SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ભરત મહારાજાએ ભેગવેલ સંસારસુખ. સગ કે સર્વ લેકને વ્યવહારનીતિમાં પ્રવર્તાવ્યા, ત્યાર પછી દીક્ષા લઈ થડા કાળમાં કેવળજ્ઞાન પામી આ જગતના લોકોને ભવસમુદ્રમાંથી ઉદ્ધાર કરવાની ઈચ્છાએ ધર્મમાં પ્રવત્તો છેવટે પિતે કૃતાર્થ થઈ, અવરજનેને કૃતાર્થ કરી પરમપદને પામ્યા તેવા પરમપ્રભુને તમે શોક કેમ કરે છે ? આવી રીતે પ્રતિબંધિત કરેલા ચક્રી ધીમે ધીમે રાજકાર્યમાં પ્રવર્તાવા લાગ્યા. રાહથી મુક્ત થયેલા ચંદ્રની પેઠે શનિઃ શનિઃ શોકમુક્ત થયેલા ભરત ચકી નગરની બહાર વિહારભૂમિમાં વિચરવા લાગ્યા. વિધ્યાચળને સંભારતા ગજેની પેઠે પ્રભુના ચરણને સંભારતા અને વિષાદ કરતા મહારાજાની પાસે આવીને આપ્તજને સદા વિદ કરાવવા લાગ્યા, તેથી કઈ વાર પરિવારના આગ્રહથી વિનોદને ઉત્પન્ન કરનારી ઉદ્યાનભૂમિમાં જવા લાગ્યા, અને ત્યાં જાણે સ્ત્રીઓનું રાજ્ય હોય તેમ સુંદર સ્ત્રીઓનાં ટેળાં સાથે લતામંડપની રમણિક શય્યાઓમાં રમવા લાગ્યા. ત્યાં કુસુમને હરણ કરનારા વિદ્યાધરની પેઠે યુવાન પુરુષોની પુષ્પ ચૂંટવાની ક્રીડા તેમણે કૌતુકથી જેવા માંડી, જાણે કામદેવની પૂજા કરતી હોય તેમ વારાંગનાઓ પુષ્પના વેષ ગુંથી ગુંથીને તેમને અર્પણ કરવા લાગી જાણે તેમની ઉપાસને કરવાને અસંખ્ય કૃતિઓ ભેગી થઈ હોય તેવી નગરનારીઓ સર્વાગ પુષ્પનાં ઘરેણાં પહેરી તેમની આસપાસ ક્રીડા કરવા લાગી અને અતુદેવતાઓનાં જાણે એક અધિદેવતા હોય તેમ સર્વાને પુષ્પનાં આભૂષણ પહેરી તે સર્વના મધ્યમાં મહારાજા ભરત ચાલવા લાગ્યા. કઈ કઈ વખત તેઓ પોતાના સ્ત્રીવર્ગને સાથે લઈ રાજહંસની પેઠે કીડાવાપીમાં સ્વેચ્છાએ કીડા કરવાને જવા લાગ્યા. નર્મદા નદીમાં હાથણીઓ સાથે જેમ ગજેન્દ્ર ક્રિીડા કરે તેમ ત્યાં સુંદરીઓ સાથે તેઓ જળક્રીડા કરવા લાગ્યા. જાણે એ સુંદરીઓ પાસેથી શિક્ષા લીધી હોય તેમ જળની ઊમિએ તેમને ક્ષણવાર કંકમાં, ક્ષણવાર ભેજામાં અને ક્ષણવાર હૃદયમાં આલિંગન કરવા લાગી. તેથી તે સમયે કમલના કર્ણભરણુ અને મોતીએના કુંડળ ધારણ કરનારા મહારાજા જાણે સાક્ષાત્ વરુણદેવ હોય તેમ જળમાં ભવા લાગ્યા, જાણે લીલાવિલાસના રાજ્ય ઉપર મહારાજાને અભિષેક કરતી હોય તેમ હું પહેલી. હું પહેલી’ એમ વિચારતી સ્ત્રીઓ તેમના ઉપર જળનું સિંચન કરતી હતી; જાણે અપસરાઓ હોય અથવા જાણે જળદેવી હોય તેમ ચોતરફ રહેલી અને જળક્રીડામાં તત્પર એવી તે રમણીઓ સાથે ચક્રીશ્વરે ઘણીવાર સુધી ક્રીડા કરી. પોતાની સ્પર્ધા કરનારા કમલેના દર્શનથી જાણે કે ૫ પામ્યા હોય તેમ મૃગાક્ષીઓનાં નેત્રે રાતાં થઈ ગયાં અને અંગનાઓનાં અંગ ઉપરથી ગળી ગયેલા ગાઢ અંગરાગથી કાદવવાળું થયેલું તે જળ યક્ષ કર્દમપણને પામી ગયું. આવી રીતે વારંવાર તેઓ ક્રીડા કરવા લાગ્યા. કઈ વખત એવી રીતે જળક્રીડા કરી મહારાજા ભરત ઇંદ્રની જેમ સંગીત કરાવવામાં વિલાસમંડપમાં ગયા ત્યાં વેણુ વગાડનારા ઉત્તમ પુરુષે મંત્રોમાં કારની જેમ સંગીતકર્મમાં પ્રથમ એવા મધુર સ્વર વીણામાં પૂરવા લાગ્યા. તે વીણાવાદકે શ્રવણને સુખ આપનારા અને વ્યંજન ધાતુઓથી પૃષ્ટ એવા પુષ્પાદિક સ્વરવડે અગિયાર પ્રકારની વીણ વગાડવા લાગ્યા. સૂત્રધારે તેના કવિપણાને અનુસરતા સતા નૃત્ય તથા અભિનયની માતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy