SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ જું. મ્યુચ્છ લોકોનું વશ થવું. ૧૦૦ આવી રીતે રહ્યા છે તે તત્કાળ કહે કે જેથી અમે તેને પ્રતિકાર કરીએ. કિરાતે કહેવા લાગ્યા “ખે પ્રવેશ કરી શકાય એવા આ અમારા દેશમાં સમુદ્રમાં વડવાનળ પસે તેમ કેઈએ પ્રવેશ કરે છે. તેનાથી પરાભવ પામેલા અમે તમારે શરણે આવ્યા છીએ, તેથી તમે એમ કરે કે જેથી તે પાછા જતા રહે અને ફરીથી અહીં આવે નહીં.” દેવતાઓ કહેવા લાગ્યા-જેમ પતંગીઓ અગ્નિને ન ઓળખે તેમ તમે એનાથી અજાયા છે. આ સગર નામે ચક્રવતી મહાપરાક્રમી છે અને સુર તથા અસુરેથી ન જીતી શકાય તેવે છે. તેનું ઈન્દ્રના જેવું પરાક્રમ છે. તે ચક્રવત્તી શા, અગ્નિ, ઝેર, મંત્ર જળ, અને તંત્રવિદ્યાથી અગોચર છે, તેમજ વજની જેમ કેઈથી પણ ઉપદ્રવ કરવાને શકય નથી, તથાપિ તમારા ઘણું આગ્રહથી મચ્છર ઉપદ્રવ કરે તેમ અમે એ પરાક્રમી ચકવરીને ઉપદ્રવ કરશ. એમ કહીને તે મેઘકમાર દેવતાઓએ ત્યાં તિરહિત થઈ ચક્રવતીની છાવણ ઉપર રહી ભયંકર દુદિન પ્રગટ કર્યું. ગાઢ અંધકારથી દિશાઓને એવી રીતે પૂરી દીધી કે જેથી જન્માંધ માણસની જેમ કંઈ પણ માણસ કેઈને ઓળખી શકે નહીં. પછી તેઓ મુશળના જેવી ધારાઓથી સાત રાત્રિ સુધી તેની છાવણી ઉપર પવનની જેમ કંટાળા રહિતપણે વર્ષવા લાગ્યા. પ્રલયકાળની જેવી તે વૃષ્ટિ જોઈને ચક્રવત્તીએ પિતાના હસ્તકમળથી ચર્મરત્નને સ્પર્શ કર્યો. તત્કાળ ચર્મરત્ન લશ્કરના પડાવ જેટલું વિસ્તાર પામ્યું, અને તીક્ષ્ણ પથરાઈને જળ ઉપર તરવા લાગ્યું. ચક્રવત્તી સૈન્ય સહિત મેટા વહાણની જેમ તેની ઉપર ચડ્યા. પછી છત્રરત્નને સ્પર્શ કર્યો એટલે તે પણ ચર્મરત્નની જેમ વૃદ્ધિ પામ્યું, પૃથ્વી ઉપર વાદળાની જેમ ચર્મરત્નની ઉપર તે છત્રરત્નને દાખલ કર્યું. પછી છત્રના દંડની ઉપર પ્રકાશને માટે મણિરત્ન મૂકયું. એ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીની અંદર જેમ અસુર અને વ્યંતરને ગણુ રહે તેમ છત્રરત્ન અને ચર્મરત્નની અંદર રાજાનું સર્વ લશ્કર સુખેથી રહ્યું. ગૃહાધિપરત્ન સર્વ ધાન્ય, શાક અને ફળાદિક પ્રાતઃકાળે વાવી સાયંકાળે આપવા લાગ્યું; કારણ કે તે રત્નનું માહાઓ એવું છે. જેમ દુષ્ટ લેકે વાણીથી વર્ષે તેમ મેઘકુમાર દેવતાઓ અખંડિત ધારાથી નિરંતર વર્ષવા લાગ્યા. એક દિવસે “આ કોણ દુષ્ટબુદ્ધિઓ મારા ઉપર ઉપદ્રવ કરવાને પ્રવર્યા છે?” એમ સગર ચકી કેપ સહિત પિતાના ચિત્તમાં વિચારવા લાગ્યા; એટલે તત્કાળ તેના સાનિધ્યકારી સેળ હજાર દેવતાઓ કેપ કરી, બખ્તર અને અસ્ત્રો ધારણ કરી તે મેઘકુમારોની પાસે આવી આ પ્રમાણે કહેવા લાગ્યા–“અરે અલ્પ બુદ્ધિવાળા વરાક ! તમે આ સગર ચક્રવતી દેવતાઓથી પણ અજણ્ય છે એમ નથી જાણતા ? હજુ પણ જો તમે તમારી કુશળતા ઈચ્છતા હે તો અહીંથી ચાલ્યા જાઓ; નહીં તે અમે કેળાની જેમ તમને ખંડ ખંડ કરી નાખશું.” તેમણે એમ કહ્યું એટલે તત્કાળ મેઘકુમાર મેઘને સંહરી લઈને જળમાં માછલાની જેમ સંતાઈ ગયા અને આપાત જાતિના કિરાત પાસે આવીને કહેવા લાગ્યા-“ચક્રવતી અમારી જેવાથી અજણ્ય છે. તે સાંભળી કિરાત લોકો ભય પામી, સ્ત્રીએની પેઠે વસ્ત્ર ધારણ કરી, રનની ભેટ લઈને સગરરાજાને શરણે ગયા. ત્યાં ચક્રવતીના ચરણમાં પડી વશવર્તી થઈ મસ્તક ઉપર અંજલિ જેડીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગ્યા; દુર્મદ એ અષ્ટાપદ પશુ જેમ મેઘની સામે ફાળ ભરે તેમ અજ્ઞાન એવા અમોએ તમારી પ્રત્યે આવી રીતે ઉપદ્રવ કરેલો છે; માટે હે પ્રભુ! આ અમારા અવિચારિત કામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy