુખના અદ્વિતીય કારણરૂપ ધર્મને ગ્રહણ કરે.”
એવું સાંભળીને શતમતિ નામને મંત્રી બે–પ્રતિક્ષણભંગુર પદાર્થ વિષયના જ્ઞાન સિવાય જુદે એ કેઈ આત્મા નથી અને વસ્તુઓમાં સ્થિરપણાની બુદ્ધિ છે તેનું મૂળ કારણુ વાસના છે, માટે પૂર્વ અને અપર ક્ષણેનું વાસનારૂપ એકત્વ વાસ્તવિક છે, ક્ષણાનું એકત્વ વાસ્તવિક નથી.”
સ્વયંબુદ્ધે કહ્યું કેઈપણ વસ્તુ અન્વય (પરંપરા) રહિત નથી, જળ અને ઘાસ ગામાં દૂધને માટે કપાય છે, આકાશપુષ્પ અને કૂર્મના રેમ જેવી નિરન્વય વસ્તુ આ જગતમાં કેઈ નથી, તેથી ક્ષણભંગુરપની બુદ્ધિ વૃથા છે. જે વસ્તુ ક્ષણભંગુર હોય તે સંતાનપરંપરા પણ કેમ ક્ષણિક ન કહેવાય ? જે સંતાનનું નિત્યપણું માનીએ તો સમસ્ત પદાર્થ ક્ષણિક કેવી રીતે થાય ? જે સર્વ પદાર્થો અનિત્ય માનીએ તે થાપણ મૂકેલી પાછી માગવી, પૂર્વ વાતનું સ્મરણ કરવું અને અભિજ્ઞાન કરવું એ સર્વ કેમ ઘટે ? જે જન્મ થાય પછી અનંતર ક્ષણમાં જ નાશ પાડ્યું હોય તે બીજી ક્ષણમાં થયેલે પુત્ર પ્રથમના માતા પિતાને પુત્ર ન કહેવાય અને પુત્રને પ્રથમ ક્ષણમાં થયેલા માતાપિતા તે માતાપિતા ન કહેવાયતેથી તેમ કહેવું અસંગત છે. જે વિવાહના સમય પછીની ક્ષણે દંપતી ક્ષણુનાશવંત હોય તે તે સ્ત્રીને તે પતિ નહી અને તે પતિની તે સ્ત્રી નહી એમ બંને માટે તે અસમંજસ છે. એક ક્ષણમાં જે અશુભ કર્મ કરે તે જ બીજી ક્ષણમાં તેનું ફળ ન ભેગવે અને તેને બીજે ભોગવે તેથી કૃતને નાશ અને અકૃતને આગમ એવા બે મ્હોટા દોષની પ્રાપ્તિ થાય.”
૧ પુનર્ભવ કરનાર, પરલોકમાં જનારો. એધાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org