________________
શારી.
ધન સાર્થવાહની વસંતપુર જવાની તૈયારી.
સગ ૧ લે. વાહનેથી તેનું ભવન ભતું હતું. સર્વ શારીરિક વાયુમાં પ્રાણવાયુની પેઠે તે સાર્થવાહ ધનાઢય, ગુણ અને કીર્નિવંત લેકેમાં અગ્રેસર હતો. જેમ મહા સરોવરની નજીકની ભૂમિ તેનાં ઝરણુવડે પૂરાઈ જાય છે તેમ ઘણું દ્રવ્યવાળા તે સાર્થવાહના ધનથી તેના સેવક ભરપૂર થઈ ગયા હતા.
એક વખત જાણે મૂર્તિમંત ઉત્સાહ હોય એવા તે સાર્થવાહે મોટા ઉપસ્કર લઈને વસંતપુર જવાની ઈચ્છા કરી. ત્યારે તેણે સવ નગરમાં પિતાના માણસ પાસે પટલ વગડાવી એવી ઘોષણા કરાવી કે “ધન સાર્થવાહ વસંતપુર જવાના છે, માટે જેઓ તેમની સાથે જવા ઈચ્છતા હોય તે ચાલે. જેને પાત્ર નહિ હોય તેને તે પાત્ર આપશે, જેને વાહન નહિ હોય તેને વાહન આપશે, જેને સહાય નહિ હોય તેને સહાય આપશે અને જેને પાથેય (ભાનુ) નહિ હોય તેને પાથેય આપશે. માર્ગમાં ચોર લેકેથી અને શીકારી પ્રાણીઓના ઉપદ્રવથી તે સર્વની રક્ષા કરશે. જે કઈ અશક્ત હશે તેઓનું પિતાના બધુની માફક તે પાલન કરશે.” આવી રીતે ઉદ્દઘોષણા કરાવીને કુળસ્ત્રીઓએ જેનું મંગળ કર્યું છે એવા આચાર યુક્ત સાર્થવાહે સારા મુહૂ રથમાં બેસી પ્રસ્થાન કર્યું. પ્રયાણ વખતે જાણે તેની તરફથી બેલાવનારા માણસો હોય એવા તેના ભેરી વાઘના ભાકાર શબ્દોથી વસંતપુર જવાની ઈચ્છાવાળા સર્વે લોકે નગર બહાર નીકળ્યા. એ સમયે સાધુચર્યાથી અને ધર્મથી પૃથ્વીને પવિત્ર કરતા ધમશેષ આચાર્ય સાર્થવાહ પાસે આવ્યા. આચાર્યને જોઈ સંજમથી ઊઠી હાથ જેડી, સૂર્યની માફક તપની કાંતિથી પ્રકાશમાન એવા તે આચાર્યને સાર્થવાહે વંદન કરી. પછી આગમનનું કારણ પૂછ્યું, એટલે “અમે તમારી સાથે આવશું” એમ આચાર્ય મહારાજે કહ્યું. એવું સાંભળી સાર્થવાહે કહ્યું. હે ભગવન! આજે હું ધન્ય થયે કે આપ જેવા સાથે લઈ જવા લાયક મારી સાથે આવે છે. આપ ખુશીથી મારી સાથે ચાલે. પછી સાર્થવાહે પોતાના રસોઈ કરનારાઓને આજ્ઞા કરી– આ આચાર્યને માટે તમારે હમેશાં અન્નપાનાદિક તૈયાર કરવું.” સાર્થવાહની એવી આજ્ઞા થતાં આચાયે કહ્યું- સાધુઓને પિતાને અર્થે કરેલે, કરાવેલો અને સંકલ્પ કરેલો ન હોય તે જ આહાર કરે છે. તે સાથે પતિ ! વાવ, કૂવા અને તળાવમાં રહેલું જળ પણ અગ્નિ વગેરે શસ્ત્રો સિવાય અચેત થતું નથી તેથી સાધુઓને ક૯૫તું નથી, એવી જિનૅદશાસનમાં આજ્ઞા કરેલી છે. એવા વખતમાં કઈ પુરુષે આવીને ભ્રષ્ટ થયેલા સંધ્યાકાળનાં વાદળાંની જેવાં સુંદર વર્ણનાં પાકેલાં આમ્રફળથી ભરેલો એક થાળ સાથવાહની પાસે મૂકો. ધન સાર્થવાહે ઘણા હર્ષવાળા મનથી આચાર્યને કહ્યું-આપ આ કળા ગ્રહણ કરી મારા ઉપર અનુગ્રહ કરે.” આચાર્યે કહ્યું-“હે શ્રદ્ધાળુ! આવાં સચિત્ત ફળને સ્પર્શ કર પણ મુનિને કપે નહિ, તે તેનું ભજન કરવું તો કેમજ કલ્પે?” સાર્થવાહે કહ્યું-“અહો! તમે તે કેઈમહાદુષ્કર વ્રતને ધારણ કરનારા છે. આવા વ્રતને દક્ષ છતાં પણ પ્રમાદી પુરુષ એક દિવસે પણ ધારણ કરી શકે નહિં; તથાપિ આપ સાથે ચાલે; જે આપને કલ્પતું હશે તેવું અનાદિક હું આપને આપીશ.” એવી રીતે કહી નમસ્કાર કરી, તેણે મુનિને વિસર્યા. પછી સાર્થવાહ મોટા તરંથી જેમ સમુદ્ર ચાલે તેમ ચંચળ ઘોડા, ઊંટ, શકટ અને બળદ સહિત ચાલવા લાગ્યું. આચાર્ય પણ જાણે મૂર્તિમંત થયેલા મૂળ ગુણ અને ઉત્તર ગુણ હોય એવા સાધુએથી આવૃત્ત થઈ ચાલવા લાગ્યા. સર્વ સંઘની આગળ ધનસાર્થવાહ ચાલતે
કરિયાણ. + ઢોલ ટી પાવીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org