SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ સિંહનિષદ્યા પ્રાસાદનું વર્ણન. સગ ૬ છે. તે દરેક પ્રતિમાની પછવાડે એક એક યથાયોગ્ય માનવાળી છત્રધારની રત્નમયી પ્રતિમા બનાવી હતી અને તે છત્રધાર પ્રતિમાઓ કરંટક પુષ્પની માળાએ યુક્ત મોતી તથા પ્રવાળાવડે ગુંથેલા અને સ્ફટિક મણિનાં દંડવાળા શ્વેત છત્ર ધરી રાખ્યાં હતાં. દરેક પ્રતિમાની બે બાજુએ રત્નની ચામર ધરનારી બે પ્રતિમાઓ અને આગળ નાગ, યક્ષ, ભૂત અને કુંડધારની બે બે પ્રતિમાઓ હતી. અંજલિ જેડીને રહેલી અને સર્વ અંગે ઉજજ્વળ એવી તે નાગાદિક દેવેની રત્નમય પ્રતિમાઓ જાણે ત્યાં તેઓ પ્રત્યક્ષ બેઠા હોય તેવી શેભતી હતી. દેવજીંદા ઉપર ઉજજવળ રત્નની ચોવીશ ઘંટાઓ, સંક્ષિપ્ત કરેલા સૂર્યબિંબ જેવા માણિકયના દર્પણે, તેની પાસે એગ્ય સ્થાને મૂકેલ સુવર્ણની દીવીઓ રત્નના કરંડિઆ, નદીની ભમરીની જેવી ગોળાકાર પુષ્પગંગેરીઓ, ઉત્તમ અંગલુંછના, આભૂષણના ડાબલા, સેનાના ધૂપિઆ તથા આરતિઓ, ૨ના મંગળદીવા, રત્નની ઝારીઓ, મનહર રત્નમય થાળે, સુવર્ણનાં પાત્રો, રત્નના ચંદનકળશે, રત્નનાં સિંહાસને, રત્નમય અષ્ટ મંગલિક, સુવર્ણના તેલના ડાબલા, ધૂપ રાખવા માટે સુવર્ણનાં પાત્રો, સુવર્ણનાં કમલહસ્તક–એ સર્વ વીશે અહંતની પ્રતિમા પાસે એક એક એમ ચાવીશ વશ રાખ્યા હતા. એવી રીતે નાના પ્રકારના રત્નનું અને લક્ષ્યમાં અતિ સુંદર એવું તે ચૈત્ય ભરતચીની આજ્ઞા થતાં તત્કાળ સર્વ પ્રકારની કળાને જાણનારા વદ્ધકિરને વિધિ પ્રમાણે બનાવી આપ્યું. જાણે મૂર્તિમાન ધર્મ હોય તેવા ચંદ્રકાંતમણિના ગઢથી, તથા ચિત્રમાં આલેખેલા ઈહામૃગ (ન્હાર), વૃષભ, મગર, તરંગ, નર, કિન્નર, પક્ષી, બાળક, રૂરૂમૃગ, અષ્ટાપદ, અમરીમૃગ, હાથી, વનલતા અને કમળથી જાણે ઘણું વૃક્ષવાળું ઉદ્યાન હોય તેવું વિચિત્ર અને અદ્ભુત રચનાવાળું તે ચૈત્ય શોભતું હતું. તેની આસપાસ રત્નના સ્તંભ ગઠવેલા હતા. જાણે આકાશગંગાની ઊમિઓ હોય તેવી પતાકાઓથી તે મનહર લાગતું હતું. ઊંચા કરેલા સુવર્ણના ધ્વજદંડથી તે ઉન્નત જણાતું હતું અને નિરંતર પ્રસરતા–ધ્વજાની ઘુઘરીઓના અવાજથી વિદ્યાધરની સ્ત્રીઓના કટીમેખલાના ધ્વનિને અનુસરતું હતું. તેના ઉપર વિશાળ કાંતિવાળા પઘરાગમણિના ઈડાથી, જાણે માણિક્ય જડેલી મુદ્રિકાવાળું હોય તેવું તે શોભતું હતું. કેઈ ઠેકાણે જાણે પલ્લવિત હોય, કેઈ ઠેકાણે જાણે બખ્તરવાળું હાય, કેઈ ઠેકાણે જાણે રોમાંચિત થયું હોય અને કેઈ ઠેકાણે જાણે કિરણથી લિસ હોય તેવું તે જણાતું હતું. ગેચંદનના રસમય તિલકેથી તેને લાંછિત કરેલું હતું. તેના ચણતરના સાંધે સાંધા એવા મેળવ્યા હતા કે જાણે તે એક પાષાણુંથી બનાવેલું હોય તેવું જણાતું હતું. તે ચેત્યના નિતંબભાગ ઉપર વિચિત્ર ચેષ્ટાથી મનહર લાગતી માણેકની પૂતળીઓ ગોઠવેલી હતી, તેથી અપ્સરાઓથી અધિષિત મેરુપર્વતની જેવું તે શોભતું હતું. તેના દ્વારની બંને તરફ ચંદનરસથી લીંપેલા બે કુંભે મૂકેલા હતા, તેથી દ્વારસ્થળમાં નિષ્પન્ન થયેલા બે પુંડરીક કમળથી તે અંક્તિ હોય એવું લાગતું હતું. પૂપિત કરીને ત્રીછી બાંધેલી લટકતી માળાઓથી તે રમણિક લાગતું હતું, પાંચ વર્ણનાં પુષ્પથી તેના તળિયા ઉપર સુંદર પગર ભર્યા હતા; યમુના નદીથી જેમ કલિંદ પર્વત પ્લાવિત રહે તેમ કપૂર, અગર અને કસ્તૂરીથી બનાવેલા ભૂપના ધૂમાડાથી હંમેશાં તે વ્યાસ રેહતું હતું. આગળ, બે બાજુએ અને પછવાડે સુંદર ચૈત્યવૃક્ષ તથા માણિજ્યની પીઠિકાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy