________________
પર્વ ૧ લું
ધર્મ કરવામાં અગ્ય અવસર જ નથી. વિષે ગયેલા છે તેના જેવાને બીજું સ્થાન ન જ હોય. તે સાંભળી રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થ. મુનિને વંદન કરી ત્યાંથી ઊઠી તત્કાળ પિતાના સ્થાન પ્રત્યે ગયે અને ત્યાં જઈ પુત્રને પિતાના પદે સ્થાપન કરી સુબુદ્ધિને કહ્યું–‘દીક્ષા ગ્રહણ કરીશ, માટે મારી પેઠે આ પુત્રને પણ તમે ધર્મને નિરંતર ઉપદેશ કરજે.” સુબુદ્ધિએ કહ્યું–‘મહારાજ ! હું પણ તમારી સાથે વ્રત ગ્રહણ કરીશ અને મારી માફક તમારા પુત્રને મારે પુત્ર ધર્મોપદેશ સંભળાવશે.” પછી રાજા અને સુબુદ્ધિ મંત્રીએ કર્મરૂપી પર્વતને ભેદ કરવામાં વા સમાન વ્રત ગ્રહણ કર્યું અને તેનું દીર્ઘ કાળપર્યત પ્રતિપાલન કરીને મેક્ષને પ્રાપ્ત થયા.
હે રાજન તમારા વંશમાં બીજો એક દંડક નામે ભૂપતિ થયેલ છે. પ્રચંડ શાસનવાળે તે રાજા શત્રુઓને વિષે જાણે સાક્ષાત્ યમરાજ હેય તે હતો. તેને મણિમાલી નામે પ્રખ્યાત પુત્ર હતું, તે પિતાના તેજથી સૂર્યની માફક દિશાઓને વ્યાપ્ત કરતે હતે. દંડક રાજા પુત્ર, મિત્ર, સ્ત્રી, રત્ન, સુવર્ણ અને દ્રવ્યમાં અત્યંત મૂચ્છવાનું હતું અને એ સર્વને પિતાના પ્રાણથી પણ અધિક પ્રિય માનતે હતે. આયુષ્ય પૂર્ણ થયે આધ્યાનમાં જ પતનારો તે. કાળ કરી પોતાના ભાંડાગારમાં દુધર અજગર થયો. જે માણસ ભાંડાગારમાં પ્રવેશ કરે તેને અગ્નિ જે સર્વભક્ષી અને દારુણત્મા તે અજગર ગળી જવા લાગ્યો. એક સમયે અજગરે મણિમાલીને ભાંડાગારમાં પ્રવેશ કરતા જોયો ત્યારે પૂર્વજન્મના સ્મરણથી તેણે “આ મારે પુત્ર છે,” એમ તેને ઓળખ્યો. તે વખતે જાણે મૂર્તિમાન સ્નેહ હોય તેવી શાંતમૂત્તિને બતાવતા અજગરને જોઈ “આ કઈ મારે પૂર્વ જન્મને બંધુ છે એમ મણિમાલીના સમજવામાં પણ આવ્યું. પછી જ્ઞાનમુનિની પાસેથી એ પિતાને પિતા છે એમ જાણી મણિમાલીએ તેની પાસે બેસી તેને જૈનધર્મ સંભળાવ્યો. અજગરે પણ અહંત ધર્મને જાણ સંવેગભાવ ધારણ કર્યો અને શુભધ્યાનપરાયણ થઈ મૃત્યુ પામી ધવપણને પ્રાપ્ત થયો. તે દેવતાએ પુત્રના પ્રેમને લીધે સ્વર્ગમાંથી આવીને એક દિવ્ય મુકતામય હાર મણિમાલીને અર્પણ કર્યો હતો, જે અદ્યાપિ તમારા હૃદય ઉપર રહેલો છે. આપ હરિશ્ચંદ્રના વંશમાં થયેલા છે અને હું સુબુદ્ધિના વંશમાં થયેલ છું, માટે ક્રમથી આવેલા આ પ્રચારથી તમે ધર્મને વિષે પ્રવર્તે. હવે મેં તમને અવસર સિવાય ધર્મ કરવાની વિજ્ઞપ્તિ કરી તેનું કારણ સાંભળે–આજે નંદનવનમાં બે ચારણ મુનિઓને મેં જોયા. જગતના પ્રકાશને ઉત્પન્ન કરનારા અને મહામહરૂપી અંધકારને છેદનારા તે મુનિઓ જાણે એક ઠેકાણે મળેલા સાક્ષાત્ સૂર્ય ચંદ્ર હોય તેવા જણાતા હતા. અપૂર્વ જ્ઞાનથી શોભતા તે મહાત્માઓ ધર્મદેશના આપતા હતા. તે વખતે મેં તેઓને આપના આયુષ્યનું પ્રમાણ પૂછ્યું, ત્યારે તમારું માત્ર એક માસનું આયુષ્ય બાકી છે એમ તેઓએ જણાવ્યું. હે મહામતિ ! એ ઉપરથી હું આપને ધર્મ કરવાની ત્વરા કરું છું.”
મહાબળ રાજાએ કહ્યું- હે સ્વયંબુદ્ધ ! હે બુદ્ધિના સમુદ્ર ! મારા બંધુ તો તમે એક જ છે, કે જે મારા હિતને માટે લખ્યા કરે છે. વિષાએ આકર્ષેલા અને મોહનિદ્રાથી નિદ્રાળુ થયેલા મને તમે જાગૃત કર્યો તે બહુ સારું કર્યું. હવે મને કહે કે હું શી રીતે ધર્મ સાધું ? આયુષ્ય અલ્પ રહ્યું છે, તે તેટલામાં મારે કેટલે ધર્મ સાધવે ? અગ્નિ લાગ્યા પછી તત્કાળ કે ખેદ તે કેમ બને?”
ભંડારમાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org