SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ 92222222222222222222222 ( સ ત્રીજે. ઉ) 000000000000 હવે પ્રભુએ તરત જ પિતાના સામંત વિગેરેને તથા ભરત, બાબલિ વિગેરે પુત્રોને બોલાવ્યા. પ્રથમ ભારતને કહ્યું–હે પુત્ર ! તું આ રાજયને ગ્રહણ કર. અમે તે હવે સંયમરૂપી સામ્રાજ્યને ગ્રહણ કરશું.' સ્વામીના તેવા વચનથી ભરત ક્ષણવાર અધોમુખ થઈ, પછી અંજલિ જેડી, નમસ્કાર કરી, ગદગદુ ગિરાથી કહેવા લાગ્ય–“હે સ્વામિન્ ! તમારા ચરણકમલના પીઠની આગળ આળોટવાથી મને જે સુખ થાય છે તેવું સુખ રત્નસિંહાસન ઉપર બેસવાથી થવાનું નથી. હે વિભે ! તમારી આગળ પગે દોડતાં મને જે સુખ થાય છે, તે સુખ લીલાથી હસ્તીની પીઠ ઉપર આરૂઢ થવાથી થવાનું નથી. તમારા ચરણકમળની છાયમાં જે સુખ હું મેળવું છું તે સુખ મને ઉજવળ છત્રછાયાવડે વ્યાપ્ત થવાથી થવાનું નથી. જે હું તમારાથી વિરહી થાઉં તે પછી સામ્રાજ્યલક્ષમીથી શું કામ છે ? કેમકે તમારી સેવાના સુખરૂપ ક્ષીરસાગરમાં રાજ્યનું સુખ એક બિંદુમાત્ર છે.” સ્વામીએ કહ્યું—“અમે રાજ્ય છોડી દઈએ અને પછી પૃથ્વી પર જો રાજા ન હોય તે પાછા મત્સ્યના જે ન્યાય પ્રવ; માટે હે વત્સ ! તમે આ પૃથ્વીનું યથાયોગ્ય રીતે પ્રતિપાલન કરે. તમે અમારા આદર્શ પ્રમાણે વર્તનારા છે અને અમારે આદેશ પણ એ જ છે. આવો પ્રભનો સિદ્ધાદેશ થતાં તેને ઉલ્લંઘન કરવાને અસમર્થ એવા ભરતે તે અંગીકાર કર્યો, કેમકે ગુરુને વિષે વિનયસ્થિતિ એવી જ હોય છે. પછી નમ્ર થયેલા ભરતે સ્વામીને મસ્તકથી પ્રણામ કરી પોતાના ઉન્નત વંશની પેઠે પિતાના સિંહાસનને અલંકૃત કર્યું, દેવતાઓએ જેમ પ્રભુને અભિષેક કર્યો હતો તેમ પ્રભુના આદેશથી અમાત્ય, સામંત અને સેનાપતિ વગેરેએ ભરતને રાજ્યાભિષેક કર્યો. તે વખતે પ્રભુના શાસનની પેઠે ભરતના મસ્તક ઉપર પૂર્ણિમાના ચંદ્ર જેવું વિશાળ છત્ર શોભવા લાગ્યું. તેમની બંને બાજુએ વિંઝાતા એવા ચામર ચળકવા લાગ્યા, તે જાણે ભારતના અદ્વયથી આવનારી લક્ષ્મીના બે ફતે આવ્યા હોય તેવા જણાતા હતા. જાણે ઘણા ઉજજવળ એવા પિતાના ગુણ હોય તેવા વસ્ત્ર અને મુક્તાલંકારથી ભરત શોભવા લાગ્યા અને મોટા મહિનામાં પાત્રરૂપ તે નવા રાજાને નવા ચંદ્રની પેઠે પોતાના કલ્યાણની ઇચ્છાથી રાજમંડળે પ્રણામ કર્યા. પ્રભુએ બાજા બાહુબલી વિગેરે પુત્રોને પણ યોગ્યતા પ્રમાણે દેશ વહેંચી આપ્યા. પછી પ્રભુએ કલ્પવૃક્ષની પેઠે સ્વેચ્છાએ કરેલી પ્રાર્થના પ્રમાણે મનુષ્યને સાંવત્સરિક દાન આપવાને આરંભ કર્યો અને નગરના ચતુષ્પથમાં તથા દરવાજા વિગેરેમાં ઊંચે પ્રકારે એવી આષણા કરાવી કે “જે જેનો અથી હેય તેણે આવીને તે ગ્રહણ કરવું.' ૧ માછલામાં મેટા માછલાં નાનાં માછલાને ગળી જાય એવો ભય છે, તે પ્રમાણે જે મનુષ્યમાં પણ રાજ ન હોય તો શક્તિવાળાએ અશકિતવાનને હેરાન કરે. ૨ ભરતક્ષેત્રના ઉત્તરાદ્ધ અને દક્ષિણા એવા બે વિભાગ A - 12 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy