SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રીષ્મ તથા વર્ષ તુનું વર્ણન સર્ગ ૧ છે. સાર્થવાહની સ્ત્રીઓ માર્ગમાં આવતી નદીઓમાં પેસી કમલિનીનાં નાળવા ગ્રહણ કરી કરીને પિતાના ગળામાં નાખવા લાગી, સાથેની પુરંધીએ પસીના વડે ભીંજાયેલાં વસ્ત્રોથી જાણે જળાદ્રિ થયેલી હોય તેમ માર્ગમાં ઘણું ભવા લાગી. પાંથલોકો પલાશ, તાલ, હિતાલ, કમલ અને કદલી પત્રોના પંખા કરી ઘામથી થયેલા શ્રમને છેદ કરવા લાગ્યા. પછી ગ્રીમઋતુની સ્થિતિની પેઠે પ્રવાસીઓની ગતિને નાશ કરનાર મેઘનાં ચિહ્નવાળી વર્ષાઋતુ આવી. આકાશમાં યક્ષની માફક ધનુષ્યને ધારણ કરતે અને ધારરૂપી બાણેની વૃષ્ટિ કરતે વરસાદ ચઢી આવ્યું. સર્વ સંઘના લોકેએ તેને ઘણા ત્રાસથી જે તે મેઘ સળગાવેલા ઉબાડીઆની પેઠે વીજળીને ભમાવીને બાળકોની પેઠે સંઘના સર્વ લેકીને બીવરાવવા લાગ્યો. આકાશ સુધી ગયેલા અને પ્રસરતા એવા જળના પૂરોએ પાથેનાં હૃદયની પિઠે નદીઓના વિશાળ તટને તોડી નાંખ્યા. મેઘના જળોએ પૃથ્વીના ઊંચા નીચા ભાગને સ કર્યો, કેમકે જડ પુરૂનો ઉદય થાય તે પણ તેને વિવેક કયાંથી આવે ? જળ, કાંટા અને કાદવથી માર્ગના દુર્ગમપણને લીધે એક ગાઉ પણ સે યેાજન જે થવા લાગ્યો. પાંથલેકે પિતાના જાનુ સુધી નવા કાદવમાં સંલગ્ન થવાથી જાણે બંધનમાંથી મુકત થયા હોય તેમ ધીમે ધીમે ચાલવા લાગ્યા. દરેક રસ્તે પાંથલેકેને અટકાવવાને જાણે દુષ્ટ દેવે પ્રવાહના મિષથી પિતાના બાહુરૂપી ભેગળને પસાર્યા હોય તેવા જળપ્રવાહ જણવા લાગ્યા. શકટે કાદથી વિકટ થયેલા રસ્તામાં તરફ ખેંચી જવા લાગ્યાં, તે પૃથ્વીએ જાણે પિતાના ઘણા કાળથી થયેલા મનના રેષથી ગ્રસ્ત કર્યા હોય તેવાં જણાવા લાગ્યા. ઊંટને ચલાવનારાઓએ માગમાં નીચે ઉતરી રજજુને ધારણ કરીને આકર્ષણ કરેલાં ઊંટ પિતાના ચરણે ભ્રષ્ટ થવાથી પગલે પગલે પડવા લાગ્યાં. વર્ષાઋતુથી માર્ગનું આવું દુર્ગમ પણું થયેલું જોઈ ધનસાર્થવાહે તે મહાઅટીમાં તંબુઓ નાખીને નિવાસ કર્યો. ત્યાં સર્વે લેકે એ વર્ષાઋતુ નિગમન કરવાને માટે આશ્રમે ક્ય, કેમકે દેશકાળને ઉચિત કિયા કરનારાઓ દુખી થતા નથી. સાર્થવાહના મિત્ર મણિભદ્ર જતુ રહિત પૃથ્વી ઉપર રહેલ ઉટજરૂપી૪ ઉપાશ્રય બનાવ્યો, એટલે તેમાં સાધુ સહિત આચાર્યો નિવાસ કર્યો. સંઘના લેકે ઘણું હોવાથી અને વર્ષાઋતુને લાંબો વખત હોવાથી સર્વની પાસે ભાત અને ઘાસ વગેરે ખૂટી ગયું, તેથી સર્વે સાથેવાસીઓ સુધાત્ત થઈ મલિન વસ્ત્રવાળા તાપસની પેઠે કંદમૂળાદિક ભક્ષણ કરવાને આમતેમ ફરવા લાગ્યા. સાથેના લેકેની આવી દુઃખી હાલત જોઈ સાર્થવાહના મિત્ર મણિભદ્રે એક દિવસે સાયંકાળે તે સર્વ વૃત્તાંત સાથે વાહને નિવેદન કર્યો. તે સાંભળી સંઘના લોકોના દુઃખની ચિંતામાં, પવન રહિત સમયે નિષ્કપ થયેલા સમુદ્રની પેઠે સાર્થવાહ નિશ્ચળ થઈ ગયે. એવી રીતે ચિંતામગ્ન થયેલા સાર્થવાહને ક્ષણમાત્રમાં નિદ્રા આવી ગઈ. “જ્યારે અતિ દુઃખ કે અતિ સુખ આવે ત્યારે તત્કાળ નિદ્રા આવી જાય છે, કેમકે તે બંને નિદ્રાનાં મુખ્ય કારણ છે.” તેવામાં રાત્રિને છેલ્લે પહાર થયો એટલે અશ્વશાળાને કઈ ભદ્રિક આશયવાળે પયામરક્ષક નીચે પ્રમાણે બોલ્યા, “ દરેક દિશાઓમાં જેની કીર્તિ વિસ્તાર પામી છે એવા અમારા સ્વામી વિષમ દશાને ૧ પીઓ. ૨ અહીં જડના બીજા અર્થમાં જળ સમજવું. ગાડાંઓ. ૪ ઝુંપડી. ૫ પહેરગીર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy