SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ પર્વ ૧ હું. બાહુયુદ્ધમાં ચકીની થયેલી હાર પછી બાહુયુદ્ધને માટે એ બંને બાધ બદ્ધકક્ષ હાથીઓની જેમ બદ્ધપરિકર થયા. તે વખતે ઉછળેલા સમુદ્રની જેમ ગર્જના કરતાં બાહુબલિનો સુવર્ણની છડીને ધારણ કરનારે મુખ્ય પ્રતિહાર બે-- “હે પૃથ્વી ! વજના ખીલા જેવા પર્વતેને અવલંબન કરી અને સર્વ બળને આશ્રય કરી તું સ્થિર થાય છે નાગરાજ ! તરફથી પવનને ગ્રહણ કરીને તેમજ તેનું રૂંધન કરીને પર્વતની જેમ દઢ થઈ તમે પૃથ્વીને ધારણ કરે. હે મહાવરાહ ! સમુદ્રના કાદવમાં આળેટી પૂર્વશ્રમને દૂર કરી પુનઃ તાજો થઈ પૃથ્વીને ઉત્સંગમાં રાખ. હે કુમ ! તારા વજની જેવા અંગને તરફથી સંકેચી, પૃષ્ઠ દઢ કરી પૃથ્વીને વહન કર હે દિગ્ગજો ! પૂર્વની જેમ પ્રમાદથી અથવા મદથી નિદ્રાને ન ધારણ કરતાં સર્વ રીતે સાવધાન થઈને “વસુધાને ધારણ કરે, કારણ કે આ વનસાર બાહુબલિ વજસાર બાહુવડે ચકીની સાથે મલ્લયુદ્ધ કરવાને ઊઠે છે.” પછી તત્કાળ વીજળીના પાતથી તાડિત થયેલા પર્વતના શબ્દની જેવા એ બંને મહામલે પરસ્પર પોતાના હાથને આસ્ફટ કરવા લાગ્યા. લીલાથી પદન્યાસ કરતા અને પંડળને ચલિત કરતા તેઓ સામસામા ચાલવા લાગ્યા. તે વખતે જાણે ધાતકીખંડથી આવેલ બંને બાજુ સૂર્ય-ચંદ્રવાળા બે ક્ષુદ્રમે હોય તેવા તેઓ જણાવા લાગ્યા. બે બળવાન હસ્તીઓ મદમાં આવી પોતાના દાંતને સામસામા ભટકાવે, તેમ તેઓ બંને પિતાના હાથ પરસ્પર ભટકાવવા લાગ્યા. ક્ષણવાર જોડાઈ જતા અને ક્ષણવાર જુદા પડતા તે બંને વિરે જાણે ઉદંડ પવને પ્રેરેલા બે મોટા વૃક્ષો હોય તેવા હતા. દુનિમાં ઉન્મત્ત થયેલા સમુદ્રની જેમ તેઓ ક્ષણવારમાં ઉછળતા હતા અને ક્ષણવારમાં નીચે પડતા હતા. જાણે સ્નેહથી હેય તેમ ક્રોધથી દેડીને તે બંને મહાભુજે અંગે અંગેથી એક બીજાને દબાવીને આલિંગન કરતા હતા અને કર્મના વશથી પ્રાણની જેમ યુદ્ધવિજ્ઞાનને વશ થઈને તેઓ કોઈ વખત નીચા અને કોઈ વખત ઊંચા જતા હતા. જળમાં રહેલા મરૂની પડ વેગથી વારંવાર પરિવર્તન થયા કરવાથી તેઓને જેનારા લોકે આ નીચ કે આ ઊંચે એમ જાણું શકતા નહતા. મોટા સર્ષની જેમ તેઓ એક બીજાને બંધનરૂપ થઈ જતા હતા અને ચપળ વાનરની જેમ પાછા તત્કાળ છૂટા પડી જતા હતા. વારંવાર પૃથ્વી ઉપર આળેટવાથી તે બંને ધૂલિધૂસર થઈ ગયા, તેથી જાણે ધૂલિમરવાળા હસ્તી હોય તેવા જણાતા હતા. ચાલતા પર્વતની જેવા તેઓને ભાર સહન ન કરી શકવાથી, પૃથ્વી તેમના ચરણઘાતકના અવાજના મિષથી જાણે રાડો પાડતી હોય તેવી જણાતી હતી. છેવટે ક્રોધ પામેલા અને તીવ્ર પરાક્રમવાળી બાહુબલિએ, શરભ જેમ હાથીને ગ્રહણ કરે તેમ પેતાના હાથથી ચકીને ગ્રહણ કર્યા અને હાથી શુંઢવડે પશુને ઉડાડે તેમ તેને આકાશમાં ઉડાડ્યા. અહો ! બળવતેમાં પણ બળવંતને સગ (ઉતપત્તિ) નિરવધિ છે. ધનુષથી બાણની જેમ અને યંત્રથી છોડેલા પાષાણુની જેમ ભરતરાજા ગગનમાગે ઘણે દૂર ગયા. ઇંદ્રે મૂકેલા વજની જેમ ત્યાંથી નીચે પડતા ચકીથી ભય પામીને સંગ્રામદશી સર્વ બેચર પલાયમાન થઈ ગયા અને બંને સેનામાં તે વખતે હાહાકાર થઈ રહ્યો; કારણ કે મોટા પુરુષોને આપત્તિ આવતાં કેને કખ ન થાય? તે વખતે બાહુબલિ ચિંતા કરવા A - 23 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy