SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧લું.. સિંહનિષા પ્રાસાદના જિનબિંબનું વર્ણન २०० રચી. તે મણિપીઠિકાની ઉપર ચૈત્યસ્તૂપની સન્મુખ પાંચશે ધનુષના પ્રમાણુવાળી પત્નનિમિત અંગવાળી, રાષભાનન, વિમાન, ચંદ્રનન, વારિણુ એ નામની ચાર, પર્યકાસને બેઠેલી, મનહર, નેત્રરૂપી પોયણુને ચંદ્રિકા સમાન, નંદીશ્વર મહાદ્વીપના ચૈત્યની અંદર છે. તેવી, શાશ્વત જિનપ્રતિમાઓ રચાવીને સ્થાપના કરી. તે દરેક ચૈત્યસ્તૂપની આગળ અમૂલ્ય માણિકયમય વિશાળ એવી સુંદર પીઠિકાઓ રચી. તે દરેક પીઠિકા ઉપર એક એક ચેત્યક્ષ રચ્યું. દરેક ત્યવૃક્ષની પાસે બીજી એકેક મણિપીઠિકા રચી અને તેની ઉપર એકેક ઈદ્રધ્વજ રચ્યો. જાણે દરેક દિશાએ ધમે પિતાના જયસ્થંભ આરોપ્યા હોય તેવા તે ઈન્દ્રધ્વજ જણાતા હતા. દરેક ઈદ્રવજની આગળ ત્રણ પગથી અને તોરણવાળી નંદા નામે પુષ્કરિણી (વાવડી) રચી. સ્વચ્છ, શીતળ જળથી ભરેલી અને વિચિત્ર કમળાથી શેભતી તે પુષ્કરિણીએ દધિમુખ પર્વતના આધારભૂત પુષ્કરિણી જેવી મનહર લાગતી હતી. તે સિંહનિષદ્યા નામના મહાચૈત્યના મધ્યભાગમાં મોટી મણિપીઠિકા બનાવી અને સમવસરણની જેમ તેના મધ્યભાગમાં વિચિત્ર રત્નમય એક દેવચ્છેદક રચે. તેની ઉપર વિવિધ વર્ણના અને ચંદર બનાવ્યું. તે અકાળે પણ સંધ્યા સમયના વાદળાંની શોભા ઉત્પન્ન કરતે હતો. તે ચંદરવાની અંદર અને પડખે વજમય અંકુશ રચ્યા હતા, તથાપિ ચંદરવાની શોભા તે નિરંકુશ થઈ રહી હતી. તે અંકુશમાં કુંભની જેવા ગોળ અને આમળાનાં ફળ જેવાં સ્થળ મુક્તાફળથી રચેલા અમૃતની ધારા જેવા હાર લટકતા હતા. તે હારના પ્રાંતભાગમાં નિર્મળ મણિમાલિકા રચી, તે જાણે ત્રણ જગતમાંહે રહેલી મણિઓની ખાણમાંથી વાનકી લાવ્યા હોય તેવી જણાતી હતી. મણિમાલિકાના પ્રાંતભાગમાં રહેલી નિર્મળ વજમાલિકા, સખીઓની જેમ પોતાની કાંતિરૂપ ભુજાથી પરસ્પર આલિંગન કરતી હોય તેવી જણાતી હતી. તે ચૈત્યની ભીંતેમાં વિચિત્ર મણિમય ગવાક્ષ (ગેખલા) રચ્યા હતા, તેના પ્રભાપટલથી જાણે તેમાંથી જવનિકા (પડદા) ઉત્પન્ન થયેલ હોય તેવા જણાતા હતા, તેમાં બળતા અગરુ ધૂપના ધૂમાડા તે પર્વત ઉપર નવી ઉત્પન્ન થયેલી નીલચૂલિકાના જમને આપતા હતા. હવે પૂર્વોક્ત મધ્ય દેવચ્છેદની ઉપર શૈલેશી ધ્યાનમાં વર્તાતી હોય તેવી, દરેક પ્રભુના પિોતપોતાના દેહના માન જેવડી, પિતપોતાના દેહના વર્ણને ધારણ કરનારી, જાણે દરેક પ્રભ પિતે જ બિરાજેલા હોય તેવી–ષભસ્વામી વિગેરે ચોવીશ અહ તેની નિર્મળ રત્નમય પ્રતિમાઓ રચીને સ્થાપના કરી. તેમાં સળ પ્રતિમા સુવર્ણની, બે રાજવત રત્નની (શ્યામ), બે સ્ફટિક રત્નની (ઉજજવળ), બે પૈડય મણિની (નીલ) અને બે શેણું મશિની (૨ત) હતી. તે સર્વ પ્રતિમાઓના હિતાક્ષ મણિના (રક્ત) આભાસવાળા અંકરત્નમય (ત) ન હતા અને નાભિ, કેશના મૂળ, જિહા, તાળુ, શ્રીવત્સ, સ્તનભાગ તથા હાથપગનાં તળિયાં-એ સુવર્ણનાં (રક્ત) હતાં; પાંપણે, આંખની કીકીઓ, રૂંવાટા, ભમર અને મસ્તકના કેશ રાષ્ટરત્નમય (શ્યામ) હતા; એઝ પ્રવાળામય (રક્ત) હતા, દાંત સ્ફટિક રત્નમય (ત) હતા; મસ્તકને ભાગ વામય હતો અને નાસિકા અંદરથી રોહીતાક્ષ મણિના પ્રતિસેક (આભાસ) વાળી–સુવર્ણની હતી. પ્રતિમાની દષ્ટિઓ લેહિતાક્ષ મણિના પ્રાંત ભાગવાળી અને અંકમણિથી બનાવેલી હતી. એવી રીતે અનેક પ્રકારના મણિથી બનાવેલી તે પ્રતિમાઓ અત્યંત શોભતી હતી. A - 27 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy