SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ હું પરમાત્માને વંદનાથે ભરતરાયનું અષ્ટાપદે આગમન. ૨૦૫ શોકમાં ગ્રસ્ત થયેલા ચક્રી હાથને ટેકો આપનારા સેવકને પણ માર્ગમાં આડાં આવેલાં વૃક્ષની શાખાના પ્રાંત ભાગની જેમ દૂર કરતા હતા. સરિતાના વિસ્તારમાં ચાલતું નાવ જેમ તીરનાં વૃક્ષને પાછળ કરે તેમ આગળ ચાલતા છડીદારને તેઓ વેગથી પાછળ કરતા હતા. ચિત્તના વેગની જેમ ચાલવામાં ઉસુક એવા તેઓ પગલે પગલે ખલના પામતી ચામરધારિણીની રાડ પણ જોતા ન હતા. વેગપૂર્વક ચાલવાથી ઉછળી ઉછળીને છાતી ઉપર અથડાવાને લીધે ત્રુટી ગયેલા મોતીના હારને પણ તેઓ જાણતા હતા. પ્રભુના ધ્યાનમાં તેમનું મન હોવાથી તેઓ પાસે રહેલા ગિરિપાળને ફરીફરીને પ્રભુની વાર્તા પૂછવા માટે છડીદારધારા બોલાવતા હતા. ધ્યાનમાં રહેલા ગીની જેમ તે રાજા બીજું કાંઈ જેતા નહેતા અને કેઈનું વચન સાંભળતા નહોતા. ફક્ત પ્રભુનું જ ધ્યાન કરતા હતા. વેગવડે માર્ગને જાણે ટૂંકે-નાને કર્યો હોય તેમ પવનની જેમ ક્ષણવારમાં તેઓ અષ્ટાપદ નજીક આવી પહોંચ્યા. સાધારણ માણસની જેમ પાદચારી છતાં પરિશ્રમને ન જાણનારો ચઢી અષ્ટાપદ ઉપર ચડ્યા. શેક તેમજ હર્ષથી આકુલ થયેલા તેમણે પર્યકાસને બેઠેલા જગત્પતિને જોયા. પ્રભુને પ્રદક્ષિણા દઈ, વંદન કરી, દેહની છાયાની જેમ પડખે બેસી ચકવરી ઉપાસના કરવા લાગ્યા. પ્રભુને આ પ્રભાવ વર્તતાં છતાં ઈદ્રો આપણી ઉપર કેમ બેસી રહ્યા છે? એમ જાણીને હોય તેમ તે સમયે ઈદ્રનાં આસનો ચલાયમાન થયાં. અવધિજ્ઞાને આસનકંપનું કારણ જાણી ચાસડે ઈ છે તે વખતે પ્રભુની પાસે આવ્યા. જગત્પતિને પ્રદક્ષિણા કરી, વિષાદ પામી જાણે આળખી લીધા હોય તેમ ભગવંતની પાસે તેઓ બેઠા. ! આ અવસર્પિણીના ત્રીજા આરાના નેવાશી પક્ષ બાકી રહ્યા હતા ત્યારે માઘ માસની કૃષ્ણ ત્રયોદશીના પૂર્વાન્હ, અભિચિ નક્ષત્રમાં ચંદ્રને વેગ આવ્યો હતો તે સમયે પર્યકાસને બેઠેલા તે મહાત્મા પ્રભુએ બાર કાયવેગમાં રહી બાદર મનગ અને બાદર વચનગને રૂંધી દીધા. પછી સૂક્ષમ કાયયેગને આશ્રય કરી બાદર કાયથેગ, સૂમ મન ગ તથા સૂક્ષમ વચનગને રૂંધ્યા. છેવટે સૂક્ષમ કાયયોગને પણ અસ્ત કરીને સૂમક્રિય નામના શુકલધ્યાનના ત્રીજા પાયાના અંત પ્રત્યે પ્રાપ્ત થયા. તે પછી ઉચ્છિન્નક્રિય નામને શકલધ્યાનનો ચેથા પાયે, જેને પાંચ હસ્તાક્ષરના ઉચ્ચાર જેટલો જ માત્ર કાળ છે તેને આશ્રય કર્યો. પછી કેવળજ્ઞાની, કેવળદર્શની, સર્વ દુખથી રહિત, અષ્ટકમ ક્ષીણ કરી સર્વ અર્થને નિષિત (સિદ્ધ) કરનાર, અનંત વીયે, અનંત સુખ અને અનંત ઋદ્ધિવંત-પ્રભુ બંધના અભાવથી એરંડફળનાં બીજની જેમ ઊર્ધ્વગતિવાળા થઈને સ્વભાવથી સરલ એવા માર્ગ વડે લોકોને પ્રાપ્ત થયા. દશ હજાર શ્રમણને પણ અનશનવ્રત લઈ ક્ષપકશ્રેણીમાં આરૂઢ થતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને મન, વચન, કાયાના યુગને સર્વ પ્રકારે રૂંધી તેઓ પણ સ્વામીની જેમ તત્કાળ પરમપદને પામ્યા. પ્રભુના નિર્વાણ કલ્યાણક સમયે સુખના લેશને પણ નહીં જેનારા નારકીઓને પણ દુખાગ્નિ ક્ષણવાર શાંત થયો. તે સમયે મહાશોકથી આક્રાંત થયેલા ચક્રવત્તી વાથી પર્વતની જેમ તત્કાળ મૂચ્છિત થઈ પૃથ્વી ઉપર પડ્યા. ભગવંતના વિરહનું મોટું દુઃખ આવી પડયું, પરંતુ તે સમયે દુખ શિથિલ થવામાં કારણરૂપ રૂદનને કઈ જાણતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy