________________
WWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWW
ગાલ, હે
શું ઉ
ઉ
ઉ
ઉ
ઉ
©
ઉપર કહેલા ૨૪ તીર્થકરના તીર્થોની અંદર બાર ચક્રવતી, નવ અર્ધ ચક્રવતી’ નવ બળદેવ અને નવ પ્રતિવાસુદેવ થયેલા છે. એ સર્વે આ ભરતક્ષેત્રમાં અવસપિણ કાળની અંદર થયેલા ત્રિષષ્ટિ (૬૩) શલાકા પુરુષ છે. તેમાંના કેટલાએકને મેક્ષલક્ષમી પ્રાપ્ત થયેલી છે અને કેટલાએકને થવાની છે. શલાકાપુરુષપણાથી શોભતા એવા તેઓનું ચરિત્ર અમે કહીએ છીએ; કારણ કે મહાત્મા જનેનું કીર્તન કરવું તે કલ્યાણ અને મોક્ષનાં સ્થાનરૂપ છે. તેમાં પ્રથમ ભગવાન રાષભદેવજીનું ચરિત્ર, તેમના સમક્તિપ્રાપ્તિના કારણરૂપ એવા પ્રથમ ભવથી માંડીને કહીએ છીએ.
અસંખ્ય સમુદ્ર તથા અસંખ્ય દ્વીપરૂપી કંકણવડ અને વજનમય વેદિકાવડે વીંટાઈ રહેલે જંબુદ્વિપ નામે દ્વીપ છે. નદીઓ, ક્ષેત્રે અને વર્ષધરર પર્વતેથી શોભતા એવા તે જંબુદ્વીપના મધ્ય ભાગમાં જાણે તેની નાભિ હોય તે સુવર્ણ ને રત્નમય મેરુપર્વત આવેલો છે. તે લાખ જન ઉંચો છે. ત્રણ મેખળાથી શેતે છે. ચાલીશ એજનની તેની ઉપર ચૂલિકા છે અને તે અહં તેના થી ઘણે શેભી રહ્યો છે. તેની પશ્ચિમ તરફના ભાગમાં રહેલા વિદેહ ક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામે એક ક્ષિતિમંડલના મંડનરૂપ નગર છે. તે નગરમાં ધર્મકર્મમાં સાવધાન અને ઘણી સમૃદ્ધિએ ભતે પ્રસન્નચંદ્ર નામે ઇંદ્ર સમાન રાજા હતું. તે નગરમાં સર્વ સરિતાઓનું સ્થાન જેમ સમુદ્ર છે તેમ સર્વ સંપત્તિઓના સ્થાનરૂપ અને યશરૂપી ધનવાળો ધન નામે એક સાર્થવાહ રહેતો હતો. મોટી ઈચ્છાવાળા તે સાર્થવાહ પાસે કેઈની ધારણામાં ન આવી શકે તેટલી તથા ચંદ્રકાંતિની માફક પપકાર કરવારૂપ ફળવાળી ઘણી લક્ષમી હતી. હમેશાં સદાચારરૂપી નદીના પ્રવાહ માટે પર્વત સમાન અને સર્વ પૃથ્વીને પવિત્ર કરનાર તે ધનશેઠ સર્વને સેવા કરવા ગ્ય હતું. તેનામાં યશરૂપી વૃક્ષના અમેઘપ બીજની જેવા ઔદાર્ય, ગાંભીર્ય અને વૈર્ય વગેરે ગુણે હતા. તે સાર્થવાહને ઘેર કણના ઢગલાની પેઠે રત્નના ઢગલા હતા અને ગુણેની માફક દિવ્ય વસ્ત્રોના ઢગલા હતા. જળ જતુઓથી જેમ સમુદ્ર શેભે તેમ ઘેડા, ખચ્ચર, ઊંટ અને બીજા
૧ એ સર્વે તે ભવમાં અથવા આગામી ભવમાં નિશ્ચયે મોક્ષગામી હોવાથી તેઓ શલાકા પુરુષ કહેવાય છે. ૨ વર્ષ ક્ષેત્ર તેને જુદા પાડનાર તે વર્ષધર-પવન. ૩ પ્રથમ મેખળાએ નંદન વન, બીજી મેખળાએ એમનસ વન અને બીજી મેખળાએ પાંડક વન છે. ૪ પૃથ્વીમંડળના. ૫ સફળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org