SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું. પરમાત્માની દેશના. ૧૧૧ તારણ! તમે જ્ય પામે. આજે આ અવસર્પિણમાં જન્મેલા લોકરૂપી પધાકરને સૂર્ય સમાન તમારા દર્શનથી અંધકારને નાશ થઈને પ્રભાત થયું છે. હે નાથ ! ભવ્ય જીના મનરૂપી જળને નિર્મળ કરવાની ક્રિયામાં કતકના ચૂર્ણ જેવી તમારી વાણી જયવંતી વર્તે છે. હે કરુણાનાં ક્ષીરસાગર! જે તમારા શાસનરૂપી મહારથમાં આરૂઢ થાય છે તેઓને લોકાગ્ર (મોક્ષ) દૂર નથી. હે દેવ ! નિષ્કારણ જગતબંધુઆ૫ સાક્ષાત નવામાં આવે છે. તેથી આ સંસારને અમે લોકાચથી પણ અધિક માનીએ છીએ. હે સ્વામિન્ ! આ સંસારમાં પણ નિશ્ચળ નેત્રેવડે તમારા દર્શનના મહાનંદરૂપી ઝરામાં અમને મોક્ષસુખના સ્વાદને અનુભવ થાય છે. હે નાથ ! રાગ, દ્વેષ અને કષાયાદિ શત્રુઓએ રૂંધેલા આ જગતને અભયદાન દેનારા તમે ઉશ્રેષ્ટિત કરે છે ( બંધનમાંથી છોડાવે છે ). હે જગત્પત તમે તત્ત્વ જણાવે છે. તમે માર્ગ બતાવે છે અને તમે વિશ્વની રક્ષા કરે છે તેથી વિશેષ હું તમારી પાસે શું યાચના કરું ? જેઓ અનેક જાતના ઉપદ્રવ અને સંગ્રામથી પરસ્પરનાં ગામો અને પૃથ્વીને લઈ લેનાર છે એવા આ સવે રાજાઓ આપની સભામાં પરસ્પર મિત્ર થઈને રહેલાં છે. તમારી પર્ષદામાં આવેલો આ હસ્તી પિતાની શંઢથી કેસરીસિંહના કરને આકર્ષણ કરી તેના વડે પોતાના કુંભસ્થળને વારંવાર કંડયન કરે છે ( ખજવાળે છે ). આ મહિષ અન્ય મહિષની પેઠે વારંવાર સ્નેહથી પોતાની જિહાવડે આ હણહણતા અશ્વને માર્જન કરે છે. લીલાથી પોતાના પૂંછડાને હલાવતો આ મૃગ ઊંચા કાન કરી અને મુખને નમાવી પિતાની નાસિકાથી આ વાઘના મુખનું આદ્માણ કરે છે (સુંઘે છે.) આ તરુણ માજા૨ ૨ આગળ પાછળ અને પડખે પોતાના બચ્ચાંની પેઠે ફરતા એવા મૂષકને આલિંગન કરે છે. આ ભુજંગ પોતાના શરીરનું કુંડાળું કરી આ નકુલની પાસે મિત્રની પેઠે નિર્ભય થઈને બેઠા છે. હે દેવ! આ બીજ પણ નિરંતરના વિરવાળા પ્રાણીઓ અહીં નિર્ધર થઈને રહ્યા છે. આ સર્વનું કારણ તમારે અતુલ્ય પ્રભાવ છે. મહીપતિ ભરત એવી રીતે જગત્પતિની સ્તુતિ કરી અનુક્રમે પાછા ઓસરી સ્વગપતિ ઇંદ્રની પાછળ બેઠો. તીર્થનાથના પ્રભાવથી તે એજનમાત્ર ક્ષેત્રની અંદર કોટાનુકટી પ્રાણીઓ નિરાબાદપણે સમાયા હતા. તે સમયે સર્વ ભાષાઓને સ્પર્શ કરનારી પાંત્રીશ અતિશયવાળી અને જનગામિની વાણીથી પ્રભુએ આ પ્રમાણે દેશના દેવા માંડી આધિ, વ્યાધિ, જરા અને મૃત્યુપી સેંકડો જ્વાળાઓથી આકુળ એ આ સંસાર સર્વ પ્રાણીઓને દેદીપ્યમાન અગ્નિ જેવો છે. તેથી તેમાં વિદ્વાનોએ લેશમાત્ર પણ પ્રમાદ કર યુકત નથી, કેમકે રાત્રિએ ઉલ્લંઘન કરવાને ગ્ય એવા મરુદેશમાં અજ્ઞાની એ પણ કેણુ પ્રમાદ કરે? અનેક જીવાનિરૂપ આવત્ત વડે આકુળ એવા સંસારસમુદ્રમાં અટન કરતા જંતુઓને ઉત્તમ રત્નની પેઠે આ મનુષ્યજન્મ પ્રાપ્ત થ દુર્લભ છે. દેહદ પૂરવાથી જેમ વૃક્ષ ફળયુક્ત થાય તેમ પરલકનું સાધન કરવાથી પ્રાણીઓને મનુષ્યજન્મ સફળ થાય છે. આ સંસારમાં શઠ લોકોની વાણીની પેઠે પ્રથમ મધુર અને પરિણામે અત્યંત દારુણ વિષયે વિશ્વને ઠગનારા છે. ઘણી ઊંચાઈને અંત જેમ પડવામાં છે તેમ સંસારની અંદર વતતા સર્વ પદાર્થોના સંગને અંત વિયેગમાં છે. જાણે ૧ કેસરી સિંહને પણ શું હેય છે. ૨ બીલાડે ૩ ઉંદર. ૪ સપ. ૫ નેળીયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy