SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ નાગકુમાર દેવેએ કરેલ ઉપદ્રવ. સર્ગ ૪ થે. તેમ પૃથ્વીમાં ચક્રવતી રાજા મંત્ર, તંત્ર, વિષ, અસ્ત્ર અને વિદ્યાઓથી અગોચર હોય છે, તથાપિ તમારા આગ્રહથી અમે તેને ઉપદ્રવ કરશું.' એમ કહીને તેએ અદશ્ય થયા. ક્ષણવારમાં જાણે પૃથ્વીમાંથી ઉછળીને સમુદ્રો આકાશમાં આવ્યા હોય તેમ કાજળની જેવા શ્યામ કાંતિવાળા મેઘ ગગનમાં ઉત્પન્ન થયા. વિદ્યુતરૂપી તર્જનીથી ચક્રવતીની સેનાને તિરસ્કાર કરતા હોય અને ઉત્કટ ગર્જનાથી વારંવાર આક્રોશ કરી તેનું અપમાન કરતા હોય તેવા તે જણાવા લાગ્યા. સેનાને ચૂર્ણ કરવાને તેટલા પ્રમાણવાળી ઊંચે આવેલી વજશિલાના જેવા મેઘ, મહારાજાની છાવણી ઉપર તત્કાળ ચડી આવ્યા અને જાણે લોઢાના અગ્રભાગ હોય, જાણે બાણ હોય તથા જાણે દંડ હોય તેવી ધારાથી તે વર્ષવા લાગ્યા. મહીતલ તરફ મેઘના જળથી પૂરાઈ ગયું અને તેમાં રથ નાવની જેવા તથા હાથી વિગેરે મગરમચ્છની જેવા જણાવા લાગ્યા. સૂર્ય જાણે કે ઠેકાણે ચાલ્યા ગયે હોય અને પર્વતો જાણે કયાંઈ નાસી ગયા હોય તેમ મેઘના અંધકારથી કાળરાત્રિના જે દેખાવ થઈ ગયે. તે વખતે પૃથ્વી ઉપર અંધકારત્વ અને જળત્વ થઈ રહ્યું, તેથી જાણે એક વખતે યુગ્મધર્મો પ્રવર્તતા હોય તેમ જણાવા લાગ્યું. આવી અરિષ્ટકારક વૃષ્ટિને જોઈ ચકવતીએ પ્રિય ભૂત્યની જેમ સ્વહસ્તથી ચર્મરત્નને સ્પર્શ કર્યો. ઉત્તર દિશાના પવનવડે મેઘ વૃદ્ધિ પામે તેમ ચક્રીના હસ્તથી સ્પર્શ થયેલું ચર્મરત્ન બાર એજન વૃદ્ધિ પામ્યું. સમુદ્રના મધ્યમાં રહેલી જમીન હોય તેમ જળની ઉપર રહેલા ચર્મરત્ન ઉપર મહારાજા સર્વ સૈન્ય સહિત રહ્યા. પછી પરવાળાથી ક્ષીરસમુદ્ર શેભે તેમ સુંદર કાંતિવાળી સુવર્ણની નવાણું હજાર શલાકાથી શોભતું, નાળવડે કમળની પેઠે ત્રણ તથા ગ્રંથી રહિત અને સરલપણાથી શુભતા સુવર્ણદંડથી સુંદર અને જળ, આત૫, પવન અને રજથી રક્ષણ કરવાને સમર્થ એવા છત્રરત્નને રાજાએ સ્પર્શ કરવાથી તે પણ ચમરત્નની પેઠે વૃદ્ધિ પામ્યું. તે છત્રના દંડની ઉ૫ર અંધકારને નાશ કરવા માટે રાજાએ અત્યંત તેજવડે સૂર્ય જેવું મણિરત્ન આરેપિત કર્યું. છત્રરત્ન અને ચર્મરત્નને સંપુટ તરતા ઇંડાની જે શોભવા લાગ્યો ત્યાંથી લાકમાં બ્રહાંડની કલ્પના ઉત્પન થઈ. ગૃહિરત્નના પ્રભાવથી તે ચર્મરત્નમાં સારા ક્ષેત્રની પેઠે સવારે વાવેલા ધાન્ય સાયંકાળે ઉત્પન્ન થાય છે; ચંદ્ર સંબંધી પ્રાસાદની પેઠે તેમાં પ્રાતઃકાળે વાવેલા કુષ્માંડ, પાલકય અને મુળા વિગેરે સાયંકાળે નિષ્પન્ન થાય છે, અને પ્રાત:કાળે વાવેલા કદલી વિગેરે ફળવૃક્ષ પણ મહાપુરુષના આરંભો જેમ ફળિભૂત થાય છે તેમ સાયંકાળે ફલિભૂત થાય છે. તેમાં રહેલા કે પૂર્વોક્ત ધાન્ય, શાક અને ફળનું ભજન કરીને હર્ષ પામતા અને ઉદ્યાનમાં ક્રીડા કરવા જઈને રહેલા હોય તેમ કટકને શ્રમ પશુ જાણતા નહતા. જાણે મહેલમાં રહ્યા હોય તેમ મટ્યલેકના ચર્મરત્ન અને છત્રરનની મધ્યમાં પરિવાર સહિત સ્વસ્થપણે રહેવા લાગ્યા. એવી રીતે તેમાં રહેતાં કલ્પાંતકાળની પેઠે અશ્રાંત વર્ષના એવા નાગકુમાર દેવતાઓએ સાત અહેરાત્ર વીતાવ્યા. આ પછી “આ કેશુ પાપી મને આ ઉપસર્ગ કરવાને ઉદ્યત થયે છે ?' એ રાજાના મનમાં થતો વિચાર જાણીને મહાપરાક્રમી અને સદા સમીપ રહેનારા સેળ હજાર યક્ષ તૈયાર થયા, ભાથા બાંધીને પોતાનાં ધનુષે અધિજ્ય કર્યા અને જાણે કોષરૂપી અગ્નિથી શઓને બાળવાને ઈચ્છતા હોય તેવા થઈને નાગકુમારની પાસે આવી કહેવા લાગ્યા– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy