SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ કિરાત લેકેની મેઘકુમારદેવને પ્રાર્થના. સર્ગ ૪ થે ચક્રવતી તે ગુફાની પૂર્વ દિશાની ભીંતમાંથી નીકળીને પશ્ચિમ ભીંતના મધ્યમાં જતી ઉન્મના નિમગ્ના નામની બે સમુદ્રગામી નદીઓ આગળ આવ્યા. ઉન્મસ્રા નદીમાં નાખેલી મોટી શિલા પણ તરે છે અને નિમગ્ના નદીમાં નાખેલી તુંબડી પણ ડૂબી જાય છે. ત્યાં વહેંકી રને તત્કાળ બાંધેલી પાગવડે ચક્રવત્તી સર્વ સિન્યની સાથે ઘરના એક જલપ્રવાહની જેમ તે નદીઓ તરી ગયા. અનુક્રમે તમિસાના ઉત્તર દ્વાર પાસે આવ્યા, એટલે તેના કમાડ કમળના કેશની જેમ પિતાની મેળે ઉઘડી ગયાં. પછી હાથી ઉપર બેઠેલા સગર ચક્રવતી સૂર્ય જેમ વાદળામાંથી નીકળે તેમ પરિવાર સહિત ગુફામાંથી બહાર નીકળ્યા. ત્યાં દુખકારક છે પતન જેમનું એવા અને પિતાના ભુજમદથી ઉદ્ધત એવા આપાત જાતિના ભીલ લોકેએ સાગરની જેમ આવતા તે ચક્રવત્તીને જોયા. ચકી પિતાનાં અના પ્રકાશથી ચંદ્ર-સૂર્યને પણ તિરસ્કારનું કારણ થતા હતા, પૃથ્વીની રજથી ખેચરની સ્ત્રીઓની દષ્ટિને વિશેષ નિમેષ આપતા હતા, પિતાના સૈન્યભારથી પૃથ્વીને કંપાવતા હતા અને તેના તમલ શબ્દેથી સ્વર્ગ અને પૃથ્વીને બહેરાશ ઉત્પન્ન કરતા હતા. તે સમયે અવસર વિના જાણે કાંડપટમાંથી નીકળ્યા હોય, આકાશમાંથી જાણે નીચે આવતા હોય અથવા પાતાળમાંથી જાણે ઉઠયા હોય તેવા તે જણાતા હતા, અગણિત સિન્યથી તે ગહન જણાતા અને આગળ ચાલતા ચક્રથી તે ભયંકર લાગતા હતા. આવા ચક્રવતીને આવતા જોઈ તેઓ તત્કાળ ક્રોધ અને ઉપહાસ્યથી માંહમાંહે બોલવા લાગ્યા- હે સવે બલવંત પુરુષ! તમે બેલે કે અપ્રાર્થિત (મૃત્યુ) ની પ્રાર્થના કરનાર, લક્ષ્મી, લજજા, બુદ્ધિ, કીર્તિથી વર્જિત, લક્ષણ રહિત, પિતાના આત્માને વીર માનનાર અને માનથી અંધ થયેલે આ કેણુ આ છે ? અરે ! કેવી ખેદકારક વાત છે કે આ ઊંટીએ કેસરીસિંહના અધિષ્ઠત સ્થાનમાં પેસે છે !' એમ કહીને મહાપરાક્રમી તે સ્વેચક રાજાઓ અસુરે જેમ ઈન્દ્રને ઉપદ્રવ કરે તેમ ચક્રવત્તીની આગળ રહેલા સૈન્યને ઉપદ્રવ કરવા લાગ્યા. ક્ષણવારમાં તે આગળ રહેલ સૈન્યમાંથી હસ્તિ ભાગી ગયા, ઘેડા નાસી ગયા અને રાની ધરીઓ ભાંગી ગઈ; અર્થાત્ બધું અગ્રસૈન્ય પરાવર્તનભાવને પામી ગયું. ભીલ લોકેએ નષ્ટ કરેલું પિતાનું સૈન્ય જોઈને ચક્રવત્તીના સેનાપતિ ક્રોધાયમાન થઈને સૂર્યની જેમ અશ્વરત્ન ઉપર આરૂઢ થયા અને મહાપરાક્રમી તે સેનાપતિ નવા ઊગેલા ધૂમકેતુની જેવા ખઝરત્નનું આકર્ષણ કરીને પવનની પેઠે દરેક મ્લેચ્છની સામે દેડવા લાગ્યા. હસ્તિ વૃક્ષને પરાભવ કરે તેમ કેટલાએકને તેણે ઉમૂલન કર્યા, કેટલાએકને ચૂર્ણ કરી નાખ્યા અને કેટલાએક પ્લેને પાડી નાખ્યા. સેનાપતિએ ભગાડેલા કિરાતે નિર્બળ થઈને પવને ઉડાડેલા રૂની જેમ ઘણું જન સુધી નાસી ગયા. તેઓ દૂર જઈને સિંધુનદીના ઉપર એકઠા થઈ રેતીને સંથારે કરી નગ્ન થઈને બેઠા. તેઓએ અત્યંત અમર્ષથી પોતાના કુલદેવતા મેઘકુમાર અને નાગકુમાર દેને ઉદ્દેશીને બડ્ડમભક્ત કર્યા. અમને અંતે તે દેવતાઓનાં આસને કંપ્યાં અને નજરે જુએ તેમ અવધિજ્ઞાનવડે તેમણે કિરાત લેકેને તે સ્થિતિમાં રહેલા જોયા. કૃપાથી પિતાની જેમ તેમની પીડાવડે થઈ છે પીડા જેમને એવા તે મેઘકુમારે તેમની સમીપે આવીને અંતરિક્ષમાં રહી કહેવા લાગ્યા...હે વત્સ ! તમે કયા હેતુથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy