________________
પર્વ ૧ લું.
નાસ્તિકમતને નિરાસ. કરે અને અમૃત સમાન ભેજ્ય અને પેય પદાર્થોનું યથારુચિ આસ્વાદન કરે; તેને જે નિષેધ કરે તેને સ્વામીને વરી સમજ. હે સ્વામિન ! જાણે સૌરભ્યથી જ નિષ્પન્ન થયા છે તેમ કપૂર, અગરુ, કસ્તુરી અને ચંદનાદિકથી તમે રાત્રિદિવસ વ્યાસ રહે. હે રાજન ! નેત્રની પ્રીતિને માટે ઉદ્યાન, વાહન, કિલ્લા અને ચિત્રશાળાઓ વગેરે જે જે શેભિતા પદાર્થો હોય તેને વારંવાર જુઓ. હે સ્વામિન ! વીણા, વેસુ, મૃદંગ વગેરે વાજિંત્રવડે ગવાતાં ગીતથી થતાં મધુર શબ્દો - નિરંતર તમારા કર્ણને રસાયનરૂપ થાઓ. જ્યાં સુધી જીવવું ત્યાંસુધી વિષયના સુખવડે જીવવું અને ધર્મકાર્યને માટે તલખવું નહીં, કારણ કે ધર્મ અધર્મનું કાંઈ પણ ફળ નથી.
સંભિન્નમતિનાં વચનો સાંભળી સ્વયંબુદ્ધે કહ્યું-“અરે ! પિતાના અને પરના શત્રુ રૂપ નાસ્તિક લોકેને ધિક્કાર છે કે જેઓ, અંધ માણસ જેમ અંધ ટોળાને દેરી કૂવામાં પાડે તેમ માણસને, આકર્ષણ કરી અર્ધગતિને વિષે પાડે છે. જેમ સુખદુઃખ સ્વસંવેદનથી જાણી શકાય છે તેમ આત્મા પણ સ્વસંવેદનથી જ જાણવા ગ્ય છે, તે સ્વસંવેદનમાં બાધાને અભાવ હોવાથી આત્માને નિષેધ કરવાને કઈ પણ શક્તિમાન નથી. “હું સુખી છું, હું દુખી છું' એવી અબાધિત પ્રતીતિ આત્મા સિવાય કોઈને કયારે પણ થઈ શકતી નથી. એ પ્રમાણેના જ્ઞાનથી પિતાના શરીરને વિષે આત્માની સિદ્ધિ થાય છે, તે અનુમાનથી પરશરીરમાં પણ તેની સિદ્ધિ થાય છે. સર્વત્ર બુદ્ધિપૂર્વક ક્રિયાની પ્રાપ્તિ દેખાવાથી પર શરીરને વિષે પણ આત્મા છે એ નિશ્ચય થાય છે. જે પ્રાણી મૃત્યુ પામે છે તે જ પુનઃ ઉત્પન્ન થાય છે. તેથી ચેતનને પરલોક પણ છે એવું સંશય રહિત જણાય છે. જેમ બાલ્યાવસ્થાથી તરુણાવસ્થા પ્રાપ્ત થાય છે અને તારુણ્યમાંથી વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તેમ જ ચેતન એક જન્મમાંથી બીજા જન્મમાં પણ જાય છે. પૂર્વભવની અનુવૃત્તિ સિવાય તરતને જન્મેલ બાળક પણ શિખવ્યા સિવાય માતાના સ્તન ઉપર પિતાનું મુખ કેમ અર્પણ કરે ? આ જગતમાં કારણને અનુરૂપ એવું જ કાર્ય જોવામાં આવે છે, તે તે અચેતન ભૂતોથી ચેતન કેમ ઉત્પન્ન થાય? વળી હે સ ભિન્નમતિ ! હું તને પૂછું છું કે ચેતના પ્રત્યેક ભૂતથી ઉપન થાય છે કે સમગ્રના સંગથી ઉપજે છે ? જે દરેક ભૂતથી ચેતન ઉત્પન્ન થાય એ પ્રથમ પક્ષ લઈએ તે તેટલી જ ચેતના હેવી જોઈએ અને સર્વ ભૂતની એકત્રતા થવાથી જ ચેતના ઉત્પન્ન થાય એ બીજે પક્ષ ગ્રહણ કરીએ તો તે ભિન્ન સ્વભાવવાળા ભૂતેથી એક સ્વભાવવાળો ચેતન કેમ ઉત્પન્ન થાય ? એ સર્વ વિચારવા જેવું છે. રૂપગંધ–રસ–સ્પશ ગુણવાળી પૃથ્વી છે, રૂપ-સ્પર્શ–રસાત્મક ગુણવાળું જળ છે, રૂપ અને સ્પર્શ ગુણવાળું તેજ છે અને એક સ્પશ ગુણવાળે મરુતુ છે, એ પ્રમાણે તે ભૂતની ભિન્ન સ્વભાવતા સર્વના જાણવામાં જ છે. જેમ જળથી વિસદશ એવા મોતીની ઉત્પત્તિ જોવામાં આવે છે તેમ અચેતન ભૂતોથી પણ ચેતનની ઉત્પત્તિ થાય એમ તું કહીશ તો તે પણ યુક્ત નથી, કેમકે મેતી વગેરેમાં પણ જળ દેખાય છે, તેમ જળ અને મોતી અને પૌગલિક જ છે, તેથી તેમાં વિસદશપણું નથી. પિષ્ટ, ગેળ અને જળ વગેરેથી થયેલી મદશકિતનું તું દષ્ટાંત આપે છે, પણ તે મદશક્તિ પણ અચેતન છે, તેથી ચેતનમાં તે દષ્ટાંત કેમ સંભવે ? દેહ અને આત્માનું અકયપણું કયારે પણ કહી શકાય તેવું નથી, કેમકે તદવસ્થ (મૃત્યુ પામેલા) દેહમાં ચેતન (આત્મા) ઉપલબ્ધ થતું નથી. એક પાષાણ પૂજાય છે અને બીજા પાષાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org