SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ મરીચિની શિષ્ય માટેની વિચારણા સગ ૬ છે પામી ઘણુ જીવવાળા સચિત્ત જળને ત્યાગ કર્યો છે, પણ હું તે પરિમિત જળથી સ્નાન અને પાન કરીશ.” એવી રીતે પોતાની બુદ્ધિથી પોતાનું લિંગ વેશ) કપી, તે વેશ ધારણ કરી મરીચિ ૨વામીની સાથે વિહાર કરવા લાગે. ખચ્ચર જેમ ઘેડે કે ગધેડો કહેવાય નહીં, પણ બંનેના અંશથી ઉત્પન્ન થયેલ છે, તેમ મરીચિ મુનિ પણ નહીં અને ગૃહસ્થ પણ નહીં, પણ બંનેના અંશવાળો નવીન વેષધારી થયો. હંસામાં કાક પક્ષીની જેમ મહર્ષિઓમાં વિકૃત વેશવાળા મરીચિને જોઈ ઘણું લેકે કૌતુકથી તેને ધર્મ પૂછવા લાગ્યા, તેના ઉત્તરમાં તે મૂળ-ઉત્તર ગુણવાળા સાધુધર્મને જ ઉપદેશ કરતા, અને એમ કહેતાં પતે એ પ્રમાણે કેમ નથી આચરતા ?” એમ કેઈ પૂછતું તે તેમાં પિતાની અશકિત જણાવતા. એ પ્રમાણે પ્રતિબંધ આપતાં કે ભવ્ય જીવ દીક્ષા લેવાની ઈચ્છા બતાવે તે તેને તે પ્રભુની પાસે મોકલતા હતા અને એનાથી પ્રતિબંધ પામીને આવનારા એ ભવ્ય પ્રાણીઓને નિષ્કારણ ઉપકાર કરવામાં બંધુસમાન ભગવાન ઋષભદેવજી પોતે દીક્ષા આપતા હતા. " એમ પ્રભુની સાથે વિહાર કરતાં એ મરીચિને એક દિવસ કાષ્ઠના ઘુણાની જેમ મહા ઉત્કટ રોગ ઉત્પન્ન થયે. અવલંબનથી ભ્રષ્ટ થયેલા કપિની પેઠે વતથી ભ્રષ્ટ થયેલા એ મરીચિની તેના યૂથવાળા સાધુઓએ પ્રતિપાલના કરી નહીં, એટલે ઈશ્નને વાડે જેમ રક્ષક વિના ડકકરાદિકથી વધારે ખાધા પામે, તેમ ઉપચાર વિના મરિચિને એ રોગ અધિક પીડાકારી થયે. મેટા અરણ્યમાં સહાય રહિત પુરૂષની જેમ ઘેર રેગમાં પડેલ મરીચિ પિતાના મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્ય-“અહો ! મારે આ ભવમાં જ કઈ અશુભ ઉદય આવ્યું જણાય છે, જેથી મારા પિતાના સાધુઓ પણ પરની જેમ મારી ઉપેક્ષા કરે છે; પરંતુ ઘુવડ પક્ષી દિવસે જોઈ શકે નહીં તેમાં જેમ પ્રકાશ કરનારા સૂર્યને દેષ નથી; તેમ મારે વિષે પણ એ અપ્રતિચારી સાધુઓને કાંઈપણ દોષ નથી; કારણ કે ઉત્તમ કુળવાળા જેમ પ્લેચ્છની સેવા કરે નહીં, તેમ સાવદ્ય કર્મથી વિરમેલા તે સાધુઓ સાવધ કર્મ કરનારા મારી વૈયાવૃત્ય કેમ કરે ? વળી તેઓની પાસે મારે વયાવૃત્ય કરાવવી એ ચુકત પણ નથી; કેમકે તે વ્રતભંગ કરવાથી થયેલા મારા પાપની વૃદ્ધિને માટે થાય તેવી છે. હવે તે મારા ઉપચાર માટે કઈ મારી જેવા મંદ ધર્મ વાળા પુરૂષની શોધ કરું, કારણ કે મૃગની સાથે મૃગ જ યુક્ત છે. એવી રીતે વિચાર કરતાં કેટલેક કાળે મરીચિ રોગનિમુકત થયે. ખારી જમીન પણ કેઈ કાળે સ્વયમેવ સારી થઈ જાય છે. અન્યદા મહાત્મા ઋષભસ્વામી વિશ્વને ઉપકાર કરવામાં વર્ષાઋતુના મેઘ સમાન દેશના આપતા હતા ત્યાં કપિલ નામે કઈ દુર્ભવ્ય રાજપુત્રે આવીને ધર્મ સાંભળ્યો. ચક્રવાકને ચાંદનીની જેમ, ઘુવડને દિવસની જેમ, ક્ષીણ ભાગ્યવાળા રેગને ઔષધની જેમ, વાયુ વેગવાળાને શીતળ પદાર્થની જેમ અને બકરાને મેઘની જેમ તેને પ્રભુને કહેલો ધર્મ રુઓ નહીં, તેથી બીજા પ્રકારના ધર્મને સાંભળવાની ઈચ્છાવાળા એ કપિલે આમતેમ દષ્ટિ ફેરવી , એટલે સ્વામીના શિષ્યોમાં વિલક્ષણ વેશવાળા મરીચિને તેણે જોયો. એટલે ખરીદ કરનારને બાળક જેમ મેટી દુકાન પરથી નાની દુકાને જાય, તેમ બીજા ધર્મને સાંભળવાની ઈચ્છાવાળે કપિલ સ્વામીની પાસેથી ઊઠી મરીચિની આગળ આવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy