SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ . ૨૭૪ પરમાત્માની દેશના–ધર્મધ્યાનનું સ્વરૂપ સગ ૩ જે. માં ભ્રમણ કરાવું છું. આ પ્રમાણે રાગ, દ્વેષ અને મેહથી ઉત્પન્ન થતાં અપાયોને ચિંત. વવામાં આવે તેનું નામ અપાયરિચય નામે ધ્યાન કહેવાય છે.” કર્મનું જે ફળ તે વિપાક કહેવાય છે. તે વિપાક શુભ અને અશુભ એમ બે પ્રકાર છે અને દ્રવ્ય ક્ષેત્રાદિકની સામગ્રીવડે તે વિચિત્રરૂપે અનુભવવામાં આવે છે. તેમાં સ્ત્રી, પુષ્પોની માળા અને ખાદ્ય દ્રવ્ય વિગેરેના ઉપભેગથી શુભ વિપાક કહેવાય છે અને સર્પ, શસ્ત્ર, અગ્નિ અને ઝેર વિગેરેથી જે અનુભવ કરાય તે અશુભ વિપાક કહેવાય છે. (દ્રવ્યવિપાક). મહેલ, વિમાન તથા ઉપવનાદિકમાં નિવાસ કરવાથી શુભ વિપાક કહેવાય છે અને શમશાન, જંગલ તથા અરણ્ય વિગેરેમાં રહેવાથી અશુભ વિપાક કહેવાય છે (ક્ષેત્રવિપાક). ટાઢ અને તડકા રહિત એવી વસંતાદિક ઋતુમાં ભ્રમણ કરવાથી શુભ વિપાક કહેવાય છે અને તડકા તથા ટાઢવાળી ગ્રીમ અને હેમંત ઋતુ વિગેરેમાં ભ્રમણ કરવાથી અશુભ વિપાક કહેવાય છે (કાળવિપાક). મનની પ્રસન્નતા અને સંતેષ વિગેરેમાં શુભ વિપાક થાય છે અને કોધ, અહંકાર તથા રૌદ્રપણા વિગેરેમાં અશુભ વિપાક થાય છે. (ભાવવિપાક). દેવપણામાં અને ભેગભૂમિ સંબંધી મનુષ્યાદિ ભવમાં શુભ વિપાક થાય છે અને કુમનુષ્યપણામાં, તિર્યચપણમાં અને નરક વિગેરેના ભવમાં અશુભ વિપાક થાય છે (ભવવિપાક). કહ્યું છે કે “દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવને પામીને કમેને ઉદય, ક્ષય, પશમ અને ઉપશમ થાય છે.” એવી રીતે દ્રવ્યાદિ સામગ્રીના યોગથી પ્રાણીઓને તેમનાં કર્મે પિતપતાનું ફળ આપે છે. તે કર્મના મુખ્ય આઠ ભેદ છે. તે આ પ્રમાણે – વસ્ત્રના પાટાથી નેત્રની જેમ જે કર્મના ઉદયથી સર્વજ્ઞ સ્વરૂપવાળા જીવનું જ્ઞાન હમેશાં રુંધાઈ જાય તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ–એ પાંચ જ્ઞાનના ભેદ છે. એ પાંચને આવરણ કરવાથી એ જ્ઞાનાવરણીયના એ પ્રમાણે જ પાંચ ભેદ છે. પાંચ નિદ્રા અને ચાર દશનોની જે આવૃત્તિ (આવરણ) તે દર્શન નાવરણીય કર્મ કહેવાય છે. જેમ પોતાના સ્વામીને જોવાને ઈચ્છતે પુરુષ પ્રતિહારના નિરોધથી જોઈ શકે નહીં તેમ જેના ઉદયથી આત્મા પણ જોઈ શકાય નહીં તે દર્શનાવરણીય કહેવાય છે. મધથી લિપ્ત કરેલી ખગની ધારાના અગ્ર ભાગનો આસ્વાદ લેવા જેવું વેદનીય કર્મ કહેવાય છે. તે સુખના અને દુઃખના અનુભવરૂપ સ્વભાવવાળું હોવાથી બે પ્રકારનું છે. પ્રાજ્ઞ પુરુષોએ મેહનીય કર્મને મદિરાપાન તુલ્ય કહેલું છે, કારણ કે તે કર્મના ઉદયથી મોહ પામેલો આત્મા કૃત્યાકૃત્યને સમજી શકતો નથી. તેમાં મિથ્યાષ્ટિપણાના વિપાકને કરનારું દર્શનમોહનીય નામે કર્મ કહેવાય છે અને વિરતિને પ્રતિષેધ કરનારું તે ચારિત્રમોહનીય કર્મ કહેવાય છે. મનુષ્ય, તિર્યંચ, નારકી અને દેવતાના ભેદથી આયુષ્યકર્મ ચાર પ્રકારનું છે. તે પ્રાણીઓને પોતપોતાના ભવને વિષે બંદીખાનાની પેઠે રોકી રાખનારું છે. ગતિ, જાતિ વિગેરે વિચિત્રતાને કરનારું નામકર્મ ચિત્રકારના જેવું છે. એનો વિપાક પ્રાણીઓને શરીરમાં પ્રાપ્ત થાય છે. ઉચ્ચ અને નીચ એ બે પ્રકારનું ગોત્રકર્મ ઊંચા, નીચા ગેત્રને પ્રાપ્ત કરાવનારું છે. તે ક્ષીરપાત્ર અને મદિરાપાત્રના ભેદને કરનાર કુંભારની જેવું છે. જેનાથી બાધિત થયેલી દાનાદિક લબ્ધિઓ ફળિભૂત થતી નથી, તે અંતરાયકર્મ ભંડારીના જેવું છે. એવી રીતે મૂળ પ્રકૃતિના તે તે પ્રકારના વિપાકને ચિંતવવું તે વિપાકધિચય ધર્મધ્યાન કહેવાય છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy