SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ મુટ્યુિદ્ધમાં ચક્રીન પરાજ્ય. સગ ૫ મે. લાગ્યા કે “અરે ! મારા બળને ધિક્કાર છે, મારા બાહુને ધિક્કાર છે, સહસા કામ કરનારા એવા મને ધિક્કાર છે, અને આવા કૃત્યની ઉપેક્ષા કરનારા બંને રાજ્યના મંત્રીઓને પણ ધિક્કાર છે, અથવા આવી નિંદા કરવાની હાલ શી જરૂર છે ? હમણાં તે જ્યાં સુધીમાં આ મારે અગ્રબંધુ પૃથ્વીપીઠ ઉપર પડીને કણકણ વિશીર્ણ થઈ ન જાય ત્યાં સુધીમાં આકાશમાંથી પડતાં તેને હું ઝીલી લઉં. એમ વિચારી તેણે પોતાની બંને ભુજા પસારી, તેને નીચે શપ્યારૂપ કરી. ઊર્વબાહુ કરી રહેલા વ્રતપુરુષની જેમ ઊંચા હાથ કરીને રહેલા બાહુ બલિ, ક્ષણવાર સૂર્ય સન્મુખ જોઇ રહેનાર તારવીની પેઠે ભરતની સન્મુખ જોઈ રહ્યા. જાણે ઉડવાને ઈચ્છતા હોય તેમ પગના અગ્રભાગ ઉપર ઊભા રહીને તેણે કંદુકની લીલાવત્ ઉપરથી પડતા ભરતરાજાને ઝીલી લીધા. તે વખતે બંને સેનાને ઉત્સર્ગ અને અપવાદ માર્ગની જેમ ચક્રીન ઊંચે ઉછળવાથી ખેદ અને તેમના રક્ષણથી હર્ષ થયે. ભાઈનું રક્ષણ કરવાથી જણાઈ આવેલા ઋષભદેવજીના નાના પુત્રના વિવેકથી લેક વિદ્યા, શીલ અને ગુણની જેમ તેના પરાક્રમને પણ વખાણવા લાગ્યા અને દેવતાઓ ઉપરથી પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. એવા વિરવતને ધારણ કરનારા પુરુષને તેથી પણ શું ? તે વખતે ધૂમ અને જ્વાળાવડે જેમ અગ્નિ જેડાય તેમ ભરતરાજા તે બનાવથી ખેદ અને કેપથી જોડાઈ ગયા. તે સમયે લજજાથી પિતાનું મુખ નમ્ર કરી, મોટાભાઈનું લક્ષ્યપણું હરવા માટે બાહુબલિ ગદગદાક્ષરે બેચાર-હે ભરતપતિ ! હે મહાવીર્ય ! હે મહાભુજ ! તમે ખેદ ન કરે. કદાચિત દેવગે વિજયી પુરુષને પણ કઈ વિજય કરે છે, પરંતુ આટલાથી મેં તમને જીત્યા નથી અને હું વિજયી પણ નથી. આ મારો વિજય હું ઘુણાક્ષર ન્યાયવત માનું છું. હે ભુવનેશ્વર ! હજુ સુધી તમે એક જ વાર છે; કેમકે દેવતાઓએ મંથન કર્યા છતાં પણ સમુદ્ર તે સમુદ્ર જ કહેવાય છે, તે કાંઈ વાપિકા થઈ જાય નહીં. હે પખંડ ભરતપતિ ! ફાળથી ભ્રષ્ટ થયેલા વ્યાઘની જેમ તમે ભાઈ કેમ રહ્યા છે ? પિતાના રણુકર્મને માટે તૈયાર થાઓ.” ભરતે કહ્યું –આ મારે ભુજદંડ મુષ્ટિને તૈયાર કરી પોતાના દેષનું માર્જન કરશે.” એમ કહી ફણીશ્વર ફણને ઉપાડે તેમ મુષ્ટિ ઉપાડી કેપથી તામ્ર નેત્ર કરી ચકવી એ તત્કાળ બાહુબલિ સામે દોટ મૂકી અને જેમ હાથી પિતાના દાંત વડે દરવાજાના કમાડને પ્રહાર કરે તેમ તે મુષ્ટિવડે બાહુબલિની છાતીમાં પ્રહાર કર્યો. અસત્ પાત્રમાં દાનની જેમ, બધિર પુરુષને કર્ણજાપની જેમ, ચાડીઆના સત્કારની જેમ, ખારી જમીનમાં મેઘવૃષ્ટિની જેમ, અરણ્યમાં સંગીતની જેમ અને બરફસમૂહમાં અગ્નિની જેમ, બાહુબલિની છાતીમાં કરેલે તે મુષ્ટિપ્રહાર વ્યર્થ થયો. ત્યારપછી “ આ શું અમારી ઉપર ક્રોધ પામ્યો છે ?' એવી આશંકાવડે દેવતાઓએ જોયેલે સુનંદા પુત્ર મુષ્ટિ ઉપાડી ભારતની સામે ચાલ્યો અને મહાવત જેમ અંકુશવડે હાથીના કુંભસ્થળમાં પ્રહાર કરે, તેમ તે મુષ્ટિથી તેણે ચક્રીના ઉરસ્થળમાં પ્રહાર કર્યો. વજથી પર્વતની જેમ તે પ્રહારથી વિહલ થઈ ભરતપતિ મૂચ્છ પામી પૃથ્વી ઉપર પડી ગયા. પતિના પડવાથી કુલાંગનાની જેમ તેમના પડવાથી ભૂમિ કંપાયમાન થઈ અને બાંધવના પડવાથી બાંધવની જેમ પર્વત ચલાયમાન થયા. પિતાના મોટાભાઈને એવી રીતે મૂર્શિત થયેલા જોઈ બાહુબલિ મનમાં ચિંતવન કરવા લાગ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy