SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું. બાહુબલિની જિનભક્તિ. ૧૬૭ દરેક ઘેડ, પર્વદિવસની પેઠે રણમાં ઉત્તાલ થઈને અનાકુલપણે ફરવા લાગ્યા. અહીં બાહુબલિ રાજા રનાન કરી દેવપૂજા કરવાને માટે દેવાલયમાં ગયા. મહંત પુરુષો કયારે પણ કાર્યના વ્યવસાયમાં મુંઝાઈ જતા નથી. દેવમંદિરમાં જઈ, જન્માભિષેક સમયે ઈંદ્રની જેમ તેણે ઋષભરવામીની પ્રતિમાને સુગંધી જળથી ભકિતપૂર્વક સ્નાન કરાવ્યું. પછી નિકષાય અને પરમ શ્રાદ્ધ એવા તેણે દિવ્ય ગંધકષાયી વસ્ત્રથી મનની જેમ શ્રદ્ધાપૂર્વક તે પ્રતિમાનું માર્જન કર્યું અને તે પછી જાણે દિવ્ય વસ્ત્રમય ચળકની રચના કરતા હોય તેમ પક્ષકર્દમથી વિલેપન કર્યું. સુગંધીથી દેવવૃક્ષનાં પુષ્પની માળાની જાણે સહેદરા હેય તેવી વિચિત્ર પુષ્પની માળાથી તેણે જિનપ્રતિમાનું અર્ચન કર્યું. સુવર્ણ ના ધૂપિઆમાં તેણે દિવ્ય ધૂપ કર્યો, તેના ધુમાડાથી જાણે નીલકમળમય પૂજા રચતા હોય તેમ જણાવા લાગ્યું. પછી મકરરાશિમાં આવેલા સૂર્યની જેમ ઉત્તરાસંગ કરી પ્રકાશમાન આરાત્રિકને પ્રતાપની જેમ ગ્રહણ કરી આરતી ઉતારી. પ્રાંત અંજલિ જોડી, આદિ ભગવાનને પ્રણામ કરી, તેણે ભક્તિપૂર્વક આ પ્રમાણે સ્તુતિ કરી – “હે સર્વજ્ઞ ! હું પિતાની અજ્ઞતા દૂર કરી આપની સ્તુતિ કરું છું, કારણ કે દુર્વાર એવી આપની ભકિત મને વાચાળ કરે. હે આદિ તીર્થેશ ! તમે જય પામે છે. તમારા ચરણનખની કાંતિઓ સંસારરૂપી શત્રુથી ત્રાસ પામેલા પ્રાણીઓને વજાપંજરરૂપ થાય છે. હે દેવ ! તમારા ચરણકમળને જોવા માટે રાજહંસની જેમ જે પ્રાણીઓ દૂરથી પણું પ્રતિદિવસ આવે છે તેમને ધન્ય છે ! શીતથી પીડિત થયેલા જેમ સૂર્યને શરણે જાય તેમ આ ઘર સંસારના દુઃખથી પીડિત થયેલા વિવેકી પુરુષો હંમેશાં એક આપને જ શરણે આવે છે. હે ભગવાન ! પિતાના અનિમેષ નેત્રથી જેઓ તમને હર્ષપૂર્વક જુએ છે તેઓને પરલોકમાં અનિમેષ(દેવ)પણું દુર્લભ નથી. હે દેવ ! રેશમી વસ્ત્રનું અંજનથી થયેલું માલિન્ય જેમ દૂધવડે ધેવાથી જાય તેમ પુરુષોના કર્મમળ તમારી દેશનારૂપી વારી(પાણી)થી નાશ પામે છે. હે સ્વામિન્ ! હંમેશાં ગમનાથ એવું આપનું નામ જપાય છે તે જાપ કરનારને સર્વ સિદ્ધિના આકર્ષણ મંત્રરૂપ થાય છે. હે પ્રભે ! તમારી ભકિતરૂપી બખ્તર ધારણ કર્યું હોય તે તે માણસને વજી ભેદી શકતું નથી અને ત્રિશૂળ છેદતું નથી.' એવી રીતે ભગવંતની સ્તુતી કરી, જેના સર્વ રોમરાય વિકસ્વર થયા છે એ તે નૃપશિમણિ પ્રભુને નમસ્કાર કરી દેવગૃહની બહાર નીકળ્યો. પછી વિજયલક્ષમીના વિવાહને માટે જાણે કંચુક હોય તેવું સુવર્ણ ને માણિયથી મંડિત કરેલું વજનું કવચ તેણે ધારણ કર્યું. ઘાટા પરવાળાના સમૂહથી જેમ સમુદ્ર શેભે તેમ દેદીપ્યમાન કવચથી તે શાભવા લાગ્યું. પછી તેણે પર્વતના શૃંગ ઉપર રહેલા અન્નમંડપની પેઠે શેભતું શિરસ્ત્રાણ શિર ઉપર ધારણ કર્યું. મોટા સર્પગણથી વ્યાપ્ત એવા પાતાળવિવર જેવા જણાતા, લોઢાના બાણથી પૂરેલા બે ભાથાઓ તેણે પૃષ્ઠભાગે બેધ્યા અને યુગાંતકાળે ઉગેલા યમરાજના દંડ જેવું ધનુષ તેણે પિતાના વામ ભુજદંડમાં ધાણ કર્યું. એવી રીતે તૈયાર થયેલા બાહુબલિ રાજાને સ્વસ્તિવાચક પુરુષો “સ્વસ્તિ(કલ્યાણ થાઓ' એમ આશિષ આપવા લાગ્યા; ગોત્રની વૃદ્ધ સ્ત્રીઓ “જીવે છે” એમ કહેવા લાગી; વૃદ્ધ આસજને “આનંદમાં રહો, આનંદમાં રહે, એમ કહેવા લાગ્યા અને ભાટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy