________________
પર્વ ૧ લું.
ધન સાર્થવાહનું પ્રયાણ હત, તેની પાછળ સાર્થવાહને મિત્ર મણિભદ્ર ચાલતું હતું અને બંને બાજુએ અવારિત અસ્વારેને સમૂહ ચાલતું હતું. તે સમયે સાર્થવાહે શ્વેત છત્રથી જાણે શરદૂઋતુના મેઘમય હાય તેવું અને મયૂર છત્રોથી જાણે વર્ષાઋતુના મેઘમય હોય તેવું આકાશ કરી દીધું હતું. ઘનવાત જેમ પૃથ્વીને વહન કરે છે તેમ તે સાર્થવાહનાં દુહ ઉપકરને ઊંટ, - બળદ, સાંઢ, ખચ્ચર અને ખરેએ વહન કર્યો હતે. વેગથી જેઓના ચરણપાત જણાતા નથી તેથી જાણે મૃગલા હોય અને પૃષ્ટ ઉપર ગુણે લાદેલી છે તેથી જાણે ઊંચી પાંખવાળા હોય તેવા ઊંટે ઝડપથી ચાલતાં હતાં. અંદર બેઠેલા યુવાન લોકોને ક્રીડા કરવાને યોગ્ય ગાડાંઓ જાણે ચાલતાં ઘર હોય તેવાં શોભતાં હતાં. મોટી કાયાવાળા અને મોટા સ્કંધવાળા મહિલે જાણે પૃથ્વી પર આવેલા મેઘ હોય તેમ જળને વહન કરી લોકેની તૃષાને નાશ કરતા હતા. તે સાર્થવાહના ઉપસ્કરના ભારથી આક્રાંત થયેલી પૃથ્વી તરફ થતા એવા શકટેના ચીત્કાર શબ્દથી શબ્દ કરતી હોય તેવી જણાતી હતી. બળદોથી, ઊંટથી અને ઘોડાઓથી ઊડેલી રજ આકાશમાં ચેતરફ એવી રીતે વ્યાપી ગઈ કે, જેથી સેયથી વીંધાઈ શકાય તે અંધકાર થઈ ગયે. દિશાઓના મુખભાગને બધિર કરનારા સાંઢના ઘંટાના રણુત્કારથી ચમરી મૃગે, પિતાનાં બચ્ચાંઓ સાથે દૂરથી જ ઊંચા કાન કરી ત્રાસ પામતાં હતાં. મોટા ભારને વહન કરનારાં ઊંટે ચાલતાં ચાલતાં પણ પિતાની ગ્રીવાઓ વાળીને વૃક્ષોના અગ્રભાગને વારં વાર ચાટતાં હતાં. જેઓના પૃષ્ટ ઉપર છાલકા મૂકેલા છે એવા ગધેડાઓ પોતાના કાન ઊંચા કરી અને ગ્રીવાઓ પાંસરી કરી પરસ્પર એકબીજાને દાંતવડે ડંસ કરતા કરતા પછવાડે રહેતા હતા. દરેક દિશાઓમાં હાથમાં હથિયાર ધારણ કરીને રહેલા રક્ષકોથી વીંટાયેલો તે સાર્થ જાણે વજના પંજરમાં રહ્યો હોય તેમ માર્ગે ચાલતું હતું. મસ્તક ઉપર મહામૂલ્ય મણિને ધારણ કરનારા ભુજંગની પેઠે ઘણા અર્થ (દ્રવ્ય)ને વહન કરનારા તે સંઘથી ચાર લોકે દૂર જ રહેતા હતા. નિર્ધન અને ધનાથના ગ ક્ષેમમાં એક સરખા ઉદ્યમવાળે તે સાર્થવાહ, યૂથપતિ હાથી જેમ નાના હાથીઓને લઈને ચાલે તેમ સર્વની સંધાતે ચાલવા લાગ્યું. લોચનેને પ્રફુલ્લ કરી સર્વ લોકેએ આદર કરેલો તે સાર્થવાહ સૂર્યની પેઠે દિવસે દિવસે પ્રયાણ કરવા લાગ્યું. તેવા વખતમાં સરેવર અને નદીઓનાં જળને રાત્રિઓની પેઠે સંકેચ કરનારે, પાંથજનેને ભયંકર અને મહાઉત્કટ એ ગ્રીષ્મઋતુને સમય આવ્યો. ભઠ્ઠીની અંદરનાં કાકોની જેવા ઘણું દુસહ પવન વાવા લાગ્યા. સૂર્ય પોતાના અગ્નિના કણિયાની જેવા તડકાને તરફ પ્રસારવા લાગ્યું. તે સમયે સંઘના પથ લોક સમીપ ભાગે આવતાં ઝાડે ઝાડે વિશ્રામ લેવા લાગ્યા અને પાણીની પરબે પરબે પ્રવેશ કરી જળપાન કરીને આળોટવા લાગ્યા. મહિષે નિઃશ્વાસેથી જાણે પ્રેરેલી હોય તેવી પિતાની જિલ્લાઓનું આકર્ષણ કરવા લાગ્યા અને નિષેધ કરનાર પુરુષોના શબ્દોનું અપમાન કરીને નદીના કાદવની અંદર પ્રવેશ કરવા લાગ્યા. પરણના ઘા પડતા હતા તે પણ સારથીઓનું અપમાન કરીને વૃષભે કુમાગે રહેલાં વૃક્ષો પાસે વારંવાર જવા લાગ્યા. સૂર્યનાં તપેલાં લેઢાની સાયના જેવા કિરણેથી મીણના પિંડની જેમ પશુ અને મનુષ્યનાં શરીરે ચારેતરફ ઓગળવા લાગ્યાં. સૂર્ય હમેશાં પિતાનાં કિરણોને તપાવેલા લોઢાનાં ફળોની જેવાં કરવા લાગે અને પૃથ્વીની રજ માર્ગમાં નાંખેલા છાણાના અગ્નિની જેવું વિષમપણું ધારણ કરવા લાગી.
* આ વાયુ પૃથ્વીની નીચે આધારભૂત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org