SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું. બાહુબલિ પાસે સુવેગ દૂતને એકલ. ૧૫૩ લંબાયમાન કૃષ્ણસ તેની આડે ઉતર્યો જાણે પશ્ચાત્ વિચાર કરવામાં વિદ્વાન એવા તે સુવેગને પાછું વાળતો હોય તેમ પ્રતિકૂળ વાયુ તેની આંખમાં રજ નાંખતો વાવા લાગે; અને લેટની કણિક મૂક્યા વિનાના અથવા કુટી ગયેલા મૃદંગની પેઠે વિરસ શબ્દ કરતે ગધેડે તેની જમણી તરફ રહીને શબ્દ કરવા લાગ્યા. આવા અપશુકનને સુવેગ જાણત હતે તથાપિ આગળ ચાલ્યા કેમકે નિમકહલાલ નોકરી સ્વામિના કાર્યમાં બાણની પેઠે લના પામતા નથી. ઘણાં ગામ, નગર, આકર અને કબૂટને ઓળંગતો તે ત્યાંના નિવાસી લોકોને ક્ષણવાર વંટળીઆની પેઠે દેખાય. સ્વામિના કાર્યને માટે દંડની જેમ પ્રવતે લે તે વૃક્ષખંડ, સરોવર અને સિંધુના તટ વિગેરેમાં પણ વિશ્રામ લેતે નહોતે. એવી રીતે પ્રયાણ કરતા તે જાણે મૃત્યુની એકાંત રતિભૂમિ હોય તેવી મહાઅટીમાં આવી પહોંચ્યો. રાક્ષસોની જેવા ધનુષ તૈયાર કરીને હાથીઓના નિશાન કરનાર અને ચમૂરુ જાતના મૃગચર્મના બખ્તર પહેરનારા ભિન્ન લેકેથી તે અટવી વ્યાપ્ત હતી, જાણે યમરાજાના સગોત્રી હોય તેવા ચમૂરુ મૃગ, ચિત્રા, વ્યાઘ, સિંહ અને સરભ વિગેરે ક્રૂર પ્રાણીઓથી તે ભરપૂર હતી. પરસ્પર વઢતા સર્પ અને નકુળવાળા રાફડાઓથી ભયંકર લાગતી હતી, રીંછના કેશ ધારણ કરવામાં વ્યગ્ર એવી નાની ભિલડીઓ તેમાં ફરતી હતી, પરસ્પર સંગ્રામ કરીને ને મહિષે તે અટવીના જીર્ણ વૃક્ષને ભાંગી નાંખતા હતા, મધ લેનાર પુરુષોએ ઉડાડેલી મધુમક્ષિકાઓને લીધે તે અટવીમાં સંચાર થઈ શકતો નહોતો, તેમજ આકાશ સુધી પહોંચેલા ઊંચા વૃક્ષસમૂડથી સૂર્ય પણ તે અટવીમાં દેખાતો નહોતો. પુણ્યવાન જેમ વિપત્તિને ઉલ્લંઘન કરે તેમ વેગવાળા રથમાં બેઠેલ સુવેગ તે ઘોર અટવી લીલામાત્રમાં ઓળંગી ગયો. ત્યાંથી તે બહલી દેશમાં આવી પહોંચ્યા. તે દેશમાં માર્ગના અંતર ભાગમાં વૃક્ષો નીચે અલંકાર ધારણ કરેલી અને સ્વસ્થ થઈને બેઠેલી વટેમાર્ગની સ્ત્રીઓ સુરાજ્યપણાને જણાવતી હતી. દરેક ગોકુળે વૃક્ષની નીચે બેઠેલા અને હર્ષિત ગોપાલના પુત્રો ઋષભચરિત્ર ગાતા હતા, જાણે ભદ્રશાળ વનમાંથી લાવીને આરોપણ કર્યા હોય તેવાં ફળવાળાં અને ઘાટાં ઘણાં ઘણાં વૃક્ષેથી તે દેશનાં સર્વ ગામડાં અલંકૃત થયેલાં હતાં. ત્યાં દરેક ગામે અને ઘરે ઘરે દાન આપવામાં દીક્ષિત થયેલા ગૃહસ્થ લેક યાચકોની શોધ કરતા હતા. ભરતરાજાથી ત્રાસ પામીને જાણે ઉત્તર ભરતાદ્ધમાંથી આવ્યા હોય એવા અક્ષીણુ સમૃદ્ધિવાળા યવન લેકોને કેટલાંએક ગામમાં નિવાસ હતે. ભરતક્ષેત્રના છ ખંડથી જાણે એક જુદો જ ખંડ હોય તેમ તે દેશના લોકે ભરત રાજાની આજ્ઞાને તદ્દન જાણતા જ નહોતા. એવા તે બહલી દેશમાં જ સુવેગ, માર્ગમાં મળતા તે દેશના લેકે કે જેઓ બાહુબલિ સિવાય બીજા રાજાને જાણતા નહોતા અને જેઓ અનાd (પીડારહિત) હતા તેઓની સાથે વારંવાર વાર્તા કરતો હતો. વનમાં તથા પર્વતોમાં ફરનારા દુર્મદ અને શિકારી પ્રાણીઓ પણ બાહુબલિની આજ્ઞાથી પાંગળા થઈ ગયા હોય તેવા તે જેતે. હતો. પ્રજાના અનુરાગ વચનથી અને મોટી સમૃદ્ધિથી બહુબલિની નીતિને તે અદ્વૈત માનવા લાગ્યું. એ પ્રમાણે ભરતરાજાના અનુજ બંધુને ઉત્કર્ષ સાંભળવાથી વારંવાર વિમિત થયેલ સુવેગ પોતાના સ્વામીને સંદેશ સંભારતા તક્ષશિલા નગરી પાસે આવી પહોંચે. નગરીના બહારના ભાગમાં રહેનારા લેકેએ સહજ આંખ A - 20 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy